In 1927 Sardar Patel describe cities during his speech in Surat
૧૯૨૭ માં
પહેલી સ્થાનિક સ્વરાજ પરિષદના પ્રમુખપદેથી સુરતમાં લોકોને સંબોધન કરતી વખતે સરદાર પટેલે શહેરો
નું વર્ણન કર્યું તે ત્યાં ઊભેલા દરેકને ગળે ઊતરે તેવું હતું તેમણે કહ્યું :
આપણાં શહેરો નથી શહેરોમાં ને નથી ગામડામાં. શહેરોમાં વસતા છતાં અરધા લોકો તો ગ્રામજીવન ગાળતા હોય એવી દશામાં જીવે છે. અરધા મકાનોમાં પાયખાના નથી. પોતાના ઘરનો કચરો નાખવાની જગ્યા નથી. સાંકડી ગલીઓમાં અને ગીચ વસ્તી વચ્ચે રહેવા છતાં ઢોર રાખે છે. કેટલાય રબારીઓ ગાયોના ટોળાં શહેરો વચ્ચે રાખે છે. રસ્તાઓ પર ઠેકઠેકાણે ટોળેટોળાં ઢોર આથડતા હોય છે. સામાન્ય રીતે લોકો આરોગ્ય અને સફાઈના નિયમો જાળવવામાં અતિશય શિથિલ છે અને આવી બાબતમાં નથી સ્વધર્મ સમજતા કે નથી પાડોશીધર્મ જાણતા. પોતાના ઘરનો કચરો પડોશીને બારણે ફેંકવામાં કશું ખોટું માન્યતા નથી. મેડાની બારીથી કે છજામાંથી કચરો નાખતા કે પાણી ઢોળતા આચકાતા નથી. આપણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જોતાં ને આપણાં શહેરોમાં પ્રવેશ કરતાં પરદેશીઓને કોઈ જગ્યાએ સ્વરાજનું ચિન્હ માલૂમ પડે એવું નથી. ગમે ત્યાં થૂંકવાની, ગમે ત્યાં લઘુશંકાએ બેસવાની, ગમે ત્યાં ગંદકી કરવાની લોકોને ટેવો છે. ગામડાંની સ્થિતિ શહેરો કરતાં સારી નથી. કોઈ પણ ગામમાં પેસે તો ઉકારડાના ઢગલા નજરે પડશે. ગામના તળાવની આસપાસ ગામનું પાયખાનું બની ગયું છે. ગામના કૂવાની આજુબાજુ કીચડ થાય છે અને પાણી સાદે છે. આવી સ્થિતિમાં સરકારની સામે જોઈને બેસી રહેવું એને હું મહા પાપ ગણું છું.