Sardar Patel’s Important Role in Borsad Satyagraha-2
બોરસદ સત્યાગ્રહ માં સરદાર પટેલની ભૂમિકા ભાગ-૨
સપ્ટેમ્બરના અંતમાં જેવા સરદાર પટેલ અમદાવાદ પહોંચ્યા કે તરત બોરસદના લોકો પોલીસ થી થતી કનડગત અને દંડના અનેક પ્રશ્નો લઈને તેમની પાસે આવ્યા. સરદાર પટેલે આખી વિગત નો તાગ મેળવી, આખી પરિસ્થિતિ વિશે વિચાર-વિમર્શ કરવા ૨૦ ઓક્ટોબર ૧૯૨૩ ના દિવસે ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક બોલાવી. આ બેઠક પણ નક્કી થયું કે બોરસદના ગામડાઓની તપાસ શ્રી મોહનલાલ પંડ્યા અને શ્રી રવિશંકર મહારાજ કરશે. મોહનલાલ પંડયા અને રવિશંકર મહારાજ બંને ગામડાઓના ભોમિયા આથી તેઓ સરળતાથી પરિસ્થિતિ નો રિપોર્ટ ગુજરાત પ્રાંતિક સમિતિ આગળ રાખ્યો સાથે સાથે સરદાર પટેલે પણ આ બાબતે સરકાર નું શું અભિગમ છે તથા સરકાર ના અમલદારો આ બાબતે શું કરી રહ્યા છે તેની માહિતી મેળવી.બોરસદની પ્રજાએ જે ફરિયાદો સરકાર ને લગતી કરેલી તે સાચી પડી અને પ્રજા ને જે કનડગત થઈ રહી છે તે સાચી છે. હવે આ અન્યાય સામે લડવા લોકો કેટલા તૈયાર છે તે સમજવાનું હતું આ માટે ૨જી ડિસેમ્બર ૧૯૩૦ ના દિવસે બોરસદમાં જ બોરસદ તાલુકા પરિષદ બોલાવવામાં આવી. અને તેના આગલા દિવસે ગુજરાત પ્રાંતિક સમિતિની ખાસ બેઠક પણ ત્યાં જ રાખી, બેઠકમાં સરદાર પટેલ દ્વારા રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડ્યા ને તેમના દ્વારા સોંપાયેલ રિપોર્ટ વિશે અનેક પ્રશ્નો પૂછ્યા, રવિશંકર મહારાજ આ પહેલા સરદાર પટેલ ના સંપર્ક માં બહુ ઓછા આવેલા હતા જેથી તેમને થોડું માઠુ પણ લાગ્યું, બંનેને અંદરખાને એવું લાગવા માંડ્યું ગામેગામ ફરીને જે રિપોર્ટ બનાવ્યો તેને શંકાની દૃષ્ટિએ જોવામાં આવી રહ્યો છે અને મોહનલાલ પંડ્યા એ તો કહી પણ દીધું કે વલ્લભભાઈ સાથે એમનાથી ભવિષ્યમાં કોઈ પણ કામ નહીં બને.વલ્લભભાઈએ જે પ્રશ્નો ઉલટ તપાસ માટે પુછેલ તેનું એક જ કારણ હતુ કે દરેક વાત ઝીણવટથી સમજવી અને પ્રજાનો પક્ષ માત્ર સાચો છે તેમ માની લઈને આગળ વધતા પહેલાં જાતખરાઈ કરવી એ વલ્લભભાઈનો જાણે કે નિયમ છે.ગાંધીજીના શબ્દોમાં કહીએ તો "સત્યને અનુસરવું હોય તો હંમેશા સાવધ રહેવું."પ્રાંતિક સમિતિની બેઠકમાં વલ્લભભાઈએ જે ભાષણ કર્યુ તે સાંભળીને રવિશંકર મહારાજ કે જેઓ વલ્લભભાઈથી અંતર રાખવાનું મન મક્કમ બનાવી બેઠા હતા તેઓ આ ભાષણથી એવા તો પ્રભાવિત થયા કે તેઓનું મનદુ:ખ દુર થવાની સાથે સાથે તેઓ વલ્લભભાઈના ચાહક બની ગયા. તેમના ભાષણમાં રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડ્યાએ જે રીપોર્ટ આપેલ તે બાબતે પ્રશંસા કરી અને તેમાં ખાસ વિગતો ટાંકી પ્રાંતિક સમિતિ વતી ઠરાવ પણ લખી નાખ્યો.ગુજરાત પ્રાંતિક સમિતિએ તા. ૦૧-૧૨-૧૯૨૩ ના રોજ જે કરેલ તેનાથી તો સમજમાં તરત આવી જાય કે જાણે વલ્લભભાઈ પટેલના મનમાં "પાર્થને કહો ચડાવે બાણ" જેવી ઉક્તિ રમતી હશે. આ ઠરાવમાં તો જાણે પ્રારંભિક લડાઈ શરુ થઈ હોય તેમ લાગે છે.તા. ૦૧-૧૨-૧૯૨૩ નો ભાષણ :ભાઈઓ તથા બહેનો,આવતી કાલે જે પરિષદ થવાની છે તેનો ઉદ્દેશ શુ છે તે આજની રાતે જ વિચારીને રાખજો, પ્રશ્ન ખુબજ ગંભીર છે અને ધારાસભા ભરાશે અને ત્યાં તમારી સમસ્યાનો નિકાલ આવશે તેવી રાહ જોવે હવે પાલવે તેમ નથી. ધારાસભા તો હજુ ફેબ્રુઆરીમાં ભરાશે, તમે લુંટારાઓની સોબતમાં છો અને બહારવટીયાઓની મદદ કરો છો તેવું જુઠ્ઠાણું ચલાવીને તમારી ઉપર ૨,૪૦,૦૦૦૦નો દંડ લાધ્યો છે. આજ સુધીતો તમને બે ચાર બહારવટીયાઓનો ત્રાસ હતો અને તેમણે ઘણી લુંટ પણ ચલાવી. પોલીસ પણ ગામેગામ તુટી પડી. એ બહારવટીયાઓ તો પૈસા જ લુંટી જતા. આ નવા બહારવટીયાઓ (અંગ્રેજ સરકાર) તો કહે કે અમારે ત્યાં આવીને પૈસા આપી જાવ અને અધુરામાં પુરુ કહે કે તમે લોકો બહારવટીયાઓની મદદ કરો છો. એક ત્રાસ છોડાવતા બીજો ત્રાસ આવ્યો.દરબાર ગોપાળદાસને માન આપી તમે આજ સુધી દંડ નથી આપ્યો, હવે દંડ ભરવો કે નહી તે આવતી કાલે વિચારવાનું છે પરંતુ આજે રાતે એક નિશ્ચય કરવાનો છે આમાં પાખંડ નહી ચાલે, આ કાંઈ આર્થિક લાભ માટે નહી પરંતુ સ્વમાન માટે કરવાનું છે, ફરી કોઈ તમન બહારવટીયાઓના મદદગાર ન કહે તેના માટે કરવાનું છે. સાચા માણસ હોવ તો દંડ નહી ભરવાનો નિશ્ચય કરજો.આ લડત બોરસદમાં જ શરુ થાય અને બોરસદના લોકો જ પાછા પડે તો બધા જ પાછા પડશે, સરકારના ચોપડે લખાયુ છે કે બોરસદની પ્રજા ડરપોક છે, કાયર છે, બાયલા છે, ચોરીનો માલ રાખનાર છે, આ બધુ જ ભુસી નાખવા પણ લડતનો નિશ્ચય કરવો પડશે. ક્રમશ:
Sardar Patel’s ImportantRole in Borsad Satyagraha-2
Sardar Patel’s Important Role in Borsad Satyagraha-2
Subscribe to:
Post Comments (Atom)
No comments
Post a Comment