બારડોલી સત્યાગ્રહ – આપણો વલ્લભ જ આપણો સરદાર
બારડોલી વિજય દિવસ ૧૨ જુન નજીક છે ત્યારે થોડી બારડોલી સત્યાગ્રહની વાતો વાગોળીએ
૫મી ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે ખેડૂતોના મહેસૂલના પહેલાં હપ્તાની શરૂઆત થવાની હતી, અને આથી જ સરદાર પટેલે ૪ ફેબ્રુઆરીએ પ્રજાની તથા આખા તાલુકાની વાત સમજવા માટે ખેડૂતોની પરિષદ બોલાવી. આ પરિષદના પ્રમુખ પદેથી સરદાર વલ્લભભાઈએ પોતાના ભાષણમાં કહ્યું તેના અંશો
“આજે આપણે એક ગંભીર પ્રસંગે ભેગા થયા છીએ. આપણે જે નિર્ણય કરીએ તે ખૂબ સંભાળથી, વિચારથી અને જવાબદારી સમજીને કરવો જોઈએ. જમીનમહેસૂલનો પ્રશ્ન આ રાજ્યમાં અટપટો છે, સહેલો નથી. જમીનમહેસૂલનો કાયદો અતિશય જુલ્મી કાયદો છે. ખેડૂતોને ચારે તરફથી બાંધી રૂંધી નાખનારો કાયદો છે. આજે પ્રશ્ન આપણી પાસે એ છે કે બારડોલીના ખેડૂતોનું જમીનમહેસૂલ બાવીસ ટકા વધ્યું તે વધારવાનો સરકારને હક છે કે કેમ, એ વધારો વાજબી છે કે કેમ, જો એ વાજબી ન હોય તો ખેડૂતોએ શું કરવુ?
આ તાલુકાનું મહેસૂલ દરેક આકારણી વખતે વધતું આવ્યુ છે. છેલ્લી આકરણી સમયે બુમરાણ થયેલ અને તે સમયે કોઈએ દાદ આપી નહોતી અને આથી દર વર્ષે રૂ ૧,૦૫,૦૦૦નો કાયમી બોજો થયો.
ઉત્તર વિભાગના હાલ જે કમિશ્નર છે તેમણે વર્ષ ૧૯૨૪માં જુબાનીમાં જણાવ્યુ હતુ કે જમીન મહેસૂલ ગણોતને આધારે આકારણી કરવાની પધ્ધતિ ખોટી છે, ગેરવાજબી છે.
સરકારના મહેસૂલ ખાતાના જવાબની સરદારે ઘણી રાહ જોઈ આખરે તેમણે ૧૨ માર્ચના દિવસે તમામ ખેડૂતોની પરિષદ કરી. આ પરિષદ પહેલા સરદારે ફરી એક વખતે ગામે ગામના પ્રતિનિધિઓની ઊલટતપાસ કરી અને દરેક ગામોની તૈયારીઓ, અને ખાતરીઓની જાણકારી મેળવી લીધી. અને દરેકને લડતની ગંભીરતા અને જોખમો વિશે પણ જાણ કરી. આ પછી જ તેમણે પરિષદ બોલાવી.જેમાં ઠરાવ કરવામાં આવ્યો જે ઐતિહાસિક ઠરાવ બની ગયો. આ ઠરાવ મુજબ
બારડોલી તાલુકાના ખાતેદારોની આ પરિષદ
ઠરાવ કરે છે કે,
અમારા તાલુકામાં લેવામાં આવતા મહેસૂલમાં
સરકારે જે વધારો લેવાનો જાહેર કર્યો તે અયોગ્ય, અન્યાયી, અને જુલ્મી છે એમ અમારૂ માનવું છે; એટલે જ્યાં સુધી સરકાર ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ
તરીકે લેવા, અગર તો નિષ્પક્ષ પંચ મારફતે મુદ્દ્લ
ન ભરવું; અને તેમ કરતાં સરકાર જપ્તી, ખાલસા વગેરે જે કાંઈ ઉપયો લે તેથી પડતાં સઘળાં કષ્ટો શાંતિ
થી સહન કરવા.
જો વધારા વિનાના ચાલુ મહેસૂલને પૂરેપૂરા
મહેસૂલ તરીકે લેવા સરકાર કબૂલ થાય તો તેટલું મહેસૂલ વિનાતકરારે તરત ભરી દેવું.
No comments
Post a Comment