Sardar Patel - Jawaharlal Nehru - Rajagopalachari (Rajaji)
નહેરૂએ રાજગોપાલાચારીને કેબિનેટમાં સમાવેશ કરવાનો વિચાર સરદાર પટેલને કહ્યો.. સરદારે તરત તે વિચારને આવકાર્યો અને પછી તેમણે વિનોદી અંદાજે કહ્યું કે “રાજાજી ઉત્તમ વિદેશપ્રધાન બની શકે" સરદાર જાણતા હતા કે વિદેશીખાતુ નેહરૂ સંભાળે છે અને તે એ નહી છોડે. મે માસની શરૂઆતમાં રાજાજીને પ્રધાન બનાવવામાં આવ્યા પરંતુ તેમના ફાળે કોઈ ખાતું ન આવ્યું. રાજાજી તો પોતે ગમ્મતમાં કહેતા પણ ખરા અને સ્વીકારેલું કે “નહેરુ - સરદારની ભાગીદારી જળવાઈ રહે તે જોવાનું કામ તેમનું હતુ.. અને આથી જ તેઓ પોતાની ઓફિસને ખાતાઓ વચ્ચેની પોસ્ટ ઓફિસ કહેતા.” સરદાર અને નહેરૂ બન્ને રાજાજીને એકબીજાની વાત કરતા. અને ક્યારેક તો નહેરુ સરદાર વચ્ચે સંદેશાની આપ-લે પણ રાજાજી થકી જ થતી.
સંદર્ભ : સરદાર
વલ્લભભાઈ પટેલ - યશવંત દોશી.
No comments
Post a Comment