Kamlaben Patel - Lion Lady of Charotar
આજે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું. ભારતનું બંધારણ અમલમાં આવતા પહેલાં ભારતની આઝાદી બાદ અને આઝાદી સમયે કેટલાય લોકોએ ભારત દેશ માટે અનેક કાર્યો કર્યા અને ઇતિહાસના પાનાઓમાં પોતાનું નામ લખાવી તેઓ આ દુનિયાને અલવિદા કહી ગયા. આજે એક એવી મહિલા વિષે વાત કરવી છે કે જે ઇતિહાસના પાન પર ખોવાઈ ગઈ અથવા તો જાણે અજાણે ધ્યાનમાં નથી.
કમળાબેન પટેલ એક એવી મહિલા કે જેઓ ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ ના દિવસે આઝાદી મળ્યા બાદ ભારત વિભાજનના કારણે જે રમખાણો ફેલાયા તે સમયે તેમણે એક મહિલા હોવા છતાં અને રમખાણોમાં મહિલાઓ પર થતાં અત્યાચારો ની જાણ હોવા છતાં તેમણે પાકિસ્તાનમાં જઈ ભારતના હજારો લોકોને પાકિસ્તાનથી ભારત અને ભારતમાં રહેતા કે જેઓને પાકિસ્તાનમાં જવું છે તેવા લોકોને સહીસલામત પહોચાડ્યા અને તે સમયના અનુભવો તેમણે પોતાની પુસ્તક “મુળ સોતા ઊખડેલાં” માં જણાવેલ છે, આ પુસ્તકને નવેસરથી નવજીવન પ્રકાશને પ્રકાશિત કરેલ છે.
કમળાબેન પટેલ - ચરોતરની સિંહણનો જન્મ સોજિત્રાના વતનીનો જન્મ ૧૯૧૨માં નડિયાદમાં થયેલો. કુલ ચાર બહેનોમાં કમળાબેન પટેલ સૌથી મોટા અને તેઓ જ્યારે બારેક વર્ષના હશે તે સમયે તેમાના માતા મૃત્યુ પામ્યા, આથી તેમનાથી નાની 3 બહેનોની દેખભાળની જવાબદારી કમળાબેન પર હતી. તેમના પિતા શંકરભાઈ પટેલ ગાંધીજી પ્રત્યે જબરૂ આકર્ષણ, અને બીજા લગ્ન તેમણે નહોતા કર્યા આથી તેઓ ચારેય દિકરીઓ સાથે સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા. જ્યારે તેઓ ૧૮ વર્ષની ઉમરે તેમનું લગ્ન થયેલ અને એક વર્ષમાં તેઓ વિધવા થયા અને ૨ ઓરમાન પુત્રીઓને ઉછેરવાની જવાબદારી પણ તેમના શિરે આવી.
ભારત વિભાજન બાદ પંજાબમાં પરિસ્થિતિ ખુબ વણસી અને નિર્વાસિતોના
પુર ભારત આવવા લાગ્યા. તે સમયે ભારત જરાય સમૃધ્ધ નહોતું અને નિર્વાસિતોની છાવણીઓમાં
પુરતી સગવડો પણ આપી શકેતે પરિસ્થિતિ તો હતી જ નહી. ભારતમાં વસતા લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ
નિર્વાસિતો માટે ૨ ટંક ભોજનની વ્યવસ્થા કરી તેઓના પુન:વસન માટે રાત દિવસ મહેનત કરત..
આ દરમ્યાન સ્ત્રી-બાળકોના અપહરણની હ્રદયદ્રાવક વાતો પણ જાણવા મળતી, પરંતુ નિર્વાસિતોના આવતા પ્રવાહના કારણે આ જટિલ
પ્રશ્નોના નિરાકરણની અને તેના પર વિચાર કરવાની પણ ફુર્સદ નહોતી. આખરે ૧૯૪૭ નવેમ્બર
મહિના દરમ્યાન જ્યારે નિર્વાસિતોનો પ્રવાહ થોડો ઓછો થયો ત્યારબાદ અપહ્રત સ્ત્રી અને
બાળકોને પરત મેળવવાની તજવીજ શરુ કરી શક્યા. આ સમયે કમળાબેન પટેલે પાકિસ્તાનમાં રહી
લોકોને સુરક્ષિત ભારત પહોંચાડવા અને ભારત થી પાકિસ્તાન હિજરત કરતાં લોકોને સુરક્ષિત
પાકિસ્તાન પહોંચાડવા માટે અભૂતપૂર્વ યોગદાન આપ્યું. પ્રસંગો તો ખુબજ છે જે એક લેખમાં
લખી શકાય તેમ નથી. પરંતુ તેમનું પુસ્તક મૂળ સોતા ઊખડેલા વાંચવું જોઈએ. સમયાંતરે અનેક
પ્રસંગો દ્વારા કમળાબેન પટેલ વિષે જણાવીશું. આજે તો આ ભુલાયેલ વ્યક્તિને અક્ષર પુષ્પ
થકી નમન.
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel
No comments
Post a Comment