યુવરાજ કરણસિંઘે
સરદાર પટેલને આપેલ શ્રદ્ધાંજલિ
સ્વરાજ્ય માટેની આપણી ઝંખેશના વિરલાઑ અને સુવિખ્યાત નેતાઓમાં સરદાર પટેલનું નામ મોખરે રહેશે. તેમની બહાદુરીભરી હિંમત, સ્થિર અને તીક્ષ્ણ દૃષ્ટિ, માતૃભૂમિની સેવા માટેની ધગશ અને દૃઢ સંકલ્પ, ઇતિહાસના પાના ઉપર એમના નામના કે બજાવશે. માતૃભૂમિને સાદ જે ઘડીએ તેમણે સાંભળ્યા તેજ ઘડીએ તેમણે વકીલાતનો ધંધો ફગાવી દીધો, અને સામ્રાજ્યવાદી સત્તા સામેની રાષ્ટ્રની મહાન લડતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પડખે જ તે ઉભા. રાજકીય સ્વતંત્રતાની પ્રાપ્ત અર્થે અહિંસક સત્યાગ્રહની ચળવળની યથાતા તેમણે બારડોલી સત્યાગ્રહમાંથી ચકાસી લેઈ અને તેમને મળેલા વિજયને કારણે લોકેએ સરદારની ઉપાધિ તેમને અર્પણ કરી, ગાંધીજીએ પણ તેમની હંમેશા કદર કરી હતી.
આઝાદી બાદ સરદારે
પોતાનો સામે ભારતની એકતા માટે વિતાવ્યો. ભારતના સંખ્યાબંધ રાજવાડાઓને સંઘ સરકારના અંકુશ
હેઠળ લાવવાનું જે કાર્ય તેમણે ઉપાડેલ તે અશક્ય છે, એવી જેઓ ટીકા કરી રહ્યા હતા તેમણે
પાછળથી શરમમાં શિર ઝુકાવ્યા. ભારતના એક બનાવવામાં અને ખાસ કરીને અનેક દેશી રાજ્યોને
મધ્યસ્થ એકમના એક મજબૂત ભાગો તરીકે રાજીખુશીથી જોડવાનું કાર્ય ઉપાડી સરદારે ખરેખર મહાન
કાર્ય કર્યું છે. કાશ્મીર અંગેના કામકાજમાં સરદારને ખૂબ જ રસ હતો. તેમની હયાતી દરમ્યાન
અમે વારંવાર તેમની સલાહ લેવા દોડી જતાં. 15-12-1950ના રોજ નિપજેલ મૃત્યુ ભારતની જાણતા
પર કારમો ઘા સમું હતું, પરંતુ તેમના ઝળકતા જીવને માત્ર આઝાદી કાજે જ નહી. પરંતુ આપણી
માતૃભૂમિ સંયુક્ત, બળવાન અને સ્વાવલંબી બની શકે એ માટે પણ પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન
કર્યું છે. જો આજે તમામ લોકશાહી અને શાંતિવાન્છું રાષ્ટ્રો આપણી નીતિ તેમજ સલાહને યોગ્ય
માં આપતા હોય તો તે સદગતે રાષ્ટ્રની બજાવેલી સેવાઓને આભારી છે.
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel
No comments
Post a Comment