What Did Dr. Kedd said about Vallabhabhai's disease?
સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા
ખાતે મુકાવાની હતી તે પહેલાં કરમસદ ગામમાં તારીખ ૨૭ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ તેની ૧૮ ફૂટ
ઊંચી પ્રતિકૃતિ જાહેર નિરીક્ષણ માટે સરદાર પટેલ મેમોરિયલ કરમસદ ખાતે મુકવામાં આવેલી
અને તે દિવસે મેમોરિયલમાં જ કંસલ્ટેશન વર્કશોપ ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો હતો તે
સમયે કરમસદ ગામના સરદાર પટેલના પરીવારજનો, કરમસદ ગામના અગ્રણીઓ અને અનેક સરદાર પ્રેમીઓએ
તેમના પ્રતિભાવો આપેલ હતા. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના
સભ્ય શ્રી કે. શ્રીનિવાસન સાહેબ, મુર્તીકાર શ્રી રામ સુતાર,
સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
અન્યોએ જેમ પ્રતિકૃતિ અંગે પ્રતિભાવો આપ્યા તેમ
મે (રશેષ નરેંદ્રભાઈ પટેલે) તે સમયે પ્રતિમા અંગે મારા પ્રતિભાવો સાથે સાથે જણાવેલ
કે સરદાર સાહેબની ડાબા પગની અંગુઠા પછીની આંગળી ખેંચાઈ ગયેલ છે. આ વાત તો તે સમયે સરદાર
સાહેબના ફોટાઓ અને વિડીયો થકી મારા ધ્યાનમાં આવેલ પરંતુ સ્વભાવ ખણખોદનો એટલે શોધખોળ
આ બાબતે ચાલુ જ હતી, જે આ વર્ષે એટલે કે ૨૦૨૨માં આધાર પુરાવા સાથે પુર્ણ થયેલ. અને આ પુરાવાઓના
આધારે હવે સ્પષ્ટ થયું કે સરદાર પટેલને પગમાં તકલીફ વર્ષ ૧૯૧૨માં જ્યારે તેઓ બેરિસ્ટર
બનવા લંડન ગયા હતાં તે સમયે હતી. વિગતે વાત કરૂ તો સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ વિશે
શોધ ખોળ કરતા સમયે લંડન મિડલ ટેમ્પલ કે જ્યાં સરદાર સાહેબ બેરિસ્ટર થયા તે સંસ્થામાંથી
વિક્ટોરિઅ હિલ્ડર્થ ના ઈ-મેલમાં સરદાર સાહેબ વિશે ૫૫, હાર્લે
સ્ટ્રીટ ખાતે, એક ડોક્ટર ફ્રેંક કેડ - દ્વારા સહી કરેલ તા : ૬ જુન ૧૯૧૨ના રોજની એક મેડિકલ
નોંધ મળી જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલ છે કે : વી. જે. પટેલને તપાસ્યા હતા અને તે તપાસ
દરમ્યાન તેમના રોગના કારણે મારે પગમાં ૪ ઓપરેશન કરવા પડેલ, તેમની લાંબી માંદગી અને પરીક્ષા
દરમ્યાન સખત મહેનતના કારણે તેઓના શરીરનું બંધારણ હલી ગયેલ છે. મારૂં માનવું છે કે તેઓ
ઈંગલેંડનો આવનાર શિયાળો ઈંગલેંડમાં ગાળવાની ફરજ પાડવી તેમના સ્વાસ્થ્ય માટે અયોગ્ય
છે આથી તેમને વહેલામાં વહેલાં ભારતીય ગરમ વાતાવરણમાં પરત મોકલવા જોઈએ.
ડો. કેડની આ નોંધ જ સાબિત કરે છે કે સરદાર સાહેબના પગમાં તકલીફ હતી. અને મારૂ ફોટા અને વિડિયોના આધારે કરેલ તારણ આખરે સાચું સાબિત થયું.
No comments
Post a Comment