રાષ્ટ્રપતિ બનવા સૂચન કરતો બસંત કુમાર દાસના પત્રનો વળતો જવાબ સરદાર પટેલે શું આપ્યો?
Basanta Kumar Das (Member of Parliament - 1952) - Son of late Shri Indra Narayan Das
ભારતના રાષ્ટ્રપતિ પદ માટે શ્રી બસંત કુમાર દાસના સુચન કરતો પત્ર સરદાર સાહેબને મળ્યો ત્યારે તેમણે જે વળતો જવાબ આપ્યો તે સાચે જ સમજવા જેવો અને આઝાદીના સમયના રાષ્ટ્રપુરુષોને પરિપક્વતા અને એક બીજા પ્રત્યેની લાગણી દર્શાવે છે.
આ પત્રમાં સરદાર પટેલે ૨૭-૧૨-૧૯૪૯ના રોજ પત્ર દ્વારા જણાવ્યુંં કે :
તમારો પત્ર મળ્યો (આ પત્ર શોધવાની ખુબ પ્રયત્ન કર્યો પરંતુ મળ્યો નથી) તમે જે ભાવનાઓ વ્યકત કરી તે મારા અંતરઆત્માને સ્પર્શી છે.
ભારતીય પ્રતિનિધિના પ્રથમ રાષ્ટ્રપતિ બનવાનું સન્માન મારા પોતાના કરતા મોટા ગજાના બીજા માટે અનામત રહેવુ જોઈએ.જેમને જે પદ સોંપેલ છે તેમા દેશની સેવા કરવામાં દરેક વ્યકિતએ સંતોષ રાખવો જોઈએ અને જ્યાં તે પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી શકે. હું મારી સાથે તદ્દન સંતોષ છું.
હું આશા રાખું છું કે, આ સંજોગોમાં તમે મને નામાંકિત કરવાનો વિચાર છોડી દેશો.
અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદી પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બનવા માટે સી. રાજગોપાલાચારી (રાજાજી) અને ડો. રાજેંદ્રપ્રસાદ નામાંકિત થયેલ હતા અને સરદાર સાહેબ જે મોટા ગજાના બીજાની વાત પત્રમાં કરતા હતા તે આ બન્ને રાજપુરુષો માટે જ હતું. આમ સરદાર પટેલે તો પ્રધાનમત્રી પદ જ નહી રાષ્ટ્રપતિ પદની પણ લાલસા રાખી ન હતી અને આ પત્રમાં તેમની વિનમ્ર્તાની સાથે સાથે પોતે જે કાર્ય કરી રહ્યા છે તેનો પુર્ણ સંતોષ પણ છે તેવું પણ સુચન કરી રહ્યા છે.
આ પત્ર વી. શંકરના સીલેક્ટેડ પત્રો ૧૯૪૫-૧૯૫૦ના ભાગ ૨ માં નોંધ થયેલ છે.