રાજકુમારી અમૃત
કૌરે સરદાર પટેલને આપેલ શ્રદ્ધાંજલિ
ભારતના મહાન સૈનિક અને રાજકીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલને અંજલિ આપતી વેળા સદ્દગત જે દ્રષ્ટાંત તેમની પાછળ મૂકતાં ગયા છે તે જ યાદ કરવું ઠીક થઈ પડશે. જે ભાવના વડે સરદાર પટેલ મહાન બન્યા એ ભાવના પોત પોતાના ક્ષેત્રમાં બધા જ અમલી બનાવવાનો પ્રયત્ન કરશે નહી ત્યાં સુધી તેમણે માત્ર અંજલિ આપવાનો કશો અર્થ નથી. જે હ્રદય અને બુધ્ધિ સરદારમાં હતા તે બધાને મળતા નથી. આમ છતાં દરેક માણસ એવો ખ્યાલ રાખશે કે અમુક ચોક્કસ કાર્ય કરવા માટે તેમણે આ દુનિયામાં મોકલવામાં આવ્યા છે. આપણી આજુબાજુની પરિસ્થિતિ સુધારી શકવાની આપણામાં શક્તિ છે, અને આપણાય બંધુઑ પ્રત્યે આપણે સેવા અને પ્રેમની ભાવના દર્શાવી શકીએ છીએ, તો જે મહાન સિધ્ધાંતની દિશામાં સરદાર પ્રસ્થાન કરી રહ્યા હતા તેની પ્રાપ્તિ દૂર નહી રહે. ગાંધીજી કહ્યું છે કે “જો બારડોલી સત્યાગ્રહને કારણએ સરદારને તેમની શક્તિનો ખ્યાલ આવ્યો હોય તો પણ બારડોલીનો જંગ યાદગાર બની જશે.” સરદારના જીવનમાં બારડોલી જેવાતો અનેક બનાવો બની ગયા, અને એમને જીત મળી. અંગત રીતે હું ઈચ્છું છું કે સરદાર આજે આપણને સલાહ અને માર્ગદર્શન આપવા જીવતા રહ્યા હોત તો ઠીક થયું હોત. મુશ્કેલીમાં આવેલો કોઈ પણ માનવી સરદારની સલાહ લેવા જતો ત્યારે હિંમત અને આનંદ મેળવીનેજ પાછો આવતો. આજે આપણી સૌની પાસેથી દેશ સેવા અને પ્રેમની ભાવના માંગે છે.
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel
No comments
Post a Comment