શું તમે જાણો છો?
સરદાર સાહેબનો જુનાગઢનો ઐતિહાસિક પ્રવાસ
સરદાર સાહેબનો જુનાગઢનો પ્રવાસ એટલા માટે ઐતિહાસિક હતો કારણકે તે આવનાર ભવિષ્યમાં એક એવી ધરોહર અર્પણ કરવાના હતાં કે જે એક યાદગાર સ્થળ અને ઈતિહાસમાં જેને વારંવાર લૂંટવામાં આવ્યું તે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લીધો હતો. આ ઐતિહાસિક મંદિર એટલે સોમનાથ મહાદેવનું મંદિર. સરદાર સાહેબ જામ સાહેબના પ્લેનમાં જામસાહેબ, હિંમતસિંહજી, દરબાર સાહેબ વગેરે સાથે કેશોદ માટે રવાના થયા. કેશોદ સ્ટેશનથી રેસિડેંટ સલૂનમાં (ટ્રેનનો ખાસ ડબ્બો) જુનાગઢ ગયા. જુનાગઢ સ્ટેશન પર તેમને ખાસ ગાર્ડ ઓફ ઓનર અને પુષ્પહારથી સન્માનિત કરવામાં આવ્યા. જુનાગઢમાં એક જાહેરસભામાં જુનાગઢના લોકો વથી શામળદાસ ગાંધીએ સરદાર સાહેબનું સન્માન કર્યું. અને સરદાર સાહેબે તેનો યોગ્ય જવાબ પણ આપ્યો. એજ સલૂનમાં વેરાવળ અને ત્યાંથી કાર દ્વારા સોમનાથ પહોચ્યા. ત્યાંના રમણીય દરિયા કિનારે પાણીમાં પગ રાખી એક શાંતિની અનુભુતી કરી. સોમનાથમાં ખંડેર હાલતમાં મંદિર જોઈ અને પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાતા ભગવાન શિવના દર્શન કરી મંદિર પરિસરની સભામાં સરદાર સાહેબે સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારની પ્રતિજ્ઞા લીધી.
તા. ૧૨ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સરદાર પટેલ (ભારતના સંરક્ષણ પ્રધાન અને નાયબ વડા પ્રધાન તથા ગુજરાતનાં પનોતા પુત્ર) તેમના સાથીઓ કાકા સાહેબ ગાડગીલ સાથે જુનાગઢ આવ્યા. અને બીજા દિવસે એટલે કે ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ તેઓ સોમનાથ મંદિરના દર્શને ગયા અને ત્યાં સમુદ્રતટે તેમણે જળ હાથમાં લઈ સાથે આવેલા મહારાજ જામસાહેબ દિગ્વિજયસિંહજીની ઉપસ્થિતિમાં જાહેર કર્યું કે “ભારત સરકાર સોમનાથ મંદિરનું નવનિર્માણ કરશે અને જ્યોતિર્લિંગની સ્થાપના કરવાનો ઠરાવ કરે છે.” આ ઘોષણા ત્યાં હાજર રહેલ જનસમુદાયે સહર્ષ વધાવી અને દરેક સ્ત્રી પુરુષોની આંખોમાં હર્ષના આસું પણ ઉભરાયા. સરદાર સાહેબે ગંભીર અને મક્કમ સવારે જાહેર કર્યું કે “આજના નવા વર્ષના શુભ દિવસે અમે એવો નિર્ણય કર્યો છે કે ભગવાન સોમનાથના મંદિરને ફરી બાંધવું; સૌરાષ્ટ્રની પ્રજાએ તે માટે બનતું કરવું જોઈએ, કારણ કે આ પવિત્ર કાર્યમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાનો યથાશક્તિ ફાળો આપવો જોઈએ.”
મહારાજા જામસાહેબે એક લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી. આરઝી હકુમતના શામળદાસ ગાંધીએ આરઝી હકૂમત વતી ૫૧ લાખ રૂપિયાની જાહેરાત કરી. વેરાવળમાં મિલીટરી થાણું પણ મૂકવામાં આવ્યું. મહારાજા જામસાહેબના અધ્યક્ષપદે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને મંદિરના જીર્ણોદ્ધારનો પ્રારંભ થયો.
રાજા કુમારપાળ દ્વારા બંધાયેલ અને અનેક વખત ખંડિત થયેલ, તે સ્થળે નવા મંદિરને બાંધવાનો નિર્ણય ટ્રસ્ટે લીધો. પ્રભાસના લોકોએ, પ્રભાસ ઇતિહાસ સંશોધન સભા, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ વગેરે જેવી સંસ્થાઓએ સખત વાંધાઓ નોંધાવ્યા, પરંતુ સોમનાથ ટ્રસ્ટે આ બધા વાંધાઓને અમાન્ય રાખી પુરાતત્ત્વની એક દુર્લભ ઇમારત જેવા આ મંદિરને પાયેથી પાડી નાંખવાનો નિર્ણય લીધો.
क्या आप जानते हैं?
सरदार साहब का जूनागढ़ का ऐतिहासिक दौरा
क्या आप जानते हैं?
सरदार साहब का जूनागढ़ का ऐतिहासिक दौरा
सरदार साहब की जूनागढ़ यात्रा ऐतिहासिक थी क्योंकि उन्हें आने वाले भविष्य के लिए एक विरासत पेश करनी थी जो एक यादगार जगह है और इतिहास में बार-बार लूटे गए मंदिर को पुनर्स्थापित करने का संकल्प लेना था। यह ऐतिहासिक मंदिर सोमनाथ महादेव का मंदिर है। सरदार साहब जाम साहब, हिम्मतसिंहजी, दरबार साहब आदि के साथ जाम साहब के विमान से केशोद के लिए रवाना हुए। केशोद स्टेशन से रेजिडेंट सैलून (ट्रेन का विशेष डिब्बा) से जूनागढ़ तक। जूनागढ़ स्टेशन पर उन्हें विशेष गार्ड ऑफ ऑनर और माला पहनाकर सम्मानित किया गया। जूनागढ़ में एक सार्वजनिक बैठक में शामलदास गांधी ने जूनागढ़ के लोगों की ओर से सरदार साहब का सम्मान किया। और सरदार साहब ने इसका उचित उत्तर भी दिया। वेरावल एज सैलून और वहां से कार द्वारा सोमनाथ पहुंचे। वहां का खूबसूरत समुद्र तट पानी में पैर रखने पर शांति का एहसास कराता है। सोमनाथ में खंडहर हो चुके मंदिर को देखने और पातालेश्वर महादेव के नाम से प्रसिद्ध भगवान शिव के दर्शन करने के बाद सरदार साहब ने मंदिर परिसर की बैठक में सोमनाथ मंदिर के जीर्णोद्धार का संकल्प लिया।
दिनांक १२ नवंबर १९४७ को सरदार पटेल (भारत के रक्षा मंत्री और उप प्रधान मंत्री और गुजरात के पोते) अपने साथियों काका साहेब गाडगिल के साथ जूनागढ़ आये। और अगले दिन यानी १३ नवंबर १९४७ को उन्होंने सोमनाथ मंदिर के दर्शन किए और वहां समुद्र तट पर अपने साथ आए महाराज जामसाहेब दिग्विजयसिंहजी की उपस्थिति में उन्होंने घोषणाकी कि "भारत सरकार सोमनाथ मंदिर का जीर्णोद्धार करेगी और ज्योतिर्लिंग स्थापित करने का संकल्प लेगी।" इस घोषणा पर वहां मौजूद भीड़ खुशी से झूम उठी और हर महिला-पुरुष की आंखों में खुशी के आंसू छलक पड़े। सरदार साहब ने सुबह गंभीरता और दृढ़ता से घोषणा की कि “आज, नए साल के शुभ दिन पर, हमने भगवान सोमनाथ के मंदिर का पुनर्निर्माण करने का फैसला किया है; सौराष्ट्र के लोगों को इसके लिए अपना सर्वश्रेष्ठ प्रयास करना चाहिए, क्योंकि प्रत्येक व्यक्ति को इस पवित्र कार्य में अपनी क्षमता का योगदान देना चाहिए।”
महाराजा जामसाहब ने एक लाख रुपये दान देने की घोषणा की. आरज़ी हकूमत के शामलदास गांधी ने आरज़ी हकूमत की ओर से ५१ लाख रुपये देने की घोषणा की, वेरावल में एक सैन्य अड्डा भी स्थापित किया गया था। महाराजा जामसाहब की अध्यक्षता में सोमनाथ ट्रस्ट की स्थापना हुई और मंदिर का जीर्णोद्धार शुरू हुआ।
ट्रस्ट ने भगवान सोमनाथ के मंदिर के स्थान पर एक नया मंदिर बनाने का निर्णय लिया, जिसे राजा कुमारपाल ने बनवाया था। प्रभास के लोगों, प्रभास इतिहास अनुसंधान परिषद, सौराष्ट्र इतिहास परिषद आदि संगठनों ने कड़ी आपत्ति जताई, लेकिन सोमनाथ ट्रस्ट ने इन सभी आपत्तियों को नजरअंदाज कर दिया और एक दुर्लभ पुरातात्विक इमारत की तरह इस मंदिर को ध्वस्त करने का फैसला किया।
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel
No comments
Post a Comment