HAPPY BIRTHDAY | Sardar Patel | Vithalbhai Patel, Sardar Patel

HAPPY BIRTHDAY | Sardar Patel


સરદાર પટેલની કેટલીક જાણી અજાણી વાતો 
  • સરદાર પટેલ વિચાર બોધ કરતા આચાર બોધ પર વધુ ભાર આપતા અને આથી જ ગાંધીજીના વિચારોને અમલમાં લાવવા ગાંધીજીની પ્રેરણા ઝીલનારી ગુજરાત વિદ્યાપીઠ, મજૂર મહાજન સંઘ, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય, સ્વરાજ આશ્રમ જેવી અનેક સંસ્થાઓ ઊભી કરી અને તેનું જાહેરમાં સમર્થન પણ કર્યું.

  • બારડોલી સત્યાગ્રહ વખતે  બ્રિટિશ સરકારને, આ આંદોલન રશિયાની બોલ્શેવિક ક્રાંતિ જેવું લાગતું, બ્રિટિશ  હુકમ શાહી માં સરદારને લેનિન તરીકે ઓળખાતા. ૧૯૨૮માં મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલને  બરફથી ઢંકાયેલો જ્વાળામુખી કર્યા હતા. એકવાર જિન્હાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે ગાંધીએ શું કર્યું છે? ત્યારે સરદારે આ પ્રશ્નનો વેધક જવાબ આપતા પ્રતિ ઘાતક ઉત્તર આપતા કહ્યું કે ગાંધીજીએ કાંઈ નથી કર્યું ફક્ત જિંન્હાને  કુરાન વંચાવી દીધું છે. આવો વેધક જવાબ મળશે તેવી જિન્હાને આશા જ નહોતી.

  • સરદાર ન હોત તો હિંદુસ્તાન અને પાકિસ્તાન ની સાથે સાથે રાજાસ્તાન  પણ આ ભૂમિખંડ પર બની જાત, ૧૯૪૬માં ભોપાલના કટ્ટરપંથી નવાબની આ જ યોજના હતી, તે યોજના પર સરદારે પાણી ફેરવી દીધું હતુ. સરદારના સચિવ વી. શંકરે નોંધ્યું છે કે હૈદરાબાદમાં લશ્કરી કાર્યવાહી માટે અંતિમ ક્ષણો સુધી જવાહરલાલ અને રાજાજી વિરોધી રહ્યા હતા. ત્યારે સરદારે મણીબહેનને કહ્યુ હતું કે આ બે વિધવા ડોશીઓ જેવા છે, જે કાયમ આક્રંદ કર્યા કરે છે કે આ સંજોગોમાં તેમના સદ્દગત પતિ(ગાંધીજીએ) શું કર્યુ હોત?

  • વી. શંકર કે જેઓ વી. પી. મેનન સાથે સરદારને હિંદુસ્તાનનો નક્શો બદલી નાખવામાં સહાયભુત થયા હતા તેમનું નામ સરદારે પહેલાં સાંભળ્યું પણ નહોતુ. વી. શંકરે નોધ્યું છે કે ગુજરાત પ્રવાસ દરમ્યાન એક વાર મચ્છરો કરડતા હતાં ત્યારે સરદારે હુકમ કરીને પોતાની મચ્છરદાની વી. શંકરના ખાટલે બંધાવી હતી. આવા આપણા ગૃહપ્રધાન અને ઉપ પ્રધાનમંત્રી હતા. 

  • ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ એ દિવસે ભાઈબીજ ૩૦ ઓક્ટોબર અને ૩૧ ઓક્ટોબર એમ બે દિવસ હતી. એટલે કહી શકાય કે દિવાળીના દિવસો હશે. સાથે સાથે ઈસ્લામિક કેલેડર મુજબ રમજાન ઈદ - અલ ફિત્રની તિથી હતી. સરદાર ને તેમના વિરોધીઓએ મુસ્લિમ વિરોધી કહી બદનામ કરવાની નાકામ કોશીશ પણ કરી હતી, જેમા મુખ્યત્વે મૌલાના આઝાદ અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓએ કાંઈ બાકી રાખ્યુ નહોતુ પરંતુ પાછળથી તેઓએ પોતાની ભુલ સ્વીકારી અને કહેલ કે તેઓએ સરદારને સમજવામાં ભુલ કરેલ છે. સરદાર એવા કટ્ટરપંથીઓના વિરોધી હતા કે જેઓના કારણે દેશની સુરક્ષા જોખમાતી. સરદારે વિરોધ છતાં ઉર્દુ શાયર જોશ મલીદાબાદીને ઉર્દુ આજકલના તંત્રી તરીકે નીમ્યા હતા.

  • મુંબઈના પૃથ્વીરાજ કપુરના પૃથ્વી થીયેટર્સને પ્રમોદકર મુક્ત કરવા માટે સરદાર જ કારણભુત હતા અને વિનુ માંકંડ અને અન્ય ક્રિકેટરોને આર્થિક સહાય જ્યારે જામનગર તરફથી બંધ થવાની વાત આવી ત્યારે તે પણ સરદારે તે ચાલુ રખાવી.


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in