Responsible Monarchy is not a Puppet Show,
It is a bargain of death. - Sardar Patel
- જવાબદાર રાજતંત્ર
એ બચ્ચાના ખેલ નથી, મરણના સોદા છે. – સરદાર પટેલ
- નવા વાઘા પહેરાવી પ્રજાતંત્રના ખોટા નામથી જેમ ચાલતું આવ્યું છે તેમનું તેમ ચલાવ્યું છે. – સરદાર પટેલ
- જુલ્મી રાજાઓને પદભ્રષ્ટ કરવાનો અધિકાર અનાદિ કાળથી સ્વીકારાયેલ છે. – સરદાર પટેલ
- હિંદુસ્તાનના રાજાને જો કોઈ બગાડનાર હોય તો તે ખુશામતખોરો છે. – સરદાર પટેલ
- રાજતંત્રમાં ઉપર ચોટિયા ફેરફાર કરવાની મોટા આડંબરવાળી યોજના ઘડી કાઢવી એવી વ્યવસ્થા રચવામાં પોતાની સઘળી શક્તિ ખર્ચી રહ્યા છે. – સરદાર પટેલ
૧૧ અપ્રિલ ૧૯૪૭ – ફુલછાબમાં લખાયેલ સરદાર પટેલનો લેખ ખુબજ રસપ્રદ છે. આ લેખ જો આજના સંદર્ભ કે આઝાદી પછીના સંદર્ભને ધ્યાનમાં રાખીને વાંચીએ તો સરદાર સાહેબે જે કહ્યું તે આજે પણ થઈ રહ્યું છે રાજાઓની જગ્યા ફક્ત નેતાઓએ લીધી છે. સરદાર સાહેબે જણાવ્યું કે કાઠિયાવાડની પ્રજાને થયેલ કે હાશ હવે આપણો છુટકારો થયો પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ લાગ્યું કે સત્તાઓ સરી જવા માંડી છે અને આથી તેમણે અને તેમના સાથીઓએ શક્તિ ભેગી કરવા માંડી. જુલમ, ત્રાસ, મારકૂટ કરી ઝેરી વાતાવરણ ઊભુ કર્યુ. અત્યારે બધે જ જાગૃતિ આવી છે અને પ્રજા સફાળી ઊઠી તેથી ઘણા બઘવાયા બન્યા છે, ઈશ્વરને સાથે રાખીને ભેદભાવ સિવાય કામ કરવાનું છે. ત્યાગ અને બલિદાન જેટલા અપાય તેટલા આપવા પડશે. હાડકાના હાર મળે તો પણ ફૂલના હાર માનજો.
કોઈને સત્તા છોડવી ગમતી નથી. દરેક રાજ્યો પ્રજાને કેમ રાજી રાખવી તેના ઉપાયો શોધે છે. પરંતુ તેમને એમ નથી થતુ કે રાજ પુરૂ આપ્યા સિવાય રીઝરો નહી ત્યારે શા માટે તેઓ ઉપાયો શોધે છે? ઘણા રાજાઓને તો ગમ પણ નથી કે તેમના રાજમાં અમલદારો જ સત્તા ભોગવે ચે. અને સારા ખોટાનો બોજ રાજા પર છે.
જવાબદાર રાજ તંત્ર એ કાંઈ બચ્ચાના ખેલ નથી. સમશેરના ખેલ આવડતા હોય તે પટ્ટાના દાવ ખેલી શકે. નાટકના ખેલ જેવી ભવાઈની આ રમત નથી. આ તો મરણના સોદા છે.
રાજાઓમાં લાયકાત કેટલી?
પ્રજાની લાયકાતની વાતો કરનારાઓએ એક એવો વિચાર કર્યો છે, ખરો કે આ દેશમાં છ્સ્સો જેટલા રજવાડાં છે તેમાથી કેટલા નરેશો પોતાની પ્રજા કરતા વધારે લાયકાત ધરાવનારા છે? શું રાજકુટુંબના જન્મ લેનારા સઘળા લાયકાતના વારસા સાથે જ જન્મે છે? અને જો રાજાઓમાંથી કેટલાક તો રાજ્ય કરવાને નાલાયક હોવા જ જોઈએ એ વાત કબુલ હોય તો એવા સંજોગોમાં પ્રજાએ શું કરવું એનો કાંઈ ઉપાય બતાવશે ખરા? જુલ્મી રાજાઓને પદભ્રષ્ટ કરવાનો અધિકાર અનાદિ કાળથી સ્વીકારાયેલ છે.
પ્રજાને વહીવટ-ભાર આપો
આથી જ મારી
રાજામહારાજાઓને તો અતિશય નમ્રતાપૂર્વક વિનંતિ કે પ્રજાનો માર્ગ મોકળો કરી આપે. પ્રજાના
સાચા રક્ષક બની એને આગળ દોરે અને ખુદ શહેનશાહને પગલે ચાલી રાજા પ્રજા વચ્ચેની અથડામણના
ભયમાંથી કાયમને માટે નીકળી જવાની રચના કરી નિર્ભય બની જાય. રાજાઓ પરદેશીઓની ભાગલા પાડીને
સત્તા ચલાવવાની નીતિનું અનુકરણ કરી એમાં જ સત્તાની સલામતી માની બેઠેલા છે. એક તરફથી
પ્રજાને ઘાતકી, અમાનુષી અને જંગલી રીતે દબાવવા સઘળા પ્રયત્નો
કરવામાં આવે છે અને ધાકધમકીઓ વગેરે અયોગ્ય સાધનોનો ઉપયોગ કરી વફાદારીના પત્રો ઉપર જબરજસ્તીથી
સહીઓ લેવામાં આવે છે, જ્યારે બીજી તરફથી નામના અને નકલી સુધારા
દાખલ કરી દુનિયાની આંખે પાટા બાંધી કોઈ પણ જાતની ખરી સત્તા ન છોડતા ચાલતા આવેલા સડેલા
તંત્રને નવા વાઘા પહેરાવી પ્રજાતંત્રના ખોટા નામથી જેમ ચાલતું આવ્યું છે તેમનું તેમ
ચલાવ્યું છે. આજે તો કેટલાક રાજાઓ એક્ત્ર થઈ સંગઠિત રૂપે પ્રજાને દબાવવાનાં પગલાં લેવામાં
પોતાનું શ્રેય માનતા જોવામાં આવે છે અને ઓછમાં ઓછી પણ સત્તા છોડ્યા સિવાય રાજતંત્રમાં
ઉપર ચોટિયા ફેરફાર કરવાની મોટા આડંબરવાળી યોજના ઘડી કાઢી એથી આગળ કોઈ રાજ્યે જવું જ
નહી એવી વ્યવસ્થા રચવામાં પોતાની સઘળી શક્તિ ખર્ચી રહ્યા છે.
પ્રજા લાયક ન થાય ત્યાં સુધી જવાબદારી સોંપાય નહી અને જવાબદારી મળ્યા સિવાય લાયકાત આવે નહીં એવા અવળ સવળ સૂત્રોનાં આધાર લઈ ઘાણીના બળદની માફક ગોળ ચકરાવામાં ફર્યા કરવાથી કોઈ દિવસ અંત ન આવે.
ખુશામતખોરો
હિંદુસ્તાનના રાજને જો કોઈ બગાડનાર હોય તો તે ખુશામતખોરો છે. ખુશામત એ મહા પાપ છે. ખુશામતીઆઓએ સમજી લેવું જોઈએ કે તેઓ પ્રજાનો દ્રોહ કરે છે. ખુશામત કરવી છોડી રાજાને સીધી વાત કરવી તેનું નામ સાચો પ્રજાધર્મ અને તે જ રાજ્યની સાચી સેવા છે.
No comments
Post a Comment