Partition of India and Article 370
ભારતનું વિભાજન અને અનુચ્છેદ ૩૭૦નો ઉદભવ બન્ને વિષે જાણવા જેવુ.
ભારતનું વિભાજન થયુ તે સમયે મહારાજા હરિસિંહે પાકિસ્તાન સાથે જોડાવું કે ભારત સાથે જોડવું તેની અસમંજસમાં હતાં અને તેમને આ બાબતે મનમાં વધારે ગુંચવાડો તેમના જ પ્રધાનમંત્રી રામચંદ્ર કાકે ઉભો કરેલ હતો, રામચંદ્ર કાક નહોતા ઇચ્છતા કે કાશ્મીર ભારતનો ભાગ બને. અને આથી જ તેમણે હવનમાં
હાડકાં નાખવાનું કાર્ય કરેલ. મહારાજા હરિસિંહે પાકિસ્તાન સાથે સ્ટેંડ સ્ટીલ એગ્રીમેંટ કરેલ હતો તેમ છતાં પાકિસ્તાને આ સમજુતિ તોડી જમ્મુ કાશ્મીર પર કબ્જો મેળવવા ૨૨ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ કાશ્મીર ઘાટી ઉપર આક્રમણ કર્યુ, આ કટોકટીમાં મહારાજા સામે એક જ આશરો હતો ભારત અને આથી તેમણે સરદાર પટેલનો સંપર્ક સાધ્યો. સરદાર સાહેબે મેનનને મહારાજા પાસે મોકલ્યા અને મહારાજાએ જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલિનીકરણ કરી, જોડાણખત પર સહી કરી, કારણ કે જ્યાં સુધી મહારાજા ભારત સાથે જોડાવાનો નિર્ણય ન કરે ત્યાં સુધી ભારત મદદ મોકલી શકે તેવી પરીસ્થિતિમાં ન હતું. ૨૨ ઓક્ટોબરના હુમલામાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો આશરે ૮૩ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર કબ્જે કરી લીધો હતો. ભારતીય સૈન્યએ પાકિસ્તાન સેના દ્વારા કરેલ જમીનનો કબ્જો પરત મેળવવા કવાયત શરુ કરી તે જ અરસામાં ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ એક તરફી યુધ્ધવિરામ જાહેર કરી આ મુદ્દો યુ.એન પરિષદમાં લઈ ગયાં જે આજે એક ભુલ ભરેલ નિર્ણય સાબિત થયો. આવી કપરી પરિસ્થિતિમાં જમ્મુ-કાશ્મીરનું સંપુર્ણ પણે ભારતમાં વિલિનીકરણ કરવામાં આવ્યુ, પરંતુ જોડાણ સંબંધે ભારત સરકારે કબુલ્યુ હતું કે અંતિમ નિર્ણય જમ્મુ કાશ્મીરની બંધારણીય વિધાનસભા દ્વારા લેવામાં આવશે અને ત્યાં સુધી વચગાળાના સમય દરમ્યાન કામ ચલાઉ જોગવાઈ ભારતીય બંધારણમાં કરવી પડી તે જ અનુચ્છેદ ૩૭૦.
અનુચ્છેદ ૩૭૦ અને સરદાર પટેલ
શરૂઆતમાં તો સરદાર પટેલનું વલણ જમ્મુ કાશ્મીર પ્રત્યે ઉદાસીન હતું, કારણ કે રાજ્યોના વિલિનીકરણનો હવાલો સરદાર પટેલ સ્વતંત્ર રીતે નિભાવી રહ્યા હતા પરંતુ વડાપ્રધાન કાશ્મીરી પંડિત હોવાથી કાશ્મીરનો પ્રશ્ન
પોતાના હસ્તક રાખ્યો હતો અને જેના લીધે જે કુનેહથી આ પ્રશ્ન હલ કરવો જોઈએ તે રીતે થયો નહી અને વધારે ગુંચવાયો. સરદાર પટેલે અનુચ્છેદ ૩૭૦નું સમર્થન એટલા માટે કર્યુ હતુ કે આ જોગવાઈ થોડા સમય પૂરતી જ લાગુ કરવામાં આવેલ અને સરદાર પટેલે આ કારણે જ અનુચ્છેદ ૩૭૦ નો વિરોધ નહોતો કર્યો. અને તેમણે થોડા સમય માટે અનુચ્છેદ ૩૭૦ રહેશે તેવી લાગણી સાથે સ્વીકાર કર્યો હતો.
સરદારપટેલ ગૃહમંત્રી તથા સુચના અને પ્રસારણ મંત્રી હોવાના કારણે તથા રાજ્યો સંબંધીમામલાઓના મંત્રી હોવાના કારણે સરદાર પટેલ સ્વાભાવિક રીતે જમ્મુ અને કાશ્મીરનામામલા પણ સંભાળતા હતા. પરંતુ પાછળથી પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ જ આ મામલાઓસંભાળવા લાગ્યા. જમ્મુ કાશ્મીરની નેશનલ
કોંફ્રંસના કદાવર નેતા શેખ અબ્દુલ્લા સાથેનહેરુને ભાવનાત્મક સંબંધ હતો. સરદાર પટેલે પોતે શ્રી એચ વી. કામતને કહેલું કે
જો જવાહરલાલ નહેરુ અને ગોપાલસ્વામી આયંગર કાશ્મીર મુદ્દે દખલગીરી ન કરી હોત અને આ બાબતને ગૃહમંત્રાલયથી અલગ ન કરી હોત તો હું હૈદરાબાદની જેમ આ મુદ્દાને આરામથી દેશહિતમાં સુલઝાવી દેત.
જમ્મુ અને કાશ્મીર એક મહત્વનું રાજ્ય હોવાનું એક કારણ એ પણ હતુ કે તેની સીમાઓ કેટલાય દેશો સાથે જોડાતી હતી. અને સરદાર પટેલ જમ્મુ કાશ્મીરનો ભારતમાં વિલય કરવા માટે ખુબ ઉત્સુક હતા. પરંતુ ભારતના ગવર્નર જનરલ માઉંટબેટનના ચર્ચિલ અને ટોરી પક્ષ સાથે મિત્રતાના સંબધો હતા, તેઓ કાશ્મીર પાકિસ્તાનમાં ભળે તેના વિરુધ્ધ નહોતા. અને તેઓએ તો પાકિસ્તાનને એવુ આશ્વાસન પણ આપેલુ કે જો કાશ્મીર પાકિસ્તાનમાં ભળવા માટેની તૈયારી બતાવશે તો ભારત તેનો વિરોધ નહી કરે. સરદાર પટેલ આ
આશ્વાસનના વિરુધ્ધ હતા, પરંતુ અમુક યોજનાઓના કારણે તેઓએ આ બાબતે મૌન ધારણ કરવાનું ઉચિત સમજ્યા.
જમ્મુ કાશ્મીરના પ્રધાનમંત્રી પંડિત રામચંદ્ર કાકને ૩ જુલાઈ ૧૯૪૭ના રોજ એક પત્ર થકી રાજા હરીસિંહને એવો વિશ્વાસ અપાવ્યો કે તેમનું હિત ભારતમાં જમ્મુ કાશ્મીરનો વિલય કરીને થશે. આ પત્રમાં તેમણે લખ્યુ કે “હું કાશ્મીરની કઠીણાઈઓને ખુબ સારી રીતે સમજુ છુ તેમ છતાં ઈતિહાસ અને પરંપરાથી ચાલતા રીતિ રિવાજોને દ્યાનમાં રાખીને મારા વિચારથી જમ્મુ અને કાશ્મીરનો વિલય ભારતમાં કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સાથે સાથે તેમણે જણાવ્યું કે પંડિત નહેરુ કાશ્મીરના છે. અને તેમને તે વાતનો ગર્વ છે, તેઓ ક્યારેય તમારા દુશ્મન ન હોઈ શકે.”
તેમ છતાં મહારાજા હરિસિંહ રેડક્લિપ એવોર્ડના કારણે પણ અસમંજસમાં હતા જેનું મુખ્ય કારણ ગુરદાસપુર જિલ્લો હતો, જેની પુરી સીમાઓ કાશ્મીર રાજ્ય તથા ભાવી ભારતીય સંઘ સાથે મળતી હતી,અને પાકિસ્તાનમાં ભેળવી દેવાયું હતુ અને જો આનો સ્વીકાર થાય તો હિમાલયની ઉંચી પહાડીઓ સિવાય જમ્મુ કાશ્મીરની સીમાઓ ક્યાંય ન મળત. અને એક શંકા પણ હતી કે જવાહરલાલ નહેરુનો પરિવાર કેટલીય પેઢીઓ પહેલા કાશ્મીર છોડી દીધેલ તો પછી તેઓ પોતાને કાશ્મીરી માનતા હોવા છતા નેશનલ કોંફ્રંસના નેતા શેખ અબ્દુલ્લા સાથે સબંધોના કારણ પણ એક મોટી મુશ્કેલી હતી.
અખિલ ભારતીય રાજ્ય પ્રજા પરિષદના અધ્યક્ષના કારણે જવાહરલાલ નેહરુએ રાજ્યમાં એક જવાબદાર સરકારની માંગણી કરી અને શેખ અબ્દુલ્લાને બંદી બનાવવા બાબતે મહારાજા હરિસિંહ પર દોષારોપણ પણ કર્યુ. અને જવાહરલાલ નહેરુએ રાજ્ય પ્રજા પરિષદના આંદોલન માટે રાજયની મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી જેની મહારાજાએ મંજુરી ન આપી. મહારાજા હરિસિંહ સાથેના તણાવભર્યા સંબંધોના કારણે જવાહરલાલ નહેરુને મહારાજા સાથે વાતાઘાટો કરવા માટે સરદાર પટેલ ઉપર નિર્ભર રહેવુ પડતુ.
સરદાર પટેલે ૨૨ ડિસેમ્બર ૧૯૪૭ના પોતાના પત્રમાં નાણાકીય મંત્રી આર. કે. ચેટ્ટીને જણાવ્યુ કે “જ્યા સુધી કાશ્મીરની મુશ્કેલીઓનો ઉકેલ ન નિકળે ત્યાં સુધી પાકિસ્તાનની કોઈ પણ પ્રકારની રકમની ચુકવણી ન કરવી. આ બાબતે જ્યારે ચુકવણી કરવાનો ઉચિત સમય આવશે ત્યારે હું તમને જાણ કરીશ.” સાથે સાથે સરદાર પટેલે ૫ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ બંગાળના લોકોને આશ્વાસન આપ્યુ કે એક ઈંચ કાશ્મીરની જમીન છોડીશું નહી. પાકિસ્તાનના અધિકારીઓને ત્યાં રહેવા મજબુર કરી રહ્યા છે. આ રીતે વર્તમાન પરિસ્થિતિ સંપુર્ણ રીતે કઠિન છે. આજે સવારે જ મે ઝફરઉલ્લા ખા નું એક લાંબુ ભાષણ જોયુ, જેમાં તેમણે જુનાગઢને પણ કાશ્મીર ની સાથે જોડ્યુ છે. પરંતુ કાશ્મીર અને જુનાગઢમાં કોઈ સમાનતા નથી. આ બાબતે તો અમે પણ માનીએ છીએ કે પાકિસ્તાન સાથે એકવાર યુધ્ધ થઈ જાય. આમ અવાસ્તવિક યુધ્ધ કરવાનો કોઈ મતલબ નથી કે કોઈ સચોટ પરિણામ નથી. પરંતુ જ્યારે આવા પ્રકારનું યુધ્ધ ચાલતુ હોય ત્યારે જનમત કેવી રીતે શક્ય છે? જો આપણે તલવારના જોરે જ કાશ્મીરની સુરક્ષા કરવાની હોય તો જનમતની જરૂર જ નથી રહેતી. આજ કારણે સયુક્ત રાષ્ટ્ર સંઘમાં આપણા પ્રધાનમંત્રીએ વિનંતી કરી છે. સરદાર સાહેબે મને કમને પણ સયુક્ત રાષ્ટ્ર સંઘમાં પ્રધાનમંત્રીએ કરેલ રજુઆતને સ્વીકરવી પડી.
No comments
Post a Comment