Why didn't Dahyabhai contest against Congress in Ahmedabad Lok Sabha elections?
અમદાવાદની લોકસભા ચુંટણીમાં ડાહ્યાભાઈ એ શા માટે કોંગ્રેસ સામે ઉમેદવારી ન કરી?
જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાનો સમય હતો અને શહેરમાં ઉમેદવારની પસંદગીનો માહોલ જામ્યો
હતો, તે સમયે ઈંદુલાલ યાજ્ઞિકને મધ્યસ્થ સમિતિએ અમદાવાદ
લોકસભાની બેઠક માટે નામ પસંદ કરાયું હતું પરંતુ ઈંદુલાલ યાજ્ઞિકને મહાગુજરાત આંદોલન
ગુજરાતમાં ચલાવી તે આંદોલનને જીતવાના સ્વપનમાં રાચતા હતા, અને
આથી જ તેઓ ગુજરાત છોડી દિલ્હી તરફ જવા નહોતા માંગતા. આથી ઈંદુલાલ યાજ્ઞિક પોતાની જગ્યાએ
બીજા ઉમેદવારોની શોધમાં લાગેલ હતા અને તેમની નજરે અમદાવાદના જ વિખ્યાત કુટુંબ હઠીસિંગના
રાજા હથીસિંગ ચડ્યા, (હઠીસિંગના લગ્ન પંડિત નહેરુના બહેન કૃષ્ણા
સાથે થયા હતા.), હઠીસિંગ સાથે ચર્ચા કરતા તેઓ લોકસભાની બેઠક માટે
જરૂરી ખર્ચ કરવા અને બધી જ જવાબદારી ઉઠાવવા તૈયાર હતા. મંડળોમાં ચર્ચા કરતા સર્વેએ
આગ્રહ કર્યો કે કોંગ્રેસના ઉમેદવાર ખંડુભાઈ દેસાઈને બીજો કોઈ ઉમેદવાર હરાવી શકશે નહી,
સામે દાદુભાઈ અમીન પણ હરીફાઈએ ઉતર્યા ત્યારે ભલામણ સમિતીએ તેમને પુરતી
સહાય કરવાની શરત કરેલ પણ તે નામંજુર થયેલ આથી આ ઝગડાનું નિરાકરણ કરવા વલ્લભ વિદ્યાનગરના
સર્જક ભાઈલાલભાઈ પટેલની હાજરીમાં મનુભાઈ ભીખાભાઈ પટેલના ઘરે એક મીટીંગનું આયોજન થયું,
કેટલાય માજી કોંગ્રેસીઓએ ભાઈકાકા આગળ દલીલો રજુ કરી અને તેમણે ઉમેદવારોની
રજુઆત પણ કરી ત્યારબાદ પસંદગી મંજુર થઈ. આજ સમયે ઈંદુલાલ તરફથી એક નવા ઉમેદવારનું નામ
આગળ આવ્યું એ નામ હતુ ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ (સરદાર પટેલના પુત્ર) અને સાથે સાથે
ઈંદુલાલે તો ત્યાં સુધી જણાવ્યુ કે મારા વતી ડાહ્યાભાઈને ઉમેદવાર તરીકે પસંદ કરો. આથી
બધા ભાઈકાકાને મળી કું. મણીબેનને મળવાં ગયા અને આખી વિગતની જાણ કરી. અને ડાહ્યાભાઈને
ઉમેદવાર તરીકે પસંદ કર્યા તેની પણ ચર્ચા થઈ.
ડાહ્યાભાઈની ઉમેદવારીની વાત જાણી કું. મણીબેન પટેલની આંખોમાં આસું સરી પડ્યા અને
તેમણે ડાહ્યાભાઈને ઠપકો આપ્યો કે બાપુની (સરદાર પટેલની) આંખ મીંચાઈ ત્યારે તારાથી કોંગ્રેસ
સામે ચુંટણીમાં ઊભા રહેવાય જ કેમ? બહેનના આવા શબ્દો
સાંભળી ડાહ્યાભાઈ પણ પોતાની આંખોના આંસુ રોકી ન શક્યા અને હતાશા સાથે તેમણે ઉમેદવારીની
વાત માંડી વાળી.
sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel
ડાહ્યાભાઈની ઉમેદવારીની વાત જાણી કું. મણીબેન પટેલની આંખોમાં આસું સરી પડ્યા અને
તેમણે ડાહ્યાભાઈને ઠપકો આપ્યો કે બાપુની (સરદાર પટેલની) આંખ મીંચાઈ ત્યારે તારાથી કોંગ્રેસ
સામે ચુંટણીમાં ઊભા રહેવાય જ કેમ? બહેનના આવા શબ્દો
સાંભળી ડાહ્યાભાઈ પણ પોતાની આંખોના આંસુ રોકી ન શક્યા અને હતાશા સાથે તેમણે ઉમેદવારીની
વાત માંડી વાળી.
No comments
Post a Comment