Gandhi & Sardar Patel | गांधी और सरदार पटेल । ગાંધી અને સરદાર પટેલ
How were Sardar Vallabhai Patel related to the Gandhiji?
ગાંધીજીમાં સરદાર સાહેબે વિશ્વાસ મુક્યો, અને સરદાર પટેલ એમ કાંઈ કોઈને પારખ્યા વગર વિશ્વાસ ન મુકે,
સરદાર સાહેબે કેમ ગાંધીજી પર વિશ્વાસ મુક્યો તે પણ જાણવું જોઈએ. ગાંધીજી
ફક્ત રાજકીય કે ફક્ત આર્થિક કે ફક્ત સામાજિક નેતા ન હતા આપણે ખુશીથી કહી શકીએ કે મહાત્મા
ગાંધીજી એક ધર્મનેતા હતા, એક આધ્યાત્મિક નેતા હતા. એમનું લક્ષ્ય
સત્ય હતું. તેઓ કહેતા ઈશ્વર સત્ય છે એમ નહી પણ સત્ય ઈશ્વર છે. સત્યની શોધમાં લાગેલ
ગાંધીજીમાં સરદાર પટેલે શ્રધ્ધા રાખી. અને ગાંધીજીને જે સત્ય
સમજાયુ તે સત્યને અપનાવવાની વૃત્તિ સરદાર સાહેબે રાખી. સરદાર પટેલે તો અનેકવાર કહ્યુ
છે કે : “હું ગાંધીજીનો સૈનિક છું. તે કહે તેમ કરવાને કાજે બંધાયેલો છું.” આ શબ્દો
સરદાર સાહેબે ફક્ત બોલવા માટે નહોતા કહ્યા પરંતુ તેમણે તે વાતનો અક્ષરે અક્ષર પાળી
બતાવ્યો.
સરદાર પટેલના શતાબ્દી ગ્રંથમાં એક વાત લખાયેલ છે તે સમજવા જેવી છે કે સરદાર પટેલ
ગાંધીજીના અનુયાયી હતા પરંતુ અંધ ભક્ત નહોતા. તેમણે કહ્યુ કે : ઘણા મને ગાંધીજીનો અંધ ભક્ત કહે છે. હું ઈચ્છું છું
કે હકીકતમાં મને તેમના અંધ ભક્ત બનવાની શક્તિ મળે, પરંતુ અફસોસ તેવુ નથી. હું મારી પાસે સરેરાશ બુધ્ધિ અને સમજ
હોવાનો દાવો કરું છું. મે દુનિયા જોઈ છે, અને તેથી આ સંભવ નથી કે હું આ અર્ધ નગ્ન વ્યક્તિને પાગલ માણસની
જેમ અથવા કોઈ સમજણ વગર અનુસરુ. હું એવા વ્યવસાયનો સભ્ય હતો કે જેમાં કદાચ હુ ઘણાને
ગેરમાર્ગે દોરી હું શ્રીમંત બની શક્યો હોત, પરંતુ મે આ વ્યવસાય છોડી દીધો, કારણકે મે આ માણસ પાસેથી જાણ્યુ કે આ એ રસ્તો નથી જેના થકી હું
ખેડુતોનું ભલુ કરી શકુ. તેઓ ભારતમાં આવ્યા ત્યારથી જ હું તેમની સાથે રહ્યો છું, અને જ્યાં સુધી હું જીવીશ અને તે જીવે ત્યાં સુધી આ સંબંધ
રહેશે. તેમ છતાં હું તેમને મારા કામથી દૂર રાખું છું. જો આપણે ફક્ત નેતૃત્વ માટે
તેમની તરફ ધ્યાન રાખીએ તો આપણે પહેલ અને સ્વતંત્ર કાર્યવાહીની ક્ષમતા ફરીથી મેળવી
શકીશું નહી આ માટે તેમના માર્ગદર્શનની જ રાહ જોવી પડે. આપણે હંમેશા કોઈની સહાયતા
પર નિર્ભર હોઈએ તો આપણે કાંઈ પણ પ્રાપ્ત કરવાની આશા રાખી શકીએ? જ્યારે તેઓ મૈસુરમાં બીમાર હતા, ત્યારે ઘણા લોકોએ તેમને ટેલીગ્રામ મોકલી વિનંતી કરી કે તેઓએ
પૂર-રાહત કાર્ય માટે ગુજરાત આવવું. આથી તેમણે મને પુછ્યુ કે શું કરવું જોઈએ? ત્યારે મે કહ્યુ કે દસ વર્ષથી તેઓ ગુજરાતને સલાહ આપે છે, અને જો તેમણે જાણવું હોય કે આ સલાહ મુજબ ગુજરાત અનુસરે છે કે
નહી તો તમારે ગુજરાત ન જવુ જોઈએ. આવી જ રીતે મે તેમને કહ્યુ હતુ કે મારી
બારડોલીમાં ધરપકડ થાય ત્યાર પછી જ તેમણે બારડોલી આવવું. શિસ્ત અને સંગઠનનો અભાવ એજ
આપણી મુખ્ય ખામી છે. સૈનિક કેવી રીતે બનવું તે આપણે નથી જાણતા. આપણે હુકમ આપવા
માટે ટેવાયેલ નથી. વ્યક્તિગત સ્વતંત્રતાના આ યુગમાં, સ્વતંત્રની પરવાનગી ભુલ ભરેલ છે.
પ્રશ્ન ખેડા સત્યાગ્રહનો હોય કે બારડોલી સત્યાગ્રહનો હોય, કે પછી મીઠા સત્યાગ્રહ હોય સરદાર પટેલ માટે
તો ગાંધીજી એ કહ્યું એટલે કરવાનું. પરંતુ તે સત્યાગ્રહો કેવી રીતે સફળ બનાવવા તેની
યોજનાઓ સરદાર પટેલ જ તૈયાર કરતા જેમ કે મીઠા સત્યાગ્રહ (દાંડી કૂચ્) ની વાત કરીએ તો
સરદાર સાહેબે સાબરમતિ આશ્રમથી દાંડી સુધી આવતા ગામોની સ્વંય મુલાકાત લીધી અને ગાંધીજીનો
રાતવાસો ક્યા રહેશે? તે માટે કેવી સગવડો કરવી? ગામે ગામથી કેટલા લોકો આ કૂચમાં જોડાશે? એમ આવી નાનામાં
નાની બાબતોનું પોતે ધ્યાન રાખ્યું અને અંગ્રેજોએ દાંડી કૂચ સફળ ન જાય તે માટે રાસ ગામે
સરદાર સાહેબની ધરપકડ કરી. જ્યારે તેમની ધરપકડ થઈ ત્યારે પણ તેમણે જેલમાં રહીને સત્યાગ્રહ
સફળ કેવી રીતે કરવો તેની પુરેપુરી તકેદારી રાખી.તેમની ધરપકડ ૭ માર્ચ ૧૯૩૦ના રોજ રાસ
ગામે સરદાર પટેલને ભાષણ કરવા માટે રોકવામાં આવ્યા અને તેમને એક એવા ગુના હેઠળ દોષી
ઠેરવવામાં આવ્યા કે જે તેમણે કર્યો જ નહોતો. સરદાર પટલે ભાષણનો એક પણ શબ્દ બોલ્યા નહોતા
તેમ છ્તાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા.
આવા હતા સરદાર આપણા
સંદર્ભ : સરદાર રાષ્ટ્રીય સંવાદિતાના સર્જક
No comments
Post a Comment