Sardar Patel - Dharm - Sampraday | Vithalbhai Patel, Sardar Patel

Sardar Patel - Dharm - Sampraday

Sardar Patel - Dharm - Sampraday સરદાર પટેલ - ધર્મ - સંપ્રદાય, સરદાર પટેલ જન્મે હિંદુ અને પરિવાર પણ ચુસ્ત સ્વામિનારાયણ ધર્મ પાળનાર, પિતા ઝવેરભાઈને

Sardar Patel - Dharm - Sampraday

સરદાર પટેલ - ધર્મ - સંપ્રદાય

 

સરદાર પટેલ જન્મે હિંદુ અને પરિવાર પણ ચુસ્ત સ્વામિનારાયણ ધર્મ પાળનાર, પિતા ઝવેરભાઈને ગામમાં ભગત તરીકે જ ઓળખે, પોતાના જીવનની પાછલી અવસ્થામાં તો તેઓએ કરમસદ ગામના સ્વામીનારાયણ મંદિરમાં જ બેસવાનું રાખ્યું હતું ફક્ત તેઓ જમવા માટે જ ઘરે આવતા. તેમના જીવન દરમ્યાન તેઓ દર પૂનમે વડતાલ સ્વામીનારાયણ મંદિર જવાનો નિયમ અને તે ક્યારેય ચુક્યા નહિ. વર્ષ ૧૯૧૪ માર્ચ મહિનામાં ૮૫ વર્ષની વયે ઝવેરભાઈનું મૃત્યુ થયેલ. સરદાર પટેલ ૧૭ વર્ષના થયા ત્યાં સુધી પિતા સાથે કરમસદમાં જ રહેલા અને ત્યાં સુધી નિર્જળા એકાદશી બને ત્યાં સુધી તેમણે કરેલ. એટલે સમજી શકાય કે સરદાર પટેલને ઉપવાસની ટેવ તો બાળપણથી જ મળેલ જે આગળ જતાં ઉપયોગી પણ નિવડી. આવી રીતે તેઓ સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઊછરેલ હોવા છ્તાં એટલા ઓતપ્રોત કે ખાસ શ્રધ્ધા સેવેલ નહોતી. કરમસદ છોડ્યું, સરદારે સાધુઓના પવિત્ર જીવનની અને સમાજ સુધારવામાં સંપ્રદાયોએ સારો ફાળો આપેલ પરંતુ પાછળથી સ્વાર્થ અને લોભનો પણ પ્રવેશ થયો તે પણ તેમણે સ્વીકારેલ. (સરદાર પટેલ – નરહરી પરીખ ભાગ ૧, પાન – ૪) આજ પુસ્તકમાં જણાવેલ એક પ્રસંગ કે જેમાં એક યજ્ઞપુરુષોત્તમદાસજી નામના સાધુ, જે વિદ્વાન બ્રામ્હણ જેઓ શાસ્ત્રીજી મહારાજ તરીકે પણ ઓળખાયા, તેમણે વડતાલની ગાદીથી જુદા પડી બોચાસણમાં ગાદી સ્થાપેલી અને ત્યાં જ એક મોટું શિખરબંધી મંદિર બંધાવેલ. સરદાર પટેલના પિતાશ્રી આ બોચાસણવાળા નવા પંથમાં ભળ્યા અને શાસ્ત્રીજીના અનુયાયી થયા. જ્યારે શાસ્ત્રીજી વડતાલથી છુટા પડ્યા ત્યારે બન્ને પક્ષે સામસામે કેસ કરવામાં આવેલ અને પિતાશ્રીના આગ્રહને કારણે સરદાર પટેલે શાસ્ત્રીજીના પક્ષે કેસ લીધેલ અને કેસની માંડવાળ કરાવી બન્ને પક્ષના તહોમતદારોને છોડાવેલ.


સરદાર પટેલ જ્યારથી જાહેરજીવનમાં પ્રવેશ કરેલ ત્યારથી તેમના માટે રાષ્ટ્રસેવા કે રાષ્ટ્રધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ કે સંપ્રદાયમાં રૂચી નહોતી. સરદાર પટેલના શબ્દોમાં કહીએ તો ઘણા મને ગાંધીજીનો અંધ ભક્ત કહે છે. હું ઈચ્છું છું કે હકીકતમાં મને તેમના અંધ ભક્ત બનવાની શક્તિ મળેપરંતુ અફસોસ તેવુ નથી. હું મારી પાસે સરેરાશ બુધ્ધિ અને સમજ હોવાનો દાવો કરું છું. મે દુનિયા જોઈ છેઅને તેથી આ સંભવ નથી કે હું આ અર્ધ નગ્ન વ્યક્તિને પાગલ માણસની જેમ અથવા કોઈ સમજણ વગર અનુસરુ. હું એવા વ્યવસાયનો સભ્ય હતો કે જેમાં કદાચ હુ ઘણાને ગેરમાર્ગે દોરી હું શ્રીમંત બની શક્યો હોતપરંતુ મે આ વ્યવસાય છોડી દીધોકારણકે મે આ માણસ પાસેથી જાણ્યુ કે આ એ રસ્તો નથી જેના થકી હું ખેડુતોનું ભલુ કરી શકુ. તેઓ ભારતમાં આવ્યા ત્યારથી જ હું તેમની સાથે રહ્યો છુંઅને જ્યાં સુધી હું જીવીશ અને તે જીવે ત્યાં સુધી આ સંબંધ રહેશે. તેમ છતાં હું તેમને મારા કામથી દૂર રાખું છું. (સંદર્ભ - ધ કોમેમોરેટિવ – મણીબેન પટેલ ) કૃષ્ણલાલ ચીમનલાલ શાહ નામના એક પત્રકારે સરદારના સાંનિધ્યમાં નામક તેમની પુસ્તિકામાં એક સુંદર પ્રસંગ લખેલ છે જે મુજબ સરદારના ગુજરાતના પ્રવાસ દરમ્યાન આણંદ, બોરસદ, બોચાસણ અને રાસનો પ્રવાસ કરેલ અને તે સમયે બોચાસણ આશ્રમમાં પૂજ્ય. રવિશંકર મહારજ અને શ્રી શિવાભાઈની કાર્ય પ્રવૃત્તિઓનું કેંદ્રસ્થાન. અને બોચાસણમાં જ શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનું મોટુ મંદિર જે શાસ્ત્રીજી મહારાજે બંધાવેલ. સરદાર સાહેબ બપોરના સમયે બોચાસણના કાર્યો અને જમી પરવારીને આરામ કરી રહ્યા હતા તે સમયે સ્વામીનારાયણ મંદિરના બે સંતો પ્રસાદ અને કંઠી લઈ આવ્યા. સંતો સરદાર સાહેબ સાથે વાતો કરતા હતા તે સમયે પૂજ્ય રવિશંકર મહારાજ સરદારની સાથે જ બેઠેલા હતા. વાતો દરમ્યાન સંતોએ સરદાર સાહેબને તેમના પિતા સ્વામીનારાયણ સંપ્રદાયની કંઠી બાંધેલી છે. આથી આપે મંદિરમાં દર્શનાર્થે પધારવું જોઈએ તેવી રીતે સંતો સરદારશ્રીને આમંત્રણ આપવા આવેલ. સરદારશ્રી રાજકીય રંગે રંગાયેલા અને આધ્યાત્મિક છે તે તેમના સંતો સાથેના સંવાદથી જાણી શકાય. સંતોના આમંત્રણ વખતે સરદાર સાહેબે જણાવ્યું કે : તમારી વાત સાચી કે હું અને મારા વડવાઓ સ્વામીનારાયણ સંપ્રદાયના એ વાત પણ સાચી; પરંતુ સ્વામી સહજાનંદ તો મહાન અવતારી પુરુષ હતા. એમણે તો કોળી, ભીલ, પછાત લોકો અને તમામ વર્ણો માટે ઊંચનીચના ભેદભાવ ફગાવી સંપ્રદાયના દરવાજ સૌને માટે ખુલ્લ મુક્યા હતા. એજ સહજાનંદ સ્વામીના મંદિરના દરવાજા હરિજનો માટે ખુલ્લા ન હોય, હરિજનોએ મંદિરમાં આવી શકતા ન હોય, તો હું શી રીતે આવી શકું? આખરે તો મે ગાંધીજીની કંઠી બાંધેલી છે. અને ગાંધીજી અસ્પૃશ્યતાનિવારણ માટે શું વિચારે છે તે તો તમે સૌ જાણતા જ હશો.” સરદારશ્રીની આ સચોટ દલીલ સામે સંતો વધુ દલીલ કરી ન શક્યા અને પ્રસાદ અને કંઠી સરદારશ્રી પાસે મુકી વિદાય લીધી. સંતોની વિદાય પછી પણ સરદારે આ ચર્ચા આગાળ ચલાવી અને કહ્યું :”હિંદુ ધર્મ કેટલો સંકુચિત થતો જાય છે? ગાંધીજી જે વાત કરે છે એ હિંદુ ધર્મની વાત છે. માત્ર કાયદાથી અસ્પૃશ્યતા નિવારણ નહી થાય. જ્યા સુધી જડ નાબૂદ નહી થાય ત્યાં સુધી હિંદુ સમાજ સુખી પણ નહીં થાય. સહજાનંદ સ્વામી તો મહાન પુરુષ હતા. તેમણે ગુજરાતની ધરતી ઉપરથી ઊંચનીચના ભેદભાવ મિટાવી પદદલિત થયેલ જાતિઓને અને પછાત લોકોને સંપ્રદાયમાં લઈ કંઠી બંધાવી અપનાવ્યા એ મહાન કાર્ય હતું.”


આમ, પિતા અને વડવાનો ધર્મ હોવા છતાં તેઓ રાષ્ટ્રકાજે સમર્પિત હોવાથી અને ગાંધીજીના અનુયાયી હોવાના કારણે તેઓ કોઈએક ધર્મ, જાતિ, કે સંપ્રદાયમાં બંધાયેલ ન હતા. અને એટલે જ કદાચ તેમણે જે કાર્યો કર્યા તે નિર્ભય પણે અને કોઈ પણ ભેદભાવ વગર કર્યા.

નોંધ : કૃષ્ણલાલ ચીમનલાલ ના લેખ માં હરિજન શબ્દપ્રયોગ થયેલ છે એટલે એ મુજબ જ લખેલ છે. કોઈ નાત, જાત, ધર્મ, સમાજ કે વ્યક્તિની લાગણી દુભાવવાનો હેતુ તસુભાર પણ નથી જેની નોંધ લેવા વિનંતી.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,


( Hide )
  1. કૃષ્ણલાલ ચીમનલાલ શાહ લિખિત સરદારના સાંનિધ્યમાં બુક ક્યાંથી મળશે? લિંક

    ReplyDelete
    Replies
    1. pls contact us on sardarvallabhbhaipatel31@gmail.com

      Delete

© all rights reserved
SardarPatel.in