150th Birthday Celebration of Honorable Vithalbhai Patel (President V J Patel) - 27-09-2023 | Vithalbhai Patel, Sardar Patel

150th Birthday Celebration of Honorable Vithalbhai Patel (President V J Patel) - 27-09-2023

150th Birthday Celebration of Honorable Vithalbhai Patel (President V J Patel) - 27-09-2023

150th Birthday Celebration of Honorable Vithalbhai Patel (President V J Patel) - 27-09-2023




જ્યારે ૧૯૧૭ની ગોધરા રાજકીય પરિષદ સમયે સફેદ દાઢી જુલાવતા, સાધુની લાંબી ગેરુરંગની કફની, ધોતિયું, કાનટોપી પહેરેલા વેશમાં વિઠ્ઠલભાઈ પટેલ ખૂણામાં બેઠા હતા, અને ગાંધીજીએ જ્યારે સભાસ્થાને જ્યારે દલિત વસ્તીમાં વિઠ્ઠલભાઈને જોયા તે જ સમયે ઠક્કરબાપાએ વિઠ્ઠલભાઈને ગાંધીજીની પાસે બેસાડ્યા ત્યારે ગાંધીજી વિઠ્ઠલભાઈનો વેશ જોઈ બંને એક બીજાની જોઈ પેટભરીને ભેટયા અને હસ્યાં. અનેક ભાષણો બાદ ગાંધીજી વિઠ્ઠલભાઈને ખભે હાથ મૂકીને ઊભા થયા અને કહ્યું

“નરસિંહ મહેતાએ ગાયું છે કે પક્ષાપક્ષી ત્યાં નહી વસે પરમેશ્વર! એટલે પરમ દિવસથી જે રાજકીય પરિષદ થઈ તેમાં પરમેશ્વર હતા કે નહી એ કહી શકાય નહી. પણ આ પરિષદમાં ચોક્કસ તેમની હાજરી છે. વિઠ્ઠલભાઈની કફની પર હાથ ફેરવીને કહ્યું વિઠ્ઠલભાઈ આજે આ પોષાકમાં આવીને બેઠા છે એટલે હું છાતી તપાસીને જોઉ છું કે અંત્યજ પ્રેમ એમના દિલમાં છે કે શું? જો હશે તો આ કામમાં આપણે ચોક્કસ ફતેહ પામીશું આવી પરિષદો ઘેર ઘેર થાય, તેમાં ભાષણો થાય અને વિખેરાઈ જાય તે મને નથી ગમતું. આજે આપણે આટલા બધા કામ કરનારા ભેગા થયા છીએ તો આજે અંત્યજ લોકોનું કાઈ કાયમી કામ શરૂ કરવું જોઈએ.”

ત્યાર બાદ ઠકકરબાપાના ભાષણ બાદ વિઠ્ઠલભાઈ પટેલે ભાષણ કરતાં કહ્યું

“ અહીના માણસોને મારો પોષાક જોઈને નવાઈ લાગી હશે પણ મુંબઈ શહેરમાં હું ઘણીવાર આ પોષાકમાં ફરું છું. એનું કારણ એ છે કે હું સાધુ છું. મારે નથી ઉલાળ કે ધરાળ. પણ ગાંધીજીને એટલી હું ખાતરી આપું છું કે આ પોષાક ઉપર જે દેખાય છે તે જ મારા દિલની અંદર પણ છે.”

વિઠ્ઠલભાઈની આ વાતને ગાંધીજી અને શ્રોતાઓએ વધાવી લીધી. આવીજ એક ભરૂચની પરિષદમાં ગાંધીજી ભાષામાં સ્વદેશીનો કડક અમલ કર્યો અને બધાજ વક્તાઓને ગુજરાતીમાં બોલવાનું કહ્યું. ત્યારે વિઠ્ઠલભાઈએ ટીખળ કરતાં કહ્યું

“ગઈ કાલે ઝીણાની પરીક્ષા લેવાઈ હતી, આજે ગાંધીજીએ ગુજરાતી બોલતા મને આવડે છે કે હું ભૂલી ગયો છું તે વિષે મારી પરીક્ષા લેવાનું ઠરાવ્યું છે.”

વિઠ્ઠલભાઈ પટેલે સરકારી શૈક્ષણિક સંસ્થાઓના બહિષ્કાર સંદર્ભે બોમ્બે (હાલ મુંબઈ) શહેરમાં ઉલ્લેખનીય કામ કર્યું. સરોજીની નાયડુ, વિઠ્ઠલભાઈ પટેલ, ગંગાધરરાવ દેશપાંડે, જમનાદાસ મહેતા અને અન્ય નેતાઓ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં અને તેમના ભાષણોની અસર વિદ્યાર્થી પર અસર પણ કરતાં હતા. અને જે વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવો હોય તેઓ પર પણ કોઈ પણ પ્રકારનું દબાણ લાદવામાં આવતું નહોતું. બહિષ્કાર સંપૂર્ણ અહિંસા સાથે થયું હતું.

વિઠ્ઠલભાઈ પટેલની એક વિશિષ્ટતા હતી કે ધારાસભાના પ્રમુખ બન્યા ત્યારબાદ તેઓએ ચાણક્યની માફક પોતાના બધાએ સાથીઓ મારફત મુંબઈ સરકારના ઘરમાં જ લડાઈનો પલીતો સળગાવ્યો. અને ત્યારબાદ અંદર અંદર ચાલતી સરકારી તકરારની વાતો સાંભળી તેઓ મલકાતા અને રાજ્યોના દ્વિભાગી તંત્રને બદનામ કરવામાં તેઓ તેનો પૂરો ઉપયોગ કરતાં. જ્યારે એપ્રિલ મહિના અંતમાં સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ, કાકા કાલેલકર, નરીમાન, રાજગોપાલચારી વગેરે અગ્રણીઓ પકડાયા. અને ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર ક્રાંતિકારીઓએ મરણીયો હુમલો કરી હથિયારો કબજે કર્યા, આ હુમલાના કારણે સરકારે પેશાવરના આગેવાનોની ધરપકડ કરી તેનો વિરોધ કરનાર લોકોના ટોળા પર યુધ્ધમાં વાપારાતી ટેન્ક ચલાવી અને કેટલાયને કચડી નાખ્યા, આ હત્યાકાંડ અને દેશભરમાં સરકારની દમનકારી નીતિ અસહ્ય લાગતાં વિઠ્ઠલભાઈએ ધારાસભાના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને આઝાદીની લડતમાં જંપલાવ્યું. અને તરતજ કોંગ્રેસ તરફથી પેશાવરમાં થયેલ અત્યાચારની તપાસ કરવા વિગતવાર અહેવાલ તૈયાર કરવાનું કામ વિઠ્ઠલભાઈને સોંપાયું હતું.  




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in