સરદાર પટેલ એક સમાજ સુધારક
ઉમાશંકર જોશીની એક કવિતાની પંક્તિ
ગંધાતા દુરિત પ્રતિ ધારદાર શબ્દોના ઘા કરવામાં એ રાચે છે,
પણ હમણાં હમણાં તો એની આત્માની ગોફણમાંથી
છુટે છે - શબ્દ નહી, પણ તાતી સંકલ્પ શક્તિ
એન શબ્દો શબ્દો નથી, કાર્યો છે.
તા. ૦૫-૧૨-૧૯૨૫ના રોજ સરદારશ્રીએ અમદાવાદથી
કુમારી મણીબેનને પુના સેવાસદનમાં પત્ર લખ્યો
“તમને ત્યા બધુ બરોબર ગોઠવાઈ ગયુ હશે. બધા
સાથે હળી મળીને રહેજો.” આજે જ્યારે પરસ્પર કુસંપ, ઝગડાઓ વધતા જાય ત્યારે
સરદાર સાહેબે મણીબેનને લખેલ પત્ર દ્વારા જણાવેલ તેમના વિચારો ખુબ જ ઉપયોગી થાય છે.
સરદાર સાહેબ હળીમળીને કામ કરવાની સાથે સાથે સંપ અને સહકારની તરફેણ કરતા જણાય. તેમનું
માનવું હતું કે હળીમળીને કામ કરવાથી ઘણા સંઘર્ષોનો ઉકેલ સરળતાથી થાય છે.
તા. ૦૯-૦૫-૧૯૩૪ના રોજ સેંટ્રલ પ્રિઝન, નાસિક
રોડથી સરદાર પટેલે કસ્તુરબા સેવાશ્રમ, તથા અન્યોને લખેલ કાગળમાં
દર્શાવ્યુ કે “જુલ્મ કરનારની ખબર ઈશ્વર લેશે. વહેલો કે મોડો ખબર લેશે તેમા કોઈ શંકા
નથી.” સરદારના આ પત્ર દ્વારા સમજ આવે કે દરેકને જો ઈશ્વરનો ડર હોય તો તે દરેક વ્યક્તિ
અમાનુષી સામાજીક અત્યાચારો બંધ થઈ શકે છે.
સરદાર સાહેબે અશ્પૃશ્યતાની નવી વ્યાખ્યા
કરેલ તે જાણવા જેવી છે અને તેઓ આ વ્યાખ્યા તેમના ભાષણોમાં અવારનવાર કહેતા;
“અશ્પૃશ્યની વ્યાખ્યા તમે જાણો છો? પ્રાણીના
શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય ત્યારે તે અશ્પૃશ્ય બને છે. પરંતુ જ્યારે મનુષ્ય
કે પ્રાણીમાત્રમાં પ્રાણ હોય ત્યાં સુધી તે અશ્પૃશ્ય નથી તે પ્રભુનો એક અંશ છે. અને
કોઈને અશ્પૃશ્ય કહેવુ તે પ્રભુના અંશનો તિરસ્કાર કરવા જેવુ છે.”
સરદારનું તો સ્પષ્ટ પણે માનવું હતું કે
ઊંચનીચના ભેદભાવ માનનારને રાજસત્તાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસ પક્ષની વિચારધારામાં
એક અગત્યનો ભાગ અશ્પૃશ્યતા નિવારવાનો હતો. પોતાની રાજકીય વગ ધરાવી સરદારે અશ્પૃશ્યતા
નિવારણ માટે પ્રેરણાદાયક પ્રયાસો કર્યા. જેમ કે નવેમ્બર ૧૯૨૫માં તેમણે પોતે કાઠિયાવાડ
રાજપરિષદમાં તેમણે અશ્પૃશ્યતા નાબૂદીનો ઠરાવ પસાર કરાવ્યો. એ સભામાં જેમના માટે બેસવાની
અલગ જગ્યા કે વિભાગની વ્યવસ્થા કરવામાં આવેલ તે જગ્યાએ સરદાર સાહેબ પોતે જઈને બેઠા.
અને પોતાનું પ્રવચન પણ પોતે જ ત્યાંથી આપ્યું.
સરદારશ્રી જ્યારથી સમજણા થયા ત્યારથી પાટીદાર
નાતના પહેરામણી (પરઠણ) જેવા અન્ય રિવાજો પ્રત્યે તેમને ભારે તિરસ્કાર હતો. કોઈની પહેરામણીની
વાત સરદારસાહેબ પાસે આવે તો તરત પુછતા કે “આખલાના પાંચ હજાર ઉપજ્યા કે સાત હજાર ઉપજ્યા? એક
વાર તો પોતાના સગામાં જ એક છોકરાની સગાઈ વખતે પહેરામણીની બાબતે રકઝક ચાલતી હતી તે સમયે
જ સરદાર બોલ્યા કે “આ બધી ભાંજગડ છોડો અને છોકરાને શુક્રવારીમાં જ મુકો! સરદાર બાળલગ્નની
જેમ પરઠણના પણ સખત વિરોધી હતા. એક વાર ભાદરણની જાહેર સભામાં સરદારે કહેલું કે “ભાદરણમાં
પાટીદારોની મોટી ઈમારતો છે, તેથી ત્યા ધન વધુ છે તેમ ન માનતા
એ તો છોકરાઓના લગ્ન થાય ત્યારે ઈમારત જોઈ સારા પૈસા, સામાવાળા
પાસેથી લેવાય તેના માટે છે.”
No comments
Post a Comment