Sardar Patel's Treatment at Pune | Vithalbhai Patel, Sardar Patel

Sardar Patel's Treatment at Pune

Sardar Patel's Treatment at Pune વર્ષ ૧૯૪૫ દરમ્યાન જ્યારે સરદાર પટેલ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમની તબિયત ખૂબ કથળી ગયેલી. તેમના મોટા આંતરડાના ખૂબ જ

Sardar Patel's Treatment at Pune


વર્ષ ૧૯૪૫ દરમ્યાન જ્યારે સરદાર પટેલ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમની તબિયત ખૂબ કથળી ગયેલી. તેમના મોટા આંતરડાના ખૂબ જ દર્દ હતું અને લગભગ આંતરડું નિષ્ક્રિય જેવું જ થઈ ગયું હતું. તેમણે ડોક્ટરોએ ઓપરેશનની સલાહ આપી પરંતુ આ એક ગંભીર પ્રકારનું ઓપરેશન હતું અને જોખમી પણ હતું.ગાંધીજીએ સરદાર પટેલને નિસર્ગોપચાર (નેચરોપેથી)ની સલાહ આપી અને ઉપચાર દરમ્યાન તેમણે સરદાર ને પોતાની સાથે જ રહેવાનું જણાવ્યું.સરદારની હામી મળતા જ, ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં ગાંધીજી પૂના માં ડૉ. દિનશા મહેતા ના નિસર્ગોપચાર કેન્દ્રમાં સરદાર સાથે રહેવા ગયા.

ડૉ. દિનશા મહેતા ના નિસર્ગોપચાર કેન્દ્રમાં ૩ મહિના રહ્યા અને પછી ગાંધીજી સેવાગ્રામ પરત ફરતા સમયે નિસર્ગોપચારની વિદ્યાપીઠની યોજના મનમાં નક્કી કરી લીધેલ.એક મિશનરીની મદદથી આ નિસર્ગોપચાર ની સ્થાપના પણ થઈ, ડૉ.મહેતાએ પોતાના નિસર્ગોપચાર કેન્દ્રો નું એક ટ્રસ્ટ રચી ગાંધીજીને તેના ટ્રસ્ટી બનાવ્યા. સરદાર પટેલે ગાંધીજીને મજાક માં કહ્યું કે

“૭૬ વર્ષની ઉમરે લોકો પોતાના કુટુંબની જવાબદારી પણ બીજાઓને સોંપી સન્યાસ ધારણ કરે, પરંતુ આપ તો બીજા લોકોની જવાબદારીઓ પોતાને માથે ઉઠાવી રહ્યા છો!”




No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in