Tribute to Shri Vithalbhai Patel - 22-10-2020
વિઠ્ઠલભાઈ
પટેલ પોતાના પુરુષાર્થ અને હોશિયારીથી “બેરિસ્ટર વિઠ્ઠલભાઈ” તરીકે મુંબઈ (તે સમયે બોમ્બે)
હાઈકોર્ટમાં ખ્યાતનામ થયેલ વિઠ્ઠલભાઈ હવે પ્રજાસેવક “માનનીય શ્રી વિઠ્ઠલભાઈ” તરીકે
ઓળખાવા લાગ્યા. વિઠ્ઠલભાઈના તે સમયના સાથીદારો મુખ્યત્વે સર
ફિરોજશાહ મહેતા, ગોકુલદાસ કહાનદાસ પારેખ, ઈબ્રાહીમ રહીમતુલ્લા, સર રઘુનાથરાવ પરાંજપે, સર લલ્લુભાઈ શામળદાસ અને સર ચીમનલાલ સેતલવાડ હતા. ધારાસભાની કાર્યવાહીમાં પ્રશ્નો
કેમ પૂછવા, ઠરાવો કેવી રીતે રજુ કરવા, સુધારા
કેવી રીતે રજુ કરવા, વધારાના પ્રશ્નો ક્યારે અને કેવી રીતે પુછી
શકાય આમ આખી કાર્યવાહી પર પકડ કેવી રીતે મજબુત કરાય તે માટે વિઠઠલભાઈ એક અભ્યાસી જીવન
શરૂ કર્યુ અને તેઓ સવારથી સેક્રેટેરિયેટ લાયબ્રેરીમાં અને બોમ્બે પ્રેસીડેંસી અસોસિયેશન
લાયબ્રેરીમાં અભ્યાસ કરતા.
વિઠ્ઠલભાઈ પટેલ પોતાની બાજ નજરે આખા પ્રાંતના વહીવટ પર નજર રાખતા અને જરા પણ ગરબડ, ગેરવહીવટ, કે શંકાસ્પદ કાર્ય ઘ્યાન આવે તો એન વિશે પ્રશ્નો પૂછી વહીવટકર્તાઓને મુશ્કેલીમાં મુકી દેતા, એમના સવાલોની સંખ્યા અને ધારાસભાના કુલ સભ્યોએ પુછેલ પ્રશ્નોની સંખ્યા સરખાવીએ તો વિઠ્ઠલભાઈના પ્રશ્નોની સંખ્યા વધારે રહેતી, એક વર્ષેતો કુલ પ્રશ્નોનો મોટોભાગ જ વિઠ્ઠલભાઈ એકલાનો હતો. એક પ્રસંગે તો બે ગોરા અફસરોએ એક ભારતીય નાગરીકને તુમાખીમાં માર્યો, અને આની જાણ વિઠ્ઠલભાઈને થઈ એટલે, તેમણે ધારાસભામાં જ પ્રશ્ન કર્યો કે સરકારે આ અફસરો સામે શું પગલા લીધા જેથી એવા વર્તનનું પુનરાવર્તન ન થાય? ધારાસભામાં વિઠ્ઠલભાઈના આ સવાલે તો સરકારને અવઢવમાં મુકી દીધી અને આખરે જાહેરમાં કબુલવુ પડ્યુ કે આવી વર્તણૂક શરમજનક છે અને ગૌરવઘાતક છે.હોમરૂલ લીગના આદ્યસ્થાપક શ્રીમતી એની બેસેંટની ધરપકડ થઈ ત્યારે વિઠ્ઠલભાઈએ પ્રશ્નોનો મારો ચલાવી સરકારને ફરી કફોડી સ્થિતિમાં મુકેલ.
સરકારી બિલો પર સુધારાનો કાર્યક્રમ તેમણે ધારાસભાની ત્રીજી બેઠકથી શરૂ કરી. આ બેઠકોમાં તેમણે મહત્વના સુધારા રજુ કર્યા જેમા આબકારી કાયદો, ટાઉન પ્લાનિંગનો ધારો, મહેસૂલી કરના સુધારો, દરેક પર સુધારાઓ રજુ કર્યા અને તેમના થકી આશરે ૬૫ જેટલા સુધારાઓને રજુઆત માટે કરેલ વક્તવ્યથી તો એક ગોરા સભ્ય તો અધીરા થઈ ગયા અને વારંવાર કાનુની મુદ્દા રજુ કરી દખલ કરવા માંડી પરંતુ તેમા ફાવટ ન આવી અને વિઠ્ઠલભાઈએ આ બાબતે કરેલ અભ્યાસ ના કારણે ગવર્નરે પણ નમતુ જોખવુ પડેલ.
No comments
Post a Comment