Children's Day - Jawaharlal Nehru's Birthday | Vithalbhai Patel, Sardar Patel

Children's Day - Jawaharlal Nehru's Birthday

Children's Day - Jawaharlal Nehru's Birthday HAPPY BIRTHDAY JAWAHARLAL NEHRU

Children's Day - Jawaharlal Nehru's Birthday

 HAPPY BIRTHDAY JAWAHARLAL NEHRU

પંડિત જવાહરલાલ નહેરુ રાજનિતિજ્ઞો તથા રાષ્ટ્રનિર્માતાઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. વિશ્વની રાજનીતિમાં વ્યક્તિઓને એટલા માટે મહત્વ પ્રાપ્ત થાય છે કારણકે જે દેશોનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે તે દેશોનું પ્રભુત્વ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હોય છે. ગાંધીજીના ભાવનાત્મક માનવવાદનું તેમણે સ્પષ્ટ નિરુપણ કર્યું અને ગાંધીવાદને એક નવો આકાર આપ્યો. ભારતીય રાજનીતિમાં જે રીતે ગાંધીના ઉદ્ભવથી એક નવો યુગ શરૂ થયોતેવી જ રીતે નહેરૂનું આગમન એક નવા સમયનો સંકેત કરે છે. ગાંધીજી દ્વારા પ્રસ્તાવિત સમાજ દર્શનને નહેરૂએ નવો રંગ આપ્યોગાંધી વિચારધારાને તેમણે સમાજવાદી રૂપ આપ્યું. 

સરદારે જવાહરને ફક્ત નેતા તરીકે જ સ્વીકાર્યા નહોતાબલ્કે અણીના વખતે તેઓ હરહંમેશ એમની પડખે ઉભા રહેતા. અપ્રિલ ૧૯૫૦માં જ્યારે નહેરુ-લિયાકત કરાર વખતે જે મદદ સરદારે કરી તે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નહેરુ અને સરદાર વચ્ચે મતભેદો હતા પરંતુ તે ક્યારેય રાજકીય દુશ્મનાવટમાં પરિવર્તિત નહોતા થયા. સરદારે ગૃહમંત્રી પદે જેટલી મદદ નહેરુ ને કરી છે તે જ આ વાત સાબિત કરે છે કે નહેરુને સરદારની જરૂર હંમેશા રહી હતી.

સરદાર પટેલે અંતિમ શ્વાસ લીધો તેના આશરે ૨-૩ દિવસ પહેલાં તેમના પ્રધાનમંડળના સાથી અને ટેકેદાર ડો. ગાડગીલ મળવા આવ્યા, ડો. ગાડગીલ સરદાર અને જવાહરલાલ નહેરુ સાથેના સંઘર્ષમાં હંમેશા સરદાર પટેલ સાથે રહ્યા અને સરદારના પ્રખર ટેકેદાર જ્યારે સરદારને મળ્યાં અને તેમના ખબર અંતર પુછ્યાં ત્યારે સરદારે તેમને કહ્યું 
ગાડગીલ તમારી જવાબદારીઓ હવે વધી જશે, મારી ગેરહાજરીમાં જવાહરલાલ સાથે તમે હંમેશા રહેજો.
આવું અણધાર્યુ સરદાર પટેલનું કથન સાંભળી તેઓથી કાંઈ બોલાયુ જ નહી અને ગાડગીલ પણ નહેરુ પ્રત્યે સરદારની લાગણી સમજી ન શક્યા.

જ્યાં સુધી સરદાર પટેલ વિશે આછું કે નહીવત્ત જાણતો હતો ત્યાં સુધી તો હું પણ માનતો કે સરદાર ને અન્યાય થયો અને તેમને પ્રધાનમંત્રી પદથી વંચિત રાખ્યા. જેમ જેમ સરદાર પટેલ વિશે જાણતો થયો તેમ તેમ તેમની ખુદ્દારીરાષ્ટ્રપ્રેમની ભાવના અને નિડરતા જોઈને એક સવાલ થયો કે શું સરદાર અન્યાય સહન કરે તેવા વ્યક્તિ હતાંસરદારને અન્યાય થયો છે તેમ કહી જાણે અજાણે આપણે જ સરદારને અન્યાય કરીએ છીએ. સરદાર સાથે ન્યાય અને અન્યાય થયો તેનું વિષ્લેશણ કરનાર આપણે કોણન તો તે સમયે આપણે હાજર હતા અને તે સમયે સરદારના મનમાં શું ચાલતું હતુ તે જાણતા નથી તો આપણે કેવી રીતે અનુમાન લગાવી શકીએ. જો સરદારને એવુ લાગ્યુ હોય કે પોતાને અન્યાય થયો તો તેમણે કે કુ. મણીબેને તો ક્યારેક આ બાબતે ઉલ્લેખ કર્યો જ હોત. સરદારને ગાંધીજીનો કોઈ નિર્ણય ન ગમે તો તેઓ ગાંધીજીને પોતાનો ગમો-અણગમો દર્શાવતા પરંતુ પ્રધાન મંત્રી બાબતે ક્યારેય આ વાતનો ઉલ્લેખ કર્યો નથી કે ક્યાય નોંધાયો પણ નથી. વર્ષ ૧૯૪૭ના અંતમાં લોકતંત્રના વહીવટી કાર્યક્ષેત્રોમાં જ્યારે સરદાર અને જવાહરલાલ વચ્ચે મતભેદો ઉભા થયા ત્યારે બન્ને અવારનવાર ગાંધીજી સાથે રજુઆત કરતા. સરદારશ્રી સાથે ગાંધીજીએ વાત કરતા એક સમયે તો ગાંધીજીએ સરદારશ્રીને કહ્યું હતું કે
તમારી આજની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરતા મને લાગે છે કે તમારે પ્રધાનમંત્રી પદનો સ્વીકાર કરવો જોઈએ!
 આ પ્રસંગનીતો મણીબેને પણ નોંધ લીધેલ.ત્યારે સરદારે ગાંધીજીને જણાવ્યું કે
પ્રધાનમંત્રી તો જવાહર જ રહે. માત્ર મને રાજકાજથી મુક્ત કરો એટલું જ પ્રાર્થુ છું. જો હું આ પદ સ્વીકારુ તો જે લોકો મારી સામે અવળી વાતો ફેલાવી રહ્યા છે તેમની વાતોને પણ નાહકની પુષ્ટિ મળશે.
કોંગ્રેસ સંગઠનમાં સૌથી કાર્યકુશળ અને પ્રભાવી વ્યક્તિ તરીકે પ્રધાનમંત્રી બનવું સરદાર માટે તો જરાય અઘરું નહોતુ. ગાંધી કહે તે પ્રમાણે વર્તવું એવો ધર્મ પોતાના અંગત જીવનમાં સદાય પાળ્યો હતો. (મણીબેનની ડાયરીમાંથી - સરદાર પટેલની જન્મ શતાબ્દી ગ્રંથમાળામાં પણ ઉલ્લેખ કરેલ છે.)

ચંદ્ર ભાનુ ગુપ્તાને (૧૯૧૬થી કોંગ્રેસના નેતા તથા યુ. પી.ના મુખ્ય મંત્રી)  શ્યામલાલ મનચંદા એક પત્રકારે જ્યારે પુછ્યુ કે તમે જવાહરલાલ નહેરુને તે સમયના બીજા નેતાઓ સાથે કેવી રીતે સરખામણી કરી શકો ઉદા. તરીકે ગાંધીજીસરદાર પટેલરાજેંદ્રબાબુ તથા અન્ય.

ચંદ્ર ભાનુ ગુપ્તાએ જવાબ આપ્યો કે 
રાજેંદ્ર બાબુસરદાર પટેલ અને નહેરુજી આપણા રાષ્ટ્રીય ઈતિહાસમાં પોત પોતાની જ્ગ્યાએ પોતાનું મહ્ત્વપુર્ણ સ્થાન પર છે. જ્યાં જવાહરલાલને નવયુવકો ને જોશ આપ્યો હતોનવયુવકોને પ્રેરણા પ્રદાન કરીપ્રોત્સાહન આપ્યુત્યા ગાંધીજીની એ દરેક પ્રવૃત્તિઓ કે જે દેશની રાજનીતિને એક નવુ સ્વરુપ પ્રદાન કર્યુ. રાજેંદ્રબાબુએ અને સરદાર પટેલે દેશમાં આ પ્રવૃત્તિઓને ફેલાવવાનું કાર્ય કર્યુ. જવાહરલાલ આદર્શવાદી હતા. જ્યારે સરદાર પટેલ વ્યવહારિક હતાપટેલ દરેક ચીજને વ્યવહારિકતાની કસોટીથી તોલતા. 
સાથે સાથે મનચંદાએ ગુપ્તાજીને પ્રશ્ન કર્યો કે ઓલ ઈંડિયા કમીટીના મોટાભાગના સભ્યોની રાય હતી કે સરદાર પટેલ પ્રધાનમંત્રી બને પરંતુ ગાંધીજીએ નહેરુને પોતાના રાજનૈતિક વારિસ ઘોષિત કર્યા હતા અને તેમને જ પ્રધાનમંત્રી બનાવવા પડ્યા. આ બાબતે વધુ આપનાથી જાણવું છે.

ગુપ્તાજીએ જણાવ્યુ કે
અંદરની વાત તો હું નથી જાણતો પરંતુ હું એક વાત અવશ્ય જાણું છુ કે જયાં સુધી કોંગ્રેસ સંગઠનનો સંબંધ છે તો મોટાભાગે સંગઠનના સભ્યો સરદાર પટેલ સાથે સંબંધ રાખતા હતા પરંતુ ગાંધીજી દૂરદર્શી વ્યક્તિ હતા અને તે કાલે દેશમાં શુ થવુ જોઈએ અને દેશને કઈ દિશાઓ પકડવી જોઈએ તે તેઓ ખુબ સારી રીતે જાણતા હતા. તેઓ એ પણ જાણતા હતા કે જવાહરલાલ યુવકોને વધુ સાંત્વના આપી શકશેતેમના આદર્શોની પૂર્તિ કરી શકશે અને તેમના વિશ્વાસને દેશમાં ફેલાવવામાં સમર્થન પ્રાપ્ત થઈ શકશે. આ સાથે સાથે તેમના બન્ને વચ્ચેની ઉંમરને પણ ધ્યાનમાં રાખી કદાચ નિર્ણય લીધો હશે કે દેશના ભવિષ્યના નિર્માતાજેઓ પ્રધાનમંત્રી બનશેતેઓ પંડિત જવાહરલાલ નહેરુ જ હોવા જોઈએ.
એક વાત તો સ્વીકારવી જ રહી કે પંડિત જવાહરલાલ નહેરુએ વિશ્વની કેટલીક જટીલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને આ કોઈ સામાન્ય વાત નથી કે આવી સમસ્યાઓ હોવા છતાં ભારતમાં શાંતિ અને વ્યવ્સ્થા કાયમ રાખી અને આંતરાષ્ટ્રીય જગતમાં ભારતની પ્રતિષ્ઠા વધતી રહી. 

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in