Sabarmati na Sant - સાબરમતીના સંત - Gandhi Jayanti | Salt Satyagrah | Vithalbhai Patel, Sardar Patel

Sabarmati na Sant - સાબરમતીના સંત - Gandhi Jayanti | Salt Satyagrah

Sabarmati na Sant - સાબરમતીના સંત - Gandhi Jayanti | Salt Satyagrah

Sabarmati na Sant - સાબરમતીના સંત - Gandhi Jayanti | Salt Satyagrah





મીઠું આપણા જીવનમાં શું ભાગ ભજવે છે? સામાન્ય રીતે મીઠું જો શરીરમાં જરૂર કરતા વધારે માત્રામાં હોય તો હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશરથી પરેશાન થઈ જવાય કે પછી જીવલેણ પણ સાબિત થાય છે, એટલે કહી શકાય કે મીઠું માનવ શરીરમાં એક અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ ક્યારેય કોઈએ વિચાર્યુ કે મીઠાથી કોઈ સરકારના પાયા હચમચી ગયા હોય, કલ્પના પણ ન કરી શકાય એવો એક સત્યાગ્રહ એક પોતડી પહેરેલ સાબરમતીના સંતે કર્યો અને અંગ્રેજ કે બ્રિટિશ હકુમતોના પાયા હચમચાવી દીધા. અને અંગ્રેજોએ પણ ક્યારેય કલ્પના નહોતી કરી કે જે મીઠા પર તેઓ વેરો લાદી રહ્યા છે તેજ મીઠું તેમની સરકાર માટે હાઈ બ્લડ પ્રેશરની બીમારી જેવું સાબિત થશે. આજે એ પોતડી ધારી સાબરમતીના સંત ગાંધીજીની જન્મ તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ તેમના મીઠા સત્યાગ્રહના અમુક પ્રસંગો વાગોળીએ. 

ખેડા, સુરત, તીથલ, ધરાસણા અને લસુંદ્રા જેવા નામો ચર્ચામાં હોય અને સરદાર પટેલ પણ બોરસદ જઈ ઝીણવટ ભરી તપાસ કરતા અને મીઠાના અગારોની પણ તપાસ કરી રહ્યા હતા તેમ છતાં દાંડી પર પસંદગીનો કળશ કેવી રીતે ઢોળાયો તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. ફેબ્રુઆરીના અંતમાં મહાદેવભાઈ દેસાઈએ બારડોલી અને ત્યારબાદ ધરાસણામાં મીઠાના વખાર કે ડેપોની તપાસ કરી હતી. શરુઆતમાં તો ગાંધીજી સાબરમતીથી નીકળી મહીસાગર સુધી પોતાના સાથીદારો કે સત્યાગ્રહીઓ સાથે બદલપુર પહોચે અને ત્યાં પાણી ઉકાળી મીઠું બનાવવાની યોજના હતી. પરંતુ કલ્યાણજીભાઈ મહેતાને વિચાર આવ્યો કે ગુજરાતની વચ્ચે થી જો આ યાત્રા પસાર થાય તો સમગ્ર ગુજરાત જ નહી પરંતુ ભારતભર અને વિશ્વની નજરે આ યાત્રા આવશે. અને ખુબ મોટો પ્રચાર થશે. આ વાતની જાણ કલ્યાણજીભાઈ એ પોતાના સાથી મિત્રો દયાળજીભાઈ, કુંવરજીભાઈ, મીઠુબેન વગેરેને કરી અને આ વાત બધાને પસંદ પડી, એટલે કલ્યાણજીભાઈ અમદાવાદ જઈ ખમાસા ચોકી પાસે સરદાર સાહેબ રહેતા હતા, તેમની સમક્ષ વિચાર મુક્યો, સરદાર સાહેબને આ વાત ગળી ઉતરી અને તેઓ કલ્યાણજીભાઈ સાથે આશ્રમમાં બાપુને મળવા ગયા. અને બાપુએ પણ આ વાત સહર્ષ સ્વીકારી, પરંતુ સ્થળ કયું પસંદ કરવુ તે બાબતે કલ્યાણજીભાઈને પુછતાં તેમણે કહ્યુ કે યાત્રાના અંતિમ સ્થળો તો ઘણા છે પરંતુ મહાદેવભાઈનું જન્મસ્થાન દિહેણ, પાંચા પટેલનું કરાડી, અને તેની પાસેનું દાંડી, મીઠાના અગારોવાળું ધરાસણા અને પારસીઓનું પવિત્ર ધામ ઉદવાડા પણ સમુદ્ર કિનારે જ છે. ત્યારબાદ આ દરેક ગામોની મુલાકાત લેવાઈ અને નવસારીના કાર્યકર્તાઓના ઉત્સાહથી દાંડી પર પસંદગીનો કળશ ઢોળાયો. 

ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક પહેલા તમામ આગેવાનોની હાજરીમાં સત્યાગ્રહની લડત માટે સરદાર પટેલને પ્રમુખ અને મંત્રી તરીકે મહાદેવભાઈને ચુંટવામાં આવ્યા. જમનાલાલજી ગાંધીજીની પહેલી ટુકડીને વ્યવસ્થા કરવા આશ્રમમાં જ રહે અને પુનાથી ૫૦૦ સ્વયંસેવકોએ, દિલ્હીથી ૨૦૦ સ્વયંસેવકોએ જોડાવાની તૈયારી સાથે સંદેશો પાઠવ્યો. તામીલનાડમાં રાજાજીએ હાકલ કરી. આમ ભારત ભરમાં આ યાત્રાની વાતો થવા લાગી આથી વાઈસરોય પણ મુઝવણમાં મુકાય, અને અંગ્રેજ અમલદારો અને વાઈસરોયની મસલતોનો દોર શરૂ થયો, પ્રશ્ન એક જ કે ગાંધીજીને ગિરફ્તાર કરવા કે નહી. અને ગિરફ્તાર કરવા તો ક્યારે કરવા સાબરમતીથી યાત્રા શરૂ થાય ત્યારે કે સત્યાગ્રહ કરી કાયદો ભંગ કરે ત્યારે, કે પછી ગાંધીજીને ગિરફ્તાર ન કરી સ્વયંસેવકોને ગિરફ્તાર કરવા. વગેરે વાતો આ મીટીંગોમાં થઈ.

ચૌરીચોરા અને બારડોલી સત્યાગ્રહની લડત બંધ રાખી તે સમયેજ બ્રિટિશ સરકારે પીઠ પાછળ ઘા કરી ગાંધીજીની ધરપકડ કરીને ૬ વર્ષની સજા ફટકારી. અને લોર્ડ બર્કનહેડે પાર્લામેંટમાં અભિમાન સાથે કહ્યુ કે “ગાંધીજીને પક્ડ્યા અને હિંદુસ્તાનમાં કુતરુ પણ ભસ્યુ નહી. અમારી સરકાર સુખેથી ચાલી રહી છે.” આ તરફ સરદાર પટેલ બ્રિટિશ સરકારને જડ્બાતોડ જવાબ આપવાનો વિચાર મનમાં સતત ઘોળાયા કરતો હતો. અને ગાંધીજીને ધરપકડ મીઠા સત્યાગ્રહમાં થાય અને તરત જ સત્યાગ્રહનો જ્વાળામુખી ભભુકી ઉઠે અને સત્યાગ્રહીઓ બધી જ જેલો ભરી દે અને સરકારને જમીન મહેસૂલની એક પાઈ પણ ન મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની યોજના સરદાર સાહેબના મનમાં ચાલી રહી હતી. અને આ વાત તેમના ભરુચના ભાષણમાં પણ જણાઈ આવે છે. ૧૨મી માર્ચે સાબરમતીથી ગાંધીજી કૂચનો આરંભ કરે તે પહેલાં સરદાર પટેલ દરેક કૂચના માર્ગમાં આવતા દરેક ગામો કે નગરોની મુલાકાત લેવી તેમ તેમણે વિચાર્યું હતુ અને તેના ભાગરૂપે તેમણે પાટણવાડિયા-ક્ષત્રિય ભાઈઓને શાંતિપુર્વક સત્યાગ્રહમાં ભાગ લેવા મહીસાગર કાંઠે આવેલ કંકાપુરા ગામમાં મળનારી જાહેરસભામાં ભાષણ કરવા ૭મી માર્ચ રવિવારનો દિવસ નકકી થયો, અને તે માટે સરદાર પટેલ સવારમાં બોરસદ આવ્યા અને ત્યાથી એક બસમાં કાર્યકર્તાઓ સાથે કંકાપુરા ગામે જવા નીકળ્યા, રસ્તામાં રાસ ગામે જમી બપોરે કંકાપુરા જવાનું હતું પરંતુ રાસ ગામના લોકોને લાગ્યું કે અમારો એવો કયો ગુનો કે સરદાર સાહેબ ગામમાં પધારે અને ગામના લોકોને સત્યાગ્રહ વિશે એક વાત પણ ન કરે? પરંતુ સરદાર સાહેબે સ્વાભાવિક રીતે મીઠા સત્યાગ્રહ બાબતે ગામની તૈયારી વિશે પુછતા, ગામના આશાકાકા (આશાભાઈ લલ્લુભાઈ પટેલ)એ કહ્યું કે રાસ ગામ આખું આ લડતમાં જોડાશે અને જેલમાં જવા માટે ૨૦૦ જેટલા સ્વયંસેવકોએ તૈયારી દર્શાવી. અને બહેનોએ પણ સ્વેચ્છાએ સત્યાગ્રહની લડતમાં જોડાવા તૈયારી બતાવી. ગામનો જુસ્સો જોતા સરદાર પટેલે ગામની ભાગોળે વડ નીચે જાહેરસભા કરવાની તૈયારી દર્શાવી. સભા તો કંકાપુરામાં જ હતી એટલે સરકારી પોલીસનો કાફલો કંકાપુરામાં ખડકાયો હતો, રાસની સભાની ખબર મળતા પોલીસો મેજીસ્ટ્રેટ સાથે મારતી મોટરે રાસ પહોચ્યાં, સભાનો સમય થતા મેજિસ્ટ્રેટે સરદારને ભાષણ નહી કરવાનો હુકમ કર્યો. અને આ હુકમની નાફરમાની કરવાની સરદાર પટેલે જાહેરાત કરી આથી મેજિસ્ટ્રેટે સરદાર સાહેબની ધરપકડ કરવાનો હુકમ જાહેર કર્યો. અને પોલીસ સુપરિંટેંડંટ બીલીમોરીઆએ સરદાર પટેલની ધરપકડ કરી. ૧૨મી માર્ચ પહેલાં જ રાસ ગામે લડત શરૂ થઈ ગઈ તેમ સરદાર સાહેબે જણાવી રાસને અભિનંદન પાઠવ્યા અને રાસમાં સભા ન હોવા છતા સરદાર સાહેબે ગામના આગ્રહથી સભા કરવાની તૈયારી બતાવી આથી રાસ ગામે પોતાની જવાબદારી સ્વીકારી લડતમાં ઝુકાવવાની ગાંઠ વાળી. ફુલચંદભાઈ અને રાવજીભાઈ વગેરે કંકાપુરા પહોચ્યા અને હજારોની સંખ્યામાં એકત્ર થયેલા ક્ષત્રિયભાઈઓને સંબોધ્યા. અને આમ સરદાર સાહેબનું કંકાપુરાનું અધુરુ કાર્ય પુરુ કર્યુ. એક તરફ સરદાર પટેલની ધરપકડ, ખટલાની સુનવણી અને ૩ માસની સજાના સમાચાર અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ફેલાયા એટલે ૮મી ની સાંજે સાબરમતીના તટ પર ગાંધીજીના પ્રમુખપદે ૫૦ થી ૭૫ હજાર લોકોની વિરાટ સભા મળી અને ઠરાવ થયો કે અમે અમદાવાદના શહેરીઓ અમારો નિર્ણય જાહેર કરીએ છીએ કે, વલ્લભભાઈને જ્યા લઈ જવામાં આવ્યા છે ત્યાં અમે જવા તૈયાર છે. જ્યા સુધી દેશને સ્વાધીનતા પ્રાપ્ત ન થાય ત્યા સુધી જંપીને બેસીશું નહી, અને સરકારને પણ શાંતિથી બેસવા નહી દઈએ. અમે અંતઃકરણથી માનીએ છે કે હિંદુસ્તાનની મુક્તિ સત્ય અને અહિંસાના પાલનમાં રહેલી છે.” આ ઠરાવ થતાં જ મહાત્મા ગાંધીજીની જય અને સરદાર વલ્લભભાઈની જય ના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા.

સરદાર પટેલની ધરપકડ થયા બાદ ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ અટકાવ્યો નહી અને સાબરમતી થી દાંડી કૂચ કરી બ્રિટિશ સરકારના પાયા હચમચાવી દીધા. દાંડીમાં ૦૫-૦૫-૧૯૩૦ના રાત્રે ૧ વાગ્યે ગાંધીજીની ધરપકડનું વોરંટ બહાર પડ્યુ. જે મુજબ મોહનદાસ કરમચંદ ગાંધીને સરકારની ઈચ્છા હોય ત્યાં સુધી યરવડા મધ્યસ્થ જેલમાં કેદ રાખવા. ગાંધીજી સહિત તેમના દાંડીકૂચના ૮૧ સાથીદારો તથા દરેક સત્યાગ્રહીઓને નમન. 






sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in