Memories during Dandi Yatra - 12 March 1930
૫ માર્ચ ૧૯૩૦ની પ્રાર્થના સભામાં ગાંધીજીએ લીધેલ ભિષ્મ પ્રતિજ્ઞા
:
“મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યના નાશ કરવા માટે જ થયો છે. હું
કાગડાને મોતે મરીશ, હું કુતરાને મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી.”
આ ડોસો આ ઉંમરે દાંડી સુધી પહોચશે? વિઠ્ઠલભાઈ પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ શા માટે આવું બોલ્યા કે ડોસો આ ઉંમરે દાંડી સુધી
ચાલતા જવાનો પરિશ્રમ ઉઠાવી, ત્યાં પહોંચી શકશે કે કેમ તે જ શંકા ભરેલું
છે;
એમ કહેવાય છે કે દાંડી કૂચ પહેલાં ગાંધીજીની ધરપકડ કેમ નહી થઈ
તે માટે વિઠ્ઠલભાઈ દ્વારા કહેવાયેલ આ વાક્ય જવાબદાર છે. વિઠ્ઠલભાઈ પટેલ અને વાઈસરોય
લોર્ડ ઈરવિન ખુબ સારા મિત્રો હતા અને વિઠ્ઠલભાઈ પટેલ તે સમયની વડી ધારાસભાના પ્રમુખ
પણ હતા અને વાઈસરોય વિઠ્ઠલભાઈ પર વિશ્વાસ કરતા હતાં એથી જ વિઠ્ઠલભાઈ એ વાઈસરોયને સલાહ
આપી કે, ડોસો આ ઉંમરે દાંડી સુધી ચાલતા જવાનો પરિશ્રમ
ઉઠાવી, ત્યાં પહોંચી શકશે કે કેમ તે જ શંકા ભરેલું છે;
તો તમારી ધરપકડ કરીને શા માટે કાળી ટીલી લેવી છે? આ સલાહના કારણે જ ગાંધીજીની ધરપકડ ન થઈ હોવાની ચર્ચા તે સમયે હતી અને આ વાતનો
ઉલ્લેખ કલ્યાણજી મહેતા અને ઈશ્વરલાલ દેસાઈ દ્વારા લખાયેલ “દાંડી કૂચ”નામના પુસ્તકમાં
પાન નં ૫૬ પર થયેલ છે.
No comments
Post a Comment