Bardoli Diwas - બારડોલી દિવસ - બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ | Vithalbhai Patel, Sardar Patel

Bardoli Diwas - બારડોલી દિવસ - બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ


Bardoli Diwas - બારડોલી દિવસ - બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ

શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં

            દેખ ભાગે સોઉ શૂર નાહીં

કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના,

            મંડા ઘમસાણ તંહ ખેત માહી

શીલ ઔર શૌચ સંતોશ સાથી ભયે,

            નામ શમ્શેર તંહ ખૂબ બાજે

કહત કબીર કોઉ ઝુઝિ હૈ સૂરમાં,

            કાયરાં ભેડ તંહ તુરત ભાજે

                                    કબીર

 

આજે ૧૨-૦૬-૨૦૨૧ એટલે કે બારડોલી દિવસ (૧૨-૦૬-૧૯૨૮ બારડોલી વિજય દિવસ) ૯૩ વર્ષ પહેલાં ભારત અને સમગ્ર વિશ્વને સરદાર મળ્યાં, એક એવો સત્યાગ્રહી કે આંદોલનકારી જે જેણે અંગ્રેજોના હાજા ગગડાવી દીધા, વલ્લભભાઈ પટેલની વકીલાતથી તો આમેય બોરસદ, આણંદ, ગોધરા અને અમદાવાદની કોર્ટોના અંગ્રેજ જજો અને વકીલો ડરતા હતા અને ત્યારબાદ ગુજરાત ક્લબમાં પોરબંદરના એક ઔર વીરલા ગાંધી સાથે ભેટો થયો પછી તો પુછવું જ શું? આખરે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું, પણ અત્યારે વાત વલ્લભભાઈ પટેલની કે જેમણે બારડોલી સત્યાગ્રહની કમાન સંભાળી અને આખરે એક ઐતિહાસિક જીત મેળવી જે દરમ્યાન મકોટી ગામના શ્રીમતી ભીખીબેને વલ્લભભાઈને સરદાર કહી બોલાવ્યાં કહ્યું “આજથી તમે અમારા સરદાર” અને આજે પણ આપણે સૌ વલ્લભભાઈ પટેલને સરદાર પટેલથી જાણીએ છીએ. ઉપરોક્ત કબીરની કવિતા કે દોહો એ દરેક શૂરા સત્યાગ્રહીને સમર્પિત.

 

બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ :

 

તા. ૦૬-૦૯-૧૯૨૭ :        બારડોલીના જૈનોના અપાસરામાં તાલુકાના લોકોની જંગી સભા થઈ. અને સભામાં મહેસૂલનો

વધારો નહી ભરવાનો ઠરાવ થયો. આ સભામાં શ્રી દાદુભાઈ પુરુષોત્તમ દેસાઈ અને શ્રી ભીમભાઈ રણછોડજી નાયકની હાજર હતા.

તા. ૧૧-૧૨-૧૯૨૭ :        શ્રી શિવદાસાનીના પ્રમુખપદ હેઠળ વાલોડ મહાલના લોકોની સભા મળી અને આ સભાએ વધારાનું

મહેસૂલ ભરવાનો ઈનકાર કાર્યો.

તા. ૦૫-૦૨-૧૯૨૮ :        બારડોલીમાં વધેલું અન્યાયી મહેસૂલ ખેડૂતો ન ભરે તે માટે શ્રી વલ્લભભાઈએ ચળવળની શરુઆત કરી.

તા. ૧૨-૦૨-૧૯૨૮ :        બારડોલીના હજારો ખેડૂતોએ સભા ભરીને વધેલું મહેસૂલ નહી ભરવાની પ્રતિજ્ઞા લીધી.

તા. ૨૯-૦૨-૧૯૨૮ :        સત્યાગ્રહી ખેડુતોની જમીનોનું લિલાઉ થવાની શરૂઆત થઈ

તા. ૦૩-૦૫-૧૯૨૮ :        બારડોલી અને વાલોડમાં સરઘસો અને નગારાનો પ્રતિબંધ થયો.

તા. ૨૭-૦૫-૧૯૨૮ :        બારડોલીમાં જંગી હડતાળ પડી

તા. ૦૪-૦૬-૧૯૨૮ :        વધેલા જમીન મહેસૂલ સામે વિરોધ દર્શાવવા માટે મુંબઈની ધારાસભામાંથી સભ્યોએ રાજીનામાં આપવાની શરુઆત કરી.

તા. ૧૨-૦૬-૧૯૨૮ :        “બારડોલી દિન” અને મકોટીના શ્રીમતી ભીખીબેને વલ્લભભાઈને ઉદ્દેશીને કહ્યુ “આજથી તમે અમારા સરદાર”

તા. ૧૩-૦૬-૧૯૨૮ :        હિંદી વજીર એ બારડોલીની લડતમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી

તા. ૧૭-૦૬-૧૯૨૮ :        હિંદી વેપારી ચેમ્બરના પ્રતિનિધિઓ સાથે સમાધાનની ચાલેલી મસલત પડી ભાંગી, તથા કનૈયાલાલ મુંશીએ ગવર્નરને છેલ્લો પત્ર લખીને બારડોલીમાં ચાલતી સરકારની દમનનીતિ વિશે ચોકવનારી વિગતો આપી અને ધારાસભામાંથી રાજીનામું આપ્યું.

તા. ૨૧-૦૬-૧૯૨૮ :        બારડોલીમાં ચલતી દમનનીતિમાં સ્વતંત્ર તપાસ કરવા માટે શ્રી કનૈયાલાલ મુંશીએ પોતાના પ્રમુખપદ હેઠળ કમિટીની સ્થાપના કરી.

તા. ૨૪-૦૬-૧૯૨૮ :        મુંશી કમિટીએ તપાસ શરુ કરી.

તા. ૦૮-૦૭-૧૯૨૮ :        કોંગ્રેસ નેશનાલીસ્ટ પક્ષે સરકારને બારડોલીના મામલામાં તપાસ કરવા જણાવ્યું

તા. ૧૬-૦૭-૧૯૨૮ :        ગવર્નરે બારડોલી વિષે વાઈસરોય જોડે સીમલામાં મસલત કરી.

તા. ૧૮-૦૭-૧૯૨૮ :        ગવર્નરે બારડોલીના ખેડુતોના ડેપ્યુટેશન સાથે સુરતના કિલ્લામાં મસલત કરી, સરકારી શરતોની જાહેરાત કરી.

તા. ૨૦-૦૭-૧૯૨૮ :        સરદાર વલ્લભભાઈએ સરકારી શરતોનો અસ્વીકારવાની જાહેરાત કરી.

તા. ૨૧-૦૭-૧૯૨૮ :        તાડીના માંડવાઓના લિલાઉ થાય તે માટે પિકેટીંગ કરતા શ્રી મણીલાલ કોઠારી, કુ. મીઠુબેન પીટીટ, શ્રીમતી ભેંસાણીઆ, ડો. ઘીઆ વગેરેની ધરપકડ થઈ.

તા. ૨૩-૦૭-૧૯૨૮ :        મુંબઈની ધારાસભામાં ગવર્નરે, સમાધાન ન થાય તો દમનનીતિ આદરવાની ધમકી આપી. અર્લ વીંટરટને પન આમની સભામાં ખુલાસો કરતા મુંબઈ સરકારની નીતિને ટેકો આપ્યો.

તા. ૨૫-૦૭-૧૯૨૮ :        સરકારના અલ્ટીમેટમ સામે મુંબઈની ધારાસભાના સભ્યોએ વિરોધ કર્યો. તથા શ્રી રામચંદ્ર ભટ્ટે બારડોલીના ખેડૂતોનું વધારાનું મહેસૂલ ડિપોઝિટ તરીકે મુકવાની ઈચ્છા દર્શાવી.

તા. ૨૬-૦૭-૧૯૨૮ :        સરકારે શ્રી રામચંદ્ર ભટ્ટને વળતા જવાબમાં જણાવ્યુ કે તમારી ઓફર ધારાસભામાં સુરતના સભ્યો દ્વારા કરો.

તા. ૦૨-૦૮-૧૯૨૮ :        ગાંધીજીનું બારડોલીમાં આગમન

તા. ૦૨-૦૮-૧૯૨૮ :        ધારાસભાના ગુજરાતના સભ્યોના આમંત્રણના કારણે શ્રી વલ્લભભાઈ પૂના ગયા

તા. ૦૩-૦૮-૧૯૨૮ :        શ્રી વલ્લભભાઈ પટેલ સાથે પૂનામાં સર ચૂનીલાલ મહેતાને ઘેર સમાધાનની ગંભીર વાતો ચાલી.

તા. ૦૪-૦૮-૧૯૨૮ :        પૂનામાં સમાધાનની વાતો ચાર વાગ્યા સુધી ચાલી અને ત્યારબાદ શ્રી વલ્લભભાઈ સુરત પરત જવા નિકળ્યા

તા. ૦૫-૦૮-૧૯૨૮ :        આખરે સુરતમાં સમાધાન થયુ

તા. ૦૬-૦૮-૧૯૨૮ :        સુરતના સભ્યોએ રેવેન્યુ મેમ્બરને પત્ર લખીને સરકાર શરતો બર આવશે તેમ જાહેર કર્યુ અને સરકારે જાહેરનામુ બાહર પાડી સંપુર્ણ સ્વતંત્રને ખુલ્લી તપાસ કમિટી નીમવા જણાવ્યું

તા. ૦૯-૦૮-૧૯૨૮ :        મહાત્મા ગાંધી અને શ્રી વલ્લભભાઈએ યાદી બહાર પાડી, લડતની પૂર્ણાહુતિ જાહેર કરી અને પ્રજાને વધારો ભરવા, ભૂલેલાનો બહિષ્કાર છોડવા અને તપાસ માટે પુરાવાઓ ભેગા કરવા અને રચનાત્મક કાર્યો કરવા અપીલ કરી.

 

લાજ રાખી પ્રભુએ આપણી રે,

            જીત આપી પળાવી ટેક

શસ્ત્રધારી શસ્ત્ર બૂઠાં થયા રે,

            શસ્ત્રધારી થયા છે ફજેત

એક ટીપુ પાડ્યુ નથી લોહીનું રે,

            યુધ્ધ જીત્યા દાનત કરી નેક

શસ્ત્ર દૈવી લીધાં છે હાથમાં રે,

            નથી છોડ્યો લગારે વિવેક

પૂરણ પુણ્યે વલ્લભભાઈ પામીઆ રે,

            લીધો તાલુકા કાજે ભેખ

બારડોલીનો ડંકો વાગીઓ રે,

            બધી કોમો ઝૂઝી બની એક

ગયા થંભી આકાશમાં દેવતા રે,

            પુષ્પવૃષ્ટિ કરે ધરી હેત

                                    ફુલચંદ શાહ (વઢવાણ)

સંદર્ભ : બારડોલી સત્યાગ્રહ – સંપાદક – ઈશ્વરલાલ દેસાઈ. 

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in