Sardar Patel's Thoughts and Congress Resolution to Help Allies During 1940 World Wars
ð
૧૯૪૦ના વિશ્વયુધ્ધ દરમ્યાન મિત્રરાજ્યોને મદદ કરવી કે નહી?
ð
વિશ્વયુધ્ધ દરમ્યાન કોંગ્રેસ અહિંસાને વળગી રહેશે કે નહી?
ð
ગાંધીજીએ કોંગ્રેસની સલાહસુચનના કાર્યથી મુક્ત થવાની માંગણી
કરી
સરદાર પટેલ ગાંધીજીના અંધ અનુયાયી તરીકે દરેક જાણતા પરંતુ સરદાર એવા તો અંધ નહોતા, તેઓ ગાંધીજીની નજરે જોવાનો પ્રયત્ન કરતા પણ, સરદાર પોતાની પારખી નજર થકી તેઓ પરિસ્થિતિનો તાગ પણ મેળવી લેતા. ઘણીવાર તેઓ પોતાની આંખે પાટા બાંધીને ગાંધીજીને અનુસરતા પણ ખરા. પણ હંમેશા આંખે પાટા પણ બાંધીને રાખતા એવું પણ નથી. ૧૯૪૦માં વિશ્વયુધ્ધ દરમ્યાન મિત્રરાજ્યોને મદદ કરવી કે ન કરવી તેવો પ્રશ્ન કોંગ્રેસ સમક્ષ આવ્યો અને કોંગ્રેસનો સિધ્ધાંત સત્ય અને અહિંસાની નીતિ હોવાથી મદદ કેવી રીતે કરી શકાય? તે એક યક્ષ પ્રશ્ન હતો. કોંગ્રેસ કારોબારી સભ્યોની સમિતિમાં સરદાર પણ સભ્ય હતાં તેમણે કહ્યું
કોંગ્રેસની સત્ય અને અહિંસાની નીતિ સ્વરાજ્યપ્રાપ્તિ માટે છે, દેશ પર બાહ્ય આક્રમણ થાય ત્યારે તે નીતિને વળગી રહેવું તે મુર્ખામી છે અને કોંગ્રેસ આવી નીતિ સાથે બંધાયેલ નથી. કોંગ્રેસ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે આથી બાહ્ય આક્રમણ સામે લોકોનું રક્ષણ કરવાની જવાબદારી કોંગ્રેસની છે. આવી પરિસ્થિતિઓ સમયે અહિંસાની નીતિને છોડવી જ જોઈએ.
સરદારની આ વાત જાણે દરેકને ગળે ઉતરી હોય તેમ સમિતિમાં નક્કી કરાયું કે જો સરકાર કોંગ્રેસને અમુક શરતો સ્વીકારે તો યુધ્ધપ્રયાસમાં મિત્રરાજ્યોને મદદ કરવા કોંગ્રેસ તૈયાર થશે. એક તરફ ગાંધીજીનો માટે અહિંસા એક નીતિ નહી, પરંતુ ધર્મ હતો. કોંગ્રેસ કારોબારી સમિતિએ તથા મહાસમિતિએ નક્કી કરેલ શરતોનો સ્વીકાર સરકાર કરે તો યુધ્ધમાં મદદ કરવાનો ઠરાવ પસાર થયો. આથી ગાંધીજી જેઓ પોતે કોંગ્રેસના સભ્ય નહોતા, છતાં તેઓ કોંગ્રેસને સલાહસૂચનો અને દોરવણી આપવાનું કામ કરતા તેમાંથી મુક્તિની માંગણી કરી. કોંગ્રેસે ભારે હ્રદય સાતે તે સ્વીકારી. સરદાર માટે તો આ પ્રસંગ ધર્મસંકટનો હતો કારણ કે તેઓ ગાંધીજીના અનુયાયી હોવા છતાં દેશહિતને ધ્યાને રાખી આવો ઠરાવ પસાર કરવો પડ્યો.
No comments
Post a Comment