Vithalbhai Patel & Viceroy Lord Helifax
પાટીદાર મેગેઝિનના નવેમ્બર –
૧૯૫૨ માં એક સરસ લેખ બાપાભાઈ પટેલે લખ્યો હતો તેમાં લખાયેલ એક પ્રસંગ મુજબ વર્ષ ૧૯૨૮
દરમ્યાન વાઈસરૉય લોર્ડ હેલીફેક્ષ નડિયાદની મુલાકાતે આવવાના હોવાથી અને તે સમયે રેલસંકટના
કારણે રોડ રસ્તાઓની હાલાત ખુબજ ખરાબ હતી, અને વિઠ્ઠલભાઈ પટેલ તે સમયે વડી ધારાસભાના
સ્પીકર હતા. અને વાઈસરોયને વીણા ગામ બતાવવાનો કાર્યક્રમ નક્કી થયો. આથી સ્વ. દરબાર
સાહેબે વીણા ગામ સુધીનો રસ્તો સુધારવાનો હુકમ બહાર પાડ્યો. અને બીજા દિવસે ૫૦ માણસોની
ટુકડી કામે વળગી. પરંતુ વિઠ્ઠલભાઈ પટેલે વીણા ગામ સુધીનો રસ્તો તપાસતા બાપાભાઈ પટેલને
કહ્યું કે, “ઇજનેર સાહેબ, દિલ્હીના એરફાલટ રસ્તા જેવો રસ્તો તો બનાવો છો, પણ રોલ્સ
રોયેસ કારમાં વાઈસરૉય દિલ્હીના રસ્તે વગર આંચકે હમેશાં ફરે છે. મારે તો તેમણે અહીંયા
ખાડા ટેકરા વાળા રસ્તા ઉપર ફેરવવાના છે. આથી તમારા ૫૦ માણસોનું લશ્કર સમેટો.
બીજા દિવસે કામગીરી બંધ થઈ. અને
ત્રીજા દિવસે ખેડાના કલેકટર મેક્ષવેલ રસ્તો જોવા આવ્યા અને તેમણે રસ્તો સરખો કરવાનો
હુકમ આપ્યો. આમ, વિરોધી હુકમોથી રસ્તાનું કામ ક્યારેક ચાલુ રહે ક્યારેક બંધ રહે. છેવટે
કંટાળી કલેકટરે રસ્તાની ગ્રાન્ટ રૂ. ૮૦૦૦૦ મળતી હતી તે બંધ કરવાની ધમકી આપી. આથી સ્વ.
દરબાર સાહેબે વિઠ્ઠલભાઈને આ બાબતે જાણ કરતાં કહ્યું કે હવે અમે તો કંટાળ્યા. કોઈ રસ્તો
કાઢો. વિઠ્ઠલભાઈએ કહ્યું કે કલેકટરથી હારી જશો તો રાજ્ય કેવી રીતે ચલાવશો? જીરવાય ત્યાં
સુધી જેરાવો, ના જીરવાય ત્યારે મારી પાસે આવજો. આખરે દરબાર સાહેબે કહ્યું કે, હવે જીરવાતું
નથી. એટલે તરત વિઠ્ઠલભાઈએ સ્પીકર તરીકે કમિશનર ગેરેટને પત્ર લખ્યો અને ગેરેટ તરત જ
ખેડા કલેકટરને મળ્યા અને સલાહ આપી કે નોકરી કરવી હોય તો કારમસદના વિઠ્ઠલભાઈ પટેલના
કામમાં વચ્ચે ન આવીશ! અને કમિશનર ગેરેટ અને કલેકટર બંને નડિયાદ આવી વિઠ્ઠલભાઈ પટેલને
મળ્યા. અને વિદાય લીધી. ત્યારબાદ વાઈસરૉયની પધરામણી સુધી કલેકટર આ રસ્તા પર ફરક્યાં
નહીં અને એકેય મજૂર પણ કામે ન લગાડ્યો. વાઈસરૉય મોટરમાં ખાડા ટેકરા વાળા રસ્તે જ વીણા
ગામે પહોંચ્યા. અને આ રીતે રેલસંકટનો ચિતાર આપવા બદલ સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલનો આભાર
માન્યો.
जब लॉर्ड हैलिफ़ैक्स को गुजरात के नडियाद की मुलाकात के लिए आने वाले थे, तब सरकारी लोगोने सड़क की मरम्मत का काम शुरू किया था, तब विठ्ठलभाई पटेल ने सड़क की मरम्मत क्यों रुकवा दी? और लॉर्ड हैलिफ़ैक्स ने उनके खिलाफ कोई दंडात्मक कार्रवाई करने के बजाय इसके लिए श्री विठ्ठलभाई पटेल को सच्चाई को अवगत कराने के लिए धन्यवाद दिया।
वायसराय लॉर्ड हैलिफ़ैक्स को 1928 के दौरान नडियाद की मुलाकात के लिए आने वाले थे, और उस समय रेल संकट के कारण सड़कों की स्थिति बहुत खराब थी, और विट्ठलभाई पटेल उस समय ऊपरी विधान सभा के अध्यक्ष थे, और वायसराय को नडियाद के पास का वीणा गाँव दिखाने का कार्यक्रम तय किया गया था। इसलिए स्वर्गीय दरबार गोपाल दास साहिब ने वीणा गाँव तक की सड़क को सुधारने का आदेश जारी किया। और दूसरे दिन ५० आदमियों की एक टुकड़ी काम करने पहुँच गई और अपना काम शुरू कर दिया, तब विठ्ठलभाई पटेलने गाँव तक के रास्ते को बारीकी से जांच किया और बापा भाई पटेल (इंजीनियर) को कहा : 'इंजीनियर साहब, आप दिल्ली में एयरफ्लैट रोड जैसी सड़क बनाते हो, लेकिन रोल्स रॉयस कार में वायसराय हमेशा बिना किसी हिचकिचाहट के दिल्ली के रास्ते में घूमते रहते है। मुझे उन्हें यहां के गड्ढों वाली सड़क पर घुमाना है, तो आप अपने ५० आदमियों की सेना को समेटो।
अगले दिन काम बंद हो गया। और तीसरे दिन खेड़ा कलेक्टर मैक्सवेल सड़क देखने आए और सड़क को समतल करने का आदेश दिया। इस प्रकार के दो विरोधाभास आदेशों के कारण, सड़क पर काम कभी जारी रहता और कभी-कभी रोक दिया जाता। आखिरकार, थक हार कर कलेक्टर ने सड़क का अनुदान रोकने की धमकी दी जो रुपये ८०००० था। तो स्वर्गीय दरबार साहिब ने विट्ठलभाई को इस बारे में सूचित किया और कहा कि अब हम थक गए हैं। कोई रास्ता दिखाओ, तब विठ्ठलभाई ने कहा कि यदि आप कलेक्टर से हार गए, तो आप राज्य कैसे चलाएंगे? आगे उन्होंने कहा जब तक झेल सकते हो तब तक झेलो, जब आप की सहनशक्ति खतम हो जाए तब मेरे पास आना, दरबार साहिब ने कहा कि अब यह संभव नहीं है, आप मदद कीजिए। इसलिए विठ्ठलभाई ने तुरंत स्पीकर के रूप में कमिश्नर गैरेट को एक पत्र लिखा और गैरेट ने तुरंत खेड़ा कलेक्टर से मुलाकात की और उन्हें सलाह दी कि अगर वह नौकरी करना चाहते हैं, तो वह करमसद के विठ्ठलभाई पटेल के काम के बीच में न आए। और कमिश्नर गैरेट जाने से पहले विठ्ठलभाई पटेल को मिले, वायसराय मोटर से गड्ढे के रास्ते में वीणा गांव पहुंची तब तक मजदूरों ने भी काम नहीं किया। और इस प्रकार रेल संकट को उजागर करने के लिए स्पीकर विठ्ठलभाई पटेल को धन्यवाद दिया।
No comments
Post a Comment