Junagadh, Jodhpur, Jaisalmer - Sardar Patel | Vithalbhai Patel, Sardar Patel

Junagadh, Jodhpur, Jaisalmer - Sardar Patel



Junagadh, Jodhpur, Jaisalmer - Sardar Patel

સરદારને બિસ્માર્ક સાથે સરખામણી કરાય છે પરંતુ એમાં બિસ્માર્કનું સન્માન છે પરંતુ સરદારનું અવમુલ્યન કહેવાયકારણ કે બિસ્માર્કે મુઠ્ઠીભર રાજ્યોનો સંઘ બનાવ્યો હતો પરંતુ તેનું વિલીનીકરણ નહોતું કર્યુ જ્યારે સરદાર પટેલે ૫૬૨ રજવાડાઓનું અખંડ ભારતમાં વિલીનીકરણ કરાવ્યું.

શ્રી એચ. એમ. પટેલના વ્યાખ્યાન મુજબ જ્યારે મુસ્લીમ લીગે રજવાડાઓને લાલચ આપી ભારતનાં હ્રદયમાં ફાચર મરવાની નાકામ કોશીષ કરેલબન્યુ એવું કે ઝીણાએ જેસલમેર અને જોધપુરના રાજાઓને બોલાવીને પાકિસ્તાનમાં જોડાવવા માટે કોરો કાગળ આપી તેમની શરતો લખવા જણાવ્યું. ભારતના સદ્દ્નસીબે જેસલમેરના રાજાએ એવી શરત મુકી કેપાકિસ્તાન હિંદુસ્તાન વચ્ચે લડાઈ થાય તો પાકિસ્તાનને મદદ કરવા તેઓ બંધાયેલા નહી હોયઆમઆ મહાસંકટમાંથી રાજસ્થન ઊગરી ગયુ. પણ એ વાત સ્પષ્ટ છે કે રાજાઓને સ્વતંત્ર રહેવાની છુટ હતી. જોધપુર અને જેસલમેરના પ્રયાસો નિષ્ફળ ગયા. જમ્મુ અને કાશ્મીરમાં પણ સફળતા ન મળી, પરંતુ જુનાગઢની બાબતમાં જિન્હા ઠીક ઠીક સફળ થોડા સમય માટે રહ્યા હતા પરંતુ રાજ્ય અને રાજ્ય બહારના લોકમતના દબાણને કારણે તથા જુનાગઢ પ્રકરણમાં સરદાર પટેલને છુટ્ટો દોર મળેલ એટલે પણ તેઓ સફળ ન થયા.

જુનાગઢ પાકિસ્તાન સાથે જોડાયું તેનાથી અનેક મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા, અને આસપાસના રાજ્યોની જનતાનેતો આ સાવ મુર્ખાઈ ભરેલ જોડાણ તથા તેમની ભાવનાઓનું ઉલ્લંઘન કરનારુ લાગેલ. તેના ઉગ્ર વિરોધમાં તેઓ સ્વયંભૂ ખડી થઈ ગઈ અને જુનાગઢવાસીઓને યોગ્ય પીઠબળ અને ગતિશીલ દોરવણી પુરી પાડી. પાકિસ્તાનને આવા ઉગ્ર વિરોધની જરાય ધારણા નહોતી. લોકમતનું દબાણ જુનાગઢના નવાબને ભારતથી ભાગવા માટે અને તેના દીવાન પાસે ભારત સાથે રાજ્યનું જોડાણ કરાવવામાં અને પાકિસ્તાન ભાગી જતા પુર્વે પોતાના દ્વારા રાજ્યસરકારનું સુકાન લોકોના નેતાઓને સોંપી દેવડાવવામાં પર્યાપ્ત પુરવાર થયુ. ભારત માટે તો ફક્ત કોઈ હિંસાત્મક ઉપદ્રવ ફાટી નીકળે તો તેને અટકાવવા સેના કાઠિયાવાડ અને જુનાગઢની સરહદે મોકલી આપવાનું હતુ.
  
ગામડા નવેસરથી કેવી રીતે વસાવવા અને આદર્શ ગામડું કેવું હોય, તે બતાવવાનો અહીં પ્રયત્ન થશે. અહીં ૨૦૦૦ પ્લોટમાં પ્લાન પ્રમાણે મકાનો બંધાશે. આજના ગામડાં, વાંકાચૂકા, ઉબડખાબડ, અને ગબડગંદા હોય છે. કોઈ ઘરનો ખૂણો વાંકો તો કોઈના ઘરનો ખૂણો કાતરીયું થઈ બહાર નીકળેલ હોય છે. ગામડાંમાં ધુળ ન હોવી જોઈએ, રહેવાની સાફ જગ્યા હોવી જોઈએ. બધાને સ્વચ્છ હવા મળે તે આપણે પહેલા જોવુ જોઈએ. ખેડુતોને ઢોર કેવી રીતે રાખવા અને ઢોરની સાથે રહી ઢોર જેવા ન થવું જોઈએ. ઢોર અને જાનવરો એવા હોવા જોઈએ કે તેમને જોઈને આપણી આંખમાં ખુશી થવી જોઈએ.

 ગામની અંદર ઠેકઠેકાણે શૌચક્રિયા કે પેશાબ ન થાય તેની કાળજી રાખવી, બાળકો પણ ગંદકી ન કરે એ માબાપે જોવુ જોઈએ. મેલું ક્યા જાય છે એની તો ખબર પણ પડવી ન જોઈએ. ખરી રીતે તો પાયખાના અને દીવાનખાના વચ્ચે ફરક ન હોવો જોઈએ. ગામ સુંદર, સ્વચ્છ અને બગીચા જેવું હોય. બધા ભાઈ-ભાઈ તરીકે રહેતા હોવા જોઈએ. પક્ષાપક્ષી કે અંટસ જવા જોઈએ. તેમાં કોર્ટ કચેરી ન હોય અને પંચાયતનું રાજ્ય હોય. આવુ આદર્શ ગામ વસાવવાની કલ્પના અહીં નક્શા ઉપર છે. ભાઈલાલભાઈની આ કલ્પના જો સફળ નીવડે તો એ હિંદુસ્તાન પાસે પદાર્થપાઠ મૂકવા જેવી છે.
સન ૧૯૪૨ ફેબ્રુઆરી માસમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની સભા બારડોલીમાં હતી તે વખતે સરદાર પટેલે ભાઈલાલભાઈ પટેલને ત્યા બોલાવ્યા અને શાંતિથી વાતો કરવા સવારના સાડા ચાર વાગ્યે ખાસ બોલાવ્યા, લગભગ બે કલાક સુધી નિરાંતે વાતો કરી. તે વાતો દરમ્યાન તેમની ગામડાં માટે શું શું ઈચ્છા હતી, તેની રુપરેખા આપેલી.

સંદર્ભ : સરદાર શતાબ્દી સ્મારક ગ્રંથ – સરદાર પટેલ યુનિવર્સીટી (એચ. એમ પટેલ તથા – ભાઈલાલ ધા. પટેલ)

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in