Tough Personality with Gentle Heart - Sardar Patel | Vithalbhai Patel, Sardar Patel

Tough Personality with Gentle Heart - Sardar Patel


Tough Personality with Gentle Heart - Sardar Patel

કોમળ હૃદયનું કઠોર વ્યક્તિત્વ એટલે સરદાર 
રશેષ પટેલ




આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ૩૧-૧૦-૨૦૨૧, સરદાર સાહેબની તો વાતો કરીએ એટલી ઓછી છે. વાંચન દરમિયાન અનેક નવી નવી વાતો સામે આવતી જાય છે અને સાથે સાથે જે વ્હોટ્‌સએપ યુનિવર્સિટીએ જે લોકોના વિચારશક્તિનો કચ્ચરઘાણ વાળ્યો તે પણ સમજમાં આવતો જાય છે. સરદાર સાહેબ કે તે સમયના કોઈપણ રાજપુરુષ વિશે વ્હોટ્‌સએપ યુનિવર્સિટીમાં તૈયાર થયેલ પ્રસંગોમાં સમય બરબાદ કરવા કરતા એ લોકો વિશે સત્તાવાર રીતે જે સાહિત્ય મળે છે તે વાંચવાથી જ સત્ય સમજાશે. આજે સરદાર સાહેબના અમુક પ્રસંગો યાદ કરીએ... 
સરદાર સાહેબ કરમસદ કન્યાશાળાના ઉદ્‌ઘાટન પ્રસંગે પધારેલ અને સરદાર સાહેબના વરદ્‌હસ્તે તા. ૦૬-૦૪-૧૯૪૭ના રોજ કન્યાશાળાનું ઉદ્‌ઘાટન કરવામાં આવેલ. આ સમયે તેમની ઉંમર ૭૨ વર્ષની હતી. તે સમયે કરમસદ ગામે તે સમયે તેમનું સન્માન કરેલ અને ૭૨ વર્ષના સરદાર સાહેબ થયેલ, તેથી તેમને ૭૨ તોલાનો સોનાનો થાળ અર્પણ કરવામાં આવેલ.(ટાઈમ્સ ઓફ ઈંડીયા - ૦૭-૦૪-૧૯૪૭) આ સમયે સરદાર સાહેબે જે ભાષણ કરેલ તે સમયે તેઓએ શ્રી ભાઈકાકા, શ્રી મગનભાઈ ડોક્ટર અને રાસ ગામના શ્રી આશાકાકને યાદ કર્યા અને તેઓએ કરેલ પરિશ્રમને પણ આવકાર્યો. કન્યાશાળા વિશે તેમણે કહ્યુ કે “આ શાળામાં સૌ બાળાઓને સાચી કેળવણી મળવી જાેઈએ. આજની કેળવણી એવી છે કે કેળવણી લીધેલાને કામ કરતા પણ શરમ આવે છે, આ સાચી કેળવણી નથી. આપણી કન્યાઓને સાચી કેળવણી આપીશું તો આપણા સમાજમાંથી કેટલાય કુરિવાજાે જે આપણને આગળ વધવા દેતા નથી. તેનો નિકાલ સહેલાઈથી કરી શકીશું.” માઉંટબેટને ભોપાલના નવાબને ૧૧-૦૮-૪૭ના દિવસે એક પત્ર લખ્યો અને પત્ર મુજબ ઃ તમે ૧૪મી ઓગષ્ટની મધરાત પહેલા જાેડાણ દસ્તાવેજ અને જૈસે થે કરાર પર સહી કરી આપો અને પછી તમે અંગત રીતે મને આપો, હું તે દસ્તાવેજાે ખાનગી રાખેસ્શ અને આ દસ્તાવેજ રાજ્યોના ખાતાને સોંપીશ નહી. અને જાે તમારે વહેલાં દસ્તાવેજ સોંપવા હોય તો મને પરવાનગી આપજાે. અને જાે ૨૫ ઓગષ્ટ સુધીમાં તમારો વિચાર બદલાય અને જાેડાણ ન કરવું હોય તો તમને હું દસ્તાવેજ પરત સોંપી દેવા માટે બંધાયેલ છું. આવી ખાસ ગોઠવણ તમારા માટે કરેલ છે જેની ગોપનીયતા રાખવા માટે મારે તમને સમજાવવાની જરૂર નથી. આ બાબતે સરદાર પટેલની અનુમતિ પહેલાથી જ મેળવી લીધી છે.  “મારી અંગત સલાહ છે કે તમારે જાેડાણ માટે સહી કરી દેવી જાેઈએ.” માઉંટબેટનની સલાહ જાણે ગળે ઉતરી હોય તેમ ભોપાલના નવાબ હમીદુલ્લાહએ દસ્તાવેજાે સહી કરી મોકલી આપ્યા અને નવાબે તે કાગળો પરત માંગ્યા પણ નહી આથી ૨૫ ઓગષ્ટ ના રોજ આ દસ્તાવેજાે માઉંટબેટને સરદાર સાહેબને મોકલી આપ્યા. “જૈસે થે દસ્તાવેજ” જ્યારે સરદાર પટેલને મળ્યો ત્યારે ભોપાલના નવાબ હમીદુલ્લાહે સરદાર સાહેબને એક પત્ર લખી જણાવ્યું કે સંઘર્ષ ચાલતો હતો ત્યારે મારા રાજ્યની આઝાદી ટકાવી રાખવા માટે જ મે તમામ શક્તિ લગાવી હતી, તે વાત સંતાડવાની કોઈ ઈચ્છા નથી અને મે પરાજય કબુલ્યો છે. એક સમયે મારા રાજ્યની આઝાદી ટકાવી રાખવા જે કટ્ટર દુશ્મન જેવું વર્તન હતું પરંતુ હવે હું તેટલો જ વફાદાર મિત્ર હું છું જેની ખાતરી થશે. સરદાર સાહેબે બે ખુબ જ વિનમ્રતાથી વળતા જવાબમાં લખ્યું કે “તમારા રાજ્યનું જાેડાણ અમારા માટે વિજય અને આપના માટે પરાજય તેવુ હું ક્યારેય માનતો નથી. પરંતુ આખરે સત્ય અને વ્યાજબીપણાનો વિજય છે અને આ વિજયમાં આપણે બન્નેને ઘણું શીખવા મળ્યુ છે.” સરદાર સાહેબની આવી વાતો જ સામે વાળાનું મન જીતી લે છે અને આ કળાનો ઉપયોગ સરદાર સાહેબે રજવાડા ભેગા કરવા માટે ભરપુર કર્યો.  બીજાે એક પ્રસંગ શરણાર્થીઓ વિશે સરદાર સાહેબની વેદના અને શક્ય હોય તે રીતે મદદરૂપ થવું. પંજાબ અને બંગાળના શરણાર્થીઓની મુશ્કેલીઓ, દેશના તોફાનો વગેરે અતિ સંવેદંશીલ પરિસ્થિતિ હતી. શરણાર્થીઓની દેખભાળ અને તેઓના હિતની રક્ષણની સરદારને ખુબજ અંતરવેદના હતી. તે માટે તેમણે “પંજાબ રિલીફ ફંડ” અને બંગાલ રિલીફ ફંડ” શરૂ કર્યા અને સમગ્ર દેશવાસીઓને મદદરૂપ થવા અપીલ કરી. અને દેશવાસીઓએ ઢગલાબંધ મદદ નાણા કે કપડા, કે અન્ય સામગ્રીઓ ૧, ઔરંગઝેબ રોડ, દિલ્હી (સરદાર સાહેબનું નિવાસ્થાન) પહોચાડી. આ બધી જ સામગ્રીઓ જેમ જેમ આવતી તેમ તેમ તેમણે તેમના અંગત સચિવ મૂળશંકર ભટ્ટને આ બધી મદદની વ્યવસ્થિત યાદી બનાવવાની સુચના આપી સાથે સાથે જે વસ્તુઓ આવેલ છે તે દરેક વસ્તુનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાની પણ સુચના સરદાર સાહેબે આપેલ અને તેઓ પોતે પણ અંગત રસ દાખવી ચોક્સાઈથી તપાસ પણ કરી લેતા. 
વર્ષ ૧૯૩૫ના માર્ચ માસમાં સરદાર સાહેબ દિલ્હીમાં હતા. તે સમયે બોરસદ તાલુકામાં મરકીનો (પ્લેગ) રોગચાળો ફાટી નીકળ્યો તે સમાચાર મળ્યા. સરદાર સાહેબને તો દુષ્કાળ, મહામારી, રેલ સંકટ વગેરે જેવી અણધારી આફતોનો સામનો કરવો અને લોકોને આવી આફતોથી બચવાની તાલીમ આપવાનું કાર્ય તો સ્વાભાવિક રીતે કરતા જ હતા. તેઓ તા. ૦૯-૦૩-૧૯૩૫ના રોજ દિલ્હીથી મુંબઈ આવ્યા અને ડો. ભાસ્કર પટેલને બોરસદ જઈ ત્યાંની સ્થિતિનો અહેવાલ લઈ આવવા માટે મોકલ્યા. ડો. ભાસ્કર પટેલ દરબાર સાહેબ (દરબાર ગોપાળદાસ) સાથે ૨ દિવસમાં આશરે બાર ગામ ફર્યા અને રીપોર્ટ લઈ પરત મુંબઈ ફર્યા. એ રીપોર્ટ જાેતા જ સરદારને સમજાઈ ગયું કે રોગચાળો તો વધતો જ જાય છે. અને તેની સામે અસરકારક પગલાં ભરવા માટેનો ઈલાજ ડો. પટેલને પુછ્યો. ડો. પટેલે જણાવ્યું કે “ યુરોપમાં આવા રોગચાળાને વધારે વધવા ન દેવા માટે તેના પર અંકુશ મુકવામાં આવે છે અને તેને નાબૂદ પણ કરે છે. આપણે પણ તે જ રીતે બોરસદમાં કરી શકીએ.”સરદારે ડો. પટેલ સાથે પ્લેગ નિવારણ અંગે જરૂરી ચર્ચા કરી પોતાની સાથે કામ કરવા મદદ માંગી. ડો. પટેલ ધુળિયા જેલમાંથી થોડા વખત પહેલાં જ છુટ્યા હતા અને તેઓ મુંબઈમાં સ્થાયી થવાની વેતરણમાં હતા, તેવામાં સરદારનું સેવાકાર્ય માટે નિમંત્રણ તેમના માટે તો એક સ્વપ્ન જેવું હતું. અને તેમણે સરદાર સાહેબના નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો. શરૂઆતમાં તો લોકોએ સ્વયંસેવકોની મદદ લેવાની સુધ્ધા ના પાડી, પછાત વર્ગના અજ્ઞાન લોકો માટે તો મરકી એ દેવીનો કોપ હતો. અને તેમના મન તો જાે દવાદારુ કરીએ તો દેવી વધુ કોપાયમાન થાય એવી અંધશ્રધ્ધા હતી. સરદારે લોકોના એ વહેમને અને જુનવાણી વિચારો પર હુમલો કર્યો અને ગામે ગામ અનેક ભાષણો આપ્યા. આરોગ્ય અંગે સમજ પાડે તેવી પત્રિકાઓ છપાવી અને લોકો સુધી પહોચાડી. આથી લોકોએ ધીમે ધીમે સ્વયંસેવકોને સહકાર આપતા થયા અને ઘર, શેરીઓ અને ગામની સફાઈ ઝુંબેશ શરુ થઈ.

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in