મોતીભાઈ અમીન ૨૯-૧૧-૧૮૭૩ – ચરોતરના ગ્રંથાલયોના પ્રણેતા, મૌન લોક સેવક, અને શિક્ષક
મારુ કામ જ્યાં અંધારું હોય ત્યાં અજવાળું કરવાનું છે, જ્યાં કઈં ન હોય ત્યાં કઈંક કરી બતાવી માર્ગદર્શક બનવાનું છે. ઊંઘતાને જગાડવાનું છે, જાગતાને બેઠા કરવાનું છે; બેઠેલાને ઊભા કરવાનું, ઊભેલાને ચાલતા કરવાનું અને ચાલતાને દોડતા કરવાનું છે. – મોતીભાઈ અમીન (૧૯૩૧ના પત્રમાં લખેલ)
વસો ગામના વતની એવા મોતીભાઈ અમીનનો જન્મ દિવસ ૨૯-૧૧-૧૮૭૩ના રોજ તેમના મોસાળ આલીદ્રા ગામે થયેલ. મોતીભાઈના માંટા જીબા ભોળા અને નમ્ર સ્વભાવના, આંખે ઓછું દેખાય અને થોડી બહેરાશની અસર ખરી, આખો દિવસ તેઓ શ્રી કૃષ્ણ શરણં મમઃ ની માળા જપતા. નરસિંહભાઈ શરીરે કદાવર અને દેખાવડા, સ્વતંત્ર મિજાજના, નરસિંહભાઈ પેટલાદની વહીવટી કચેરીમાં કારકુન હતા અને મોતીભાઈના જન્મ પછી તેમની બદલી તેમના વતન વસોમાં મેજિસ્ટ્રેટની કચેરીમાં ફોજદારી કારકુનની જગ્યાએ થયી હતી. નરસિંહભાઈ એક કુટુંબીની જાનમાં જવા માટે નાહી ધોઈ એક ઓરડીમાં બીજા સગાં સાથે પૂજા કરવા બેઠા અને તે સમયે દીવો પ્રગટાવી સળગતી દિવાસળી ઓરડીમાં ફેકી તે જ ઓરડીમાં દારૂખાનું ભરેલ હતું તેમાંથી એક પર પડી અને આગ લાગી, આ અકસ્માતમાં નરસિંહભાઈ અને અન્ય દઝાયા, બે જાણ તો ત્યાંજ મૃત્યુ પામ્યા અને બીજા દિવસે નરસિંહભાઈ અને ત્યાર બાદ ચાર દિવસે તેમના કાકાના દીકરા શંકરભાઈ મૃત્યુ પામ્યા. તે સમયે મોતીભાઈ અમીનની ઉંમર આશરે નવેક વર્ષની હશે.
તેમના દ્વારા ‘વસો યુવક મંડળ’, ‘ચરોતર એજ્યુકેશન સોસાયટી’ અને ‘ચરોતર યુવક મંડળ’ની સ્થાપનાના કારણએ ચરોતર પ્રદેશમાં કેળવણી અને જ્ઞાનનો પુરાવો સાબિત થયો. લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કર્યા. દુષ્કાળ સંકટ સમયે ચરોતર યુવક મંડળ થકી શું સેવ કરી શકાય તેવા વિચારો તેમના મનમાં શરૂ થયા. બ્રિટિશ પ્રદેશ ખેડા જીલ્લામાટે ફેમિન કમિટી નિમાઈ અને તેના ઉપપ્રમુખ રા. રા. દાદુભાઈ દેસાઈ હતા. અને તેમણે મળી જિલ્લાના સ્વયંસેવકો દ્વારા દુષ્કાળ રાહત કાર્યોની યોજના બનાવી. મોતીભાઈ અમીન મુંબઈથી આવનાર બંગાળી બાબુ સુધીરચંદ્ર બેનર્જીને લઈ જાતે ભડકદ ગયા અને ત્યાં આગેવાનો સાથે ચર્ચા કરી ઘેર ઘેર જઈ પરિવારની પરિસ્થિતિની ખાતરી કરી માણસ દીઠ એક શેર અનાજ ગામમાંથી બજારભાવે ખરીદી આપવાની યોજના કરી. અને બીજા દિવસે તે અનાજ વિતરણ માટે મોતીભાઈના વિદ્યાર્થી હીમચંદ કપૂરચંદ શાહની નિમણૂક કરી. વડોદરા રાજયાના કોમન કમિશનર તરફથી પેટલાદ તાલુકામાં દંતાળી, ધર્મજ, મઘરોલ, સાઠ વગેરે ગામોમાં આ કાર્ય શરૂ થયું. આ માટે ધર્મજના રાય. વલ્લભભાઈ નરોત્તમદાસ પટેલના પુત્રોએ મુંબઈની ભાટિયા વૉલંટિયર કોરને રૂ. ૩૦૦૦૦ ના કપડાં ગુજરાતનાં ગરીબોને વહેવા આપ્યા. આ સાથે ગામે ગામ થી દાન મળતું થયું, આથી નાણાંનો વ્યય અને દુરુપયોગ ન થાય તેની તકેદારી પણ મોતીભાઈ એ રાખી.
તેમના મનમાં ગામેગામ પુસ્તકાલય એ ધૂન ઘર કરી ગયેલ અને તે માટે તેમણે બે વર્ષ કામ કર્યું. આ ધૂનને નવા નામ સાથે જ્યાં શાળા ત્યાં પુસ્તકાલય તેવા સિદ્ધાંતમાં ફેરવી, તેના અમલ માટે શિક્ષકોને પ્રેરણા આપી. મહિલા પુસ્તકાલયો, અને બાળ પુસ્તકાલયોની સ્થાપના ની યોજનાઓ પણ શરૂ કરી. પુસ્તકાલયને પ્રવૃત્તિની પ્રગતિના પ્રયત્નો ચાલુ જ હતા. તેમણે ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા ચરોતર પુસ્તકાલયની યોજનાઓ શરૂ કરી. ૧૯૩૧ માં ચરોતર ફરતું પુસ્તકાલય યોજ્યું. આમ તેઓ ચરોતરના પુસ્તકાલયોના પ્રણેતા તરીકે ઓળખાયા.
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel
No comments
Post a Comment