હિંદુ – મુસ્લિમ અને સરદાર પટેલ
૧૫ ઓગષ્ટ ૨૦૨૧, સ્વતંત્ર દિવસ
૧) શું
સરદાર પટેલને અન્યાય થયો?
૨) કોમવાદી
સરદાર પટેલ – હિંદુવાદી સરદાર પટેલ – સરદાર પટેલ પર લાગેલ આ આરોપોનું સત્ય શું છે?
૩) મુસ્લિમો
પાકિસ્તાન જઈને શું કરશે? – સરદાર પટેલ
૪) લિયાકત
પેક્ટ અને જસ્ટિસ બશીર અહેમદ
આપણો રાષ્ટ્ર દ્વજ નક્કી કરવા એક કમીટીનું ગઠનનો ઠરાવ ૦૨ એપ્રિલ ૧૯૩૧ના રોજ કરાંચી અધિવેશનમાં થયો. અને આ કમીટીએ રાષ્ટ્ર દ્વજ બાબતે જરૂરી સુચનો અને રીપોર્ટ ૩૧ જુલાઈ ૧૯૩૧ ના દિવસે કે તે પહેલાં આપવા તેવું નકકી કરવામાં આવ્યુ.
૧) શું સરદાર પટેલને અન્યાય થયો?
સૌ પ્રથમ તો સરદાર પટેલને અન્યાય થયો કહેનાર જ સરદાર પટેલને અન્યાય સહન કરનાર વ્યક્તિ સમજે છે ત્યારે જ આ પ્રશ્ન ઉદ્ભભવે ... સરદાર પટેલને અન્યાય થયો તેવું અન્યો નહી પરંતુ હું પોતે પણ માનતો હતો, પરંતુ ૨૦૧૨ પછી જેમ જેમ સરદાર પટેલ વિશે જાણતો થયો, તેમ તેમ હું તે સમજી ગયો કે સરદાર પટેલને કોઇ અન્યાય કરીજ ન શકે. અને આ બાબતે એક સ્પષ્ટ સવાલ હંમેશા દરેકને પુછું કે સરદાર પટેલને અન્યાય થયો તેવું સરદાર પટેલે કોઈને કહ્યું ખરું (કારણકે સરદાર પટેલ પોતે બેરિસ્ટર હતા અને સ્પષ્ટ વાત કહેનારા હતા, પીઠ પાછળ તો વાત કરતા નહી), સરદાર પટેલે આ વિશે બીજા કોઈને ન કહ્યું હોય તેવું પણ માની લઈએ, તો તેમના દિકરી કું. મણીબેન પટેલ જેઓએ સરદાર પટેલ માટે આયખું અર્પણ કર્યુ શું સરદાર પટેલે તેમને પણ ક્યારેય કહ્યું કે કું મણીબેન પટેલે પણ ક્યારેય આ વાતનો ઉલ્લેખ સરદાર પટેલના મૃત્યુ પછી કહ્યું? “ના”
તમારા મુજબ જેને અન્યાય થયો તેમણે ક્યારેય નથી કહ્યુ અને તેમના વારસદારો નથી બોલ્યા કે અન્યાય કર્યો. તો પછી આ વાતને તુલ આપનાર હું કે તમે કોણ?
ઈતિહાસમાં જે સમયે જે નિર્ણયો લેવાયા તે હકીકતમાં સમયને આધીન નિર્ણયો લેવાયા અને આ મુદ્દાને એક બીજી દ્રષ્ટિએ જોઈએ તો સરદાર પટેલ વડાપ્રધાન બન્યા અને નહેરુ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બને તો શું ભારત નો જે નક્શો આજે આપણી જોઈએ છે તે શક્ય બની શકે ખરો? શું નહેરુ હૈદ્રાબાદ, જામનગર, ભોપાલ, ના નવાબો સાથે ભારતમાં ભેળવી શક્યા હોત ખરા? મારા મંતવ્ય મુજબ તો આ શક્ય ન બન્યું હોત, અને એટલે જ માનવું રહ્યુ કે સરદાર પટેલની કુનેહથી જ અખંડ ભારતની રચના શક્ય બની.
વર્ષ ૧૯૪૭ ના અંતમાં (એટલે કે આઝાદી ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે મળી) એટલે કે ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ અને ડિસેમ્બર ૧૯૪૭ના સમયગાળાની વાત જ્યારે સરદાર અને જવાહરલાલ વચ્ચે મતભેદો ઉભા થયા ત્યારે બન્ને અવારનવાર ગાંધીજી સાથે રજુઆત કરતા, એક સમયે ગાંધીજીએ સરદાર સાહેબને કહ્યું પણ હતું કે
“તમારી આજની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરતા મને લાગે છે કે તમારે પ્રધાનમંત્રી પદનો સ્વીકાર કરવો જોઈએ.”
ત્યારે સરદાર સાહેબે ગાંધીજીને કહ્યું કે “પ્રધાનમંત્રી તો જવાહર જ રહે, માત્ર મને રાજકાજથી મુક્ત કરો એટલું જ પ્રાર્થુ છું. જો હું આ પદનો સ્વીકાર કરુ તો જે લોકો મારી સામે અવળી વાતો ફેલાવી રહ્યા છે તેમની વાતોને નાહકની પુષ્ટિ મળશે” (આ પ્રસંગની વાત મણીબેનની ડાયરીમાં લખેલ છે અને જેની નોંધ સરદાર પટેલ જન્મ શતાબ્દી ગ્રંથમાળામાં પણ કરેલ છે.)
આ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે અને જેમ સરદાર પટેલ પર મુસ્લિમ વિરોધી છે તેવો આરોપ લગાવે છે તેવા જ એક સેનાની મૌલાના આઝાદ કે તેમના અને સરદાર સાહેબના મતભેદો તીવ્ર હતા તેઓ પોતાના મરણોત્તર પુસ્તક “ઈન્ડિયા વિન્સ ફ્રીડમ” માં અનેક આકરા પ્રહારો સરદાર સહેબ પર કરેલા છે, અને તેમના જ સહકાર્યકર્તા હુમાયુ કબીરે “ધ સ્ટેટ્સમેન”ને ૨૫ જુલાઈ ૧૯૬૯ ના રોજ કહ્યુ કે પોતાના અંતિમ દિવસોમાં આઝાદ એવા તારણ પર આવ્યા હતા કે પોતે પટેલની બાબતમાં ગલત હતા. તેમણે કહ્યું હતું કે પોતે ૧૯૪૬માં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પટેલનું સુચન કરવું જોઈતું હતું. (એટલે કે જે ચુંટણીની વાત થઈ રહી છે કે સરદાર પટેલને ૧૯૪૬માં પ્રધાનમંત્રી પદ માટે અન્યાય થયો તે હકીકતમાં કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણી હતી નહી કે પ્રધાનમંત્રી પદની)
૨) કોમવાદી
સરદાર પટેલ – હિંદુવાદી સરદાર પટેલ – સરદાર પટેલ પર લાગેલ આ આરોપોનું સત્ય શું છે?
ભારતની
એકતા અને અખંડિતતા તથા હિંદુ-મુસ્લિમ બંધુત્વ વિશે સરદારનો હઠાગ્રહ હંમેશા રહ્યો. તેમના
રાષ્ટ્રવાદ અને દેશદાઝ વિશે કોઈ શંકા કે વિવાદ નહોતો તેમ છતાં તેમના પર કહેવાતા
બનાવટી બિનસાંપ્રદાયિકતાવાદીઓએ ખુલ્લેઆમ કોમવાદી અને હિંદુ તરફી પક્ષપાતી વલણ
ધરાવતા હોવાનો અક્ષેપ કરેલ અને આવા આક્ષેપો પર ખરાઈ અન્ય કોઈ નહી પણ તેમના સાથીઓ
મૌલાના અબુલ કલામ આઝાદ અને જયપ્રકાશ નારાયણ જેવાએ પણ કરેલ. અને તેઓએ જ પાછળથી
કબુલાત કરેલ કે તેમણે સરદાર પટેલને સમજવામાં ભુલ કરેલ.
“ગાંધીજીએ તેમના વિશે કહ્યું કે “સરદારને મુસ્લિમ-વિરોધી કહેવા એ તો સત્યનો ઉપહાસ કરવા જેવુ લેખાશે.”
૩) મુસ્લિમો પાકિસ્તાન જઈને શું કરશે? – સરદાર પટેલ
આઝાદી
બાદ ભાગલા દરમ્યાન જ્યારે ભારતીય મુસ્લિમો પાકિસ્તાન હિજરત કરી રહ્યા હતા ત્યારે
સરદાર પટેલ દેશના ભાગલા પડવાના નિર્ણય અયોગ્ય હતો તે હકીકતથી દુ:ખી હતા તેમણે કહ્યું
કે “સમુદ્ર કે નદીઓની જળરાશિના કંઈ ભાગ પાડી શકાતા નથી. જ્યા સુધી મુસ્લિમોનો
સવાલ છે, એમના મૂળિયાં, એમના પવિત્ર
સ્થાનો અને ધાર્મિક કેંદ્રો અહીં જ છે. મને નથી ખબર કે તેઓ પાકિસ્તાન જઈને શું
કરશે?
અમે જ્યારે ભાગલાનો સ્વીકાર કર્યો ત્યારે એવી ઈચ્છાથી કરેલો કે કદાચ તેમ કરવાથી પ્રગતિને અશક્ય બનાવી દેનાર બાબતોથી અવરોધ પામ્યા વિના બન્ને દેશ પોતપોતાની રીતે મુક્તપણે વિકાસ સાધી શકશે. અને સાથે સાથે પાકિસ્તાનને અમે શુભેચ્છાઓ પાઠવી હતી અને અમે આશા સેવતા હતા કે પરિસ્થિતિ થાળે પડતા, જ્યારે તેઓને ખ્યાલ આવે કે ખરેખર આપણે ભાઈઓ છીએ અને ભિન્ન ધાર્મિક વિચારો અને આદર્શોમાં વહેચાયેલા બે અલગ રાષ્ટ્રો નથી, ત્યારે તેઓ આપણી પાસે પાછા ફરશે.
૪) લિયાકત પેક્ટ અને જસ્ટિસ બશીર અહેમદ
લિયાકત પેક્ટ કેમ થયો તેની પાછળ સરદાર પટેલની દેશભક્તિ હતી અને નેહરુ પ્રત્યેની વફાદારીની કસોટી હતી.
જ્યારે પાકિસ્તાન દ્વારા હજારો હિંદુઓને પૂર્વ બંગાળમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને પાકિસ્તાન સરકારના આવા અસહકારી વલણથી સરદાર સાહેબ અત્યંત ક્ષુબ્ધ થયા હતા, હિંદુ અને મુસ્લિમો વચ્ચેના સંબંધો બગાડવાની પ્રવૃત્તિ પાકિસ્તાને કોઈ પણ રીતે છોડી નહોતી.
ડિસેમ્બર ૧૯૪૮ના જયપુર અધિવેશનમાં પટેલે પાકિસ્તાનને ચીમકી
આપી કે જો તે આ રીતે હિંદુ નિર્વાસિતોનો પ્રવાહ ભારતમાં ધકેલવાનું, ખાસ કરીને પૂર્વ
બંગાળથી બંધ નહી કરે તો, અમારી પાસે એટલી જ સંખ્યામાં મુસ્લિમોને તગેડી મૂકવા સિવાય
અન્ય કોઈ વિકલ્પ નહી રહે.” આ વાતથી સરદાર પટેલના ટીકાકારો એમના પર ટુટી પડ્યા અને
સરદાર પટેલ પર ભારતીય મુસ્લિમોના વિરોધી અને દુશ્મન હોવાના આરોપો થયા. આ વાતને
રદિયો આપતા નહેરુ સરદાર સાહેબના બચાવ માટે આગળ આવ્યા અને તેમણે કહ્યુ કે નાયબ
વડાપ્રધાનનું વિધાન પાકિસ્તાનને અનુલક્ષીને કરવામાં આવેલ હતુ; એ કાંઈ ભારતના મુસ્લિમોને
આપેલ ધમકી નહોતી. અને આ વિધાન અનુસાર રાજસ્થાનમાં શાંતિ અને સંવાદિતાપૂર્ણ વાતાવરણ
સ્થાપી ભારત તરફ ધસી આવતા નિરાશ્રિતોનો પ્રવાહ અટકાવવાનો અનુરોધ કરેલ છે.
જયપુર અધિવેશન દરમ્યાન સરદાર સાહેબે અપનાવેલ કડક વલણને પરિણામે, લિયાકત અલી ખાન એપ્રિલ ૧૯૫૦ના પહેલા સપ્તાહમાં દિલ્હી દોડી આવ્યા અને તેમની સાથે વાટાઘાટો બાદ કરાર કરવામાં આવ્યો જે નહેરુ લિયાકત સમજુતિ તરીકે જાણીતો થયો. આના કારણે બન્ને રાષ્ટ્રોએ હિંદુઓ અને મુસ્લિમોને સમાન નાગરિક્ત્વ અપાશે તેમ નક્કી થયુ અને સુરક્ષાની ખતરી આપી. આ કારણે નારાજ થઈ નહેરુ મંત્રી મંડળના ૨ મંત્રીઓ શ્યામા પ્રસાદ મુખર્જી અને કે. સી. નિયોગીએ રાજીનામા ધરી દીધા. સરદાર પટેલ તેમ છતાં પણ નહેરુની પડખે અડગ રહ્યા. એમણે ખાસ કરીને પશ્ચિમ બંગાળના ઉશ્કેરાયેલા સંસદસભ્યોને કહ્યુ, કે પ્રવર્તમાન સંજોગોમાં આ કરાર શ્રેષ્ઠ છે અને જે સારા હેતુ અને જુસ્સા સાથે તે સ્વીકારેલ છે, તેનુ વચન પણ લિયકતે પાળ્યું છે. ત્રણ મહિનામાં જ એક લાખથી વધુ હિંદુ નિરાશ્રિતોને પરત લઈ લીધા. અને આ કારણે નહેરુની પ્રતિષ્ઠામાં વધારો થયો. અને સરદાર પટેલનો વિશ્વાસ પણ જળવાયો.
જસ્ટિસ બશીર અહેમદ
સરદાર પટેલ મુસ્લિમ વિરોધી ન હતા તે ફરી એક વાર સરદાર પટેલના અંતિમ દિવસોમાં પુરવાર થયુ. મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ બશીર અહેમદને કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની દરખાસ્ત ભારત સરકારે કરી પરંતુ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ કાનિઆએ આ પ્રસ્તાવને નકારી દીધો અને આ ફાઈલ વડાપ્રધાન નહેરૂ પાસે પહોચી, ત્યારે નહેરૂ ખુબ ક્રોધિત થયા અને સરદાર પટેલ કે જેઓ ગૃહમંત્રી તરીકે આ બધી નિમણૂકોનો સીધો હવાલો સંભાળતા હતા, તેમને કાનિઆના આવા વલણ વિશે ફરીયાદનો પત્ર ૨૩ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ લખ્યો, સરદાર પટેલે તેજ દિવસે વળતા જવાબમાં જણાવ્યું કે તેમણે ગૃહસચિવ આયંગરને કાનિઆના વિરોધની ઉપેક્ષા કરીને બશીર અહેમદની નિયુક્તિ કરી દેવા જરૂરી સુચનાઓ આપી દીધી છે અને આ બાબતે મુખ્ય ન્યાયાધિશ કાનિઆને ટેલિફોન પર કહ્યુ કે જસ્ટિસ બશીર અહેમદની નિમણૂકની દરખાસ્તનો અસ્વીકાર કરીએ તો તે કોમી પક્ષપાતને લીધે છે તેમ સહેલાઈથી માનવાને કારણ મળી જશે.
No comments
Post a Comment