Sardar Patel and Secularism | Vithalbhai Patel, Sardar Patel

Sardar Patel and Secularism

Sardar Patel and Secularism

Sardar Patel and Secularism

સરદાર જ્યાં સુધી જીવતા રહ્યાં ત્યાં સુધી ભારતની અખંડિતતા અને એકતાને બચાવવા જે કાંઈ કરવું પડે તે દરેક કાર્ય કર્યા. ભારત વિભાજનનો નિર્ણય હકીકતમાં અયોગ્ય હતો અને તેઓ આ આઘાતમાંથી પોતાના અંતિમસમય સુધી બહાર આવી ન શક્યા. તેમને લાગ્યું કે આપણે એક અને અવિભાજીત છીએ તે જ વાસ્તવિકતા ભાગલાથી નષ્ટ થઈ જશે. “સમુદ્ર કે નદીઓના ક્યારેય ભાગ પાડી શકાય નહી. જ્યાં સુધી મુસ્લિમોનો સવાલ છે, તો તેઓના મૂળ, તેઓના પવિત્ર સ્થાનો અને ધાર્મિક સ્થળો અહીંજ છે. મને નથી ખબર કે તેઓ પાકિસ્તાન જઈને શું કરશે.”
Dargah Khwaja Nizamuddin New Delhi

વિભાજન પછી પણ સરદારે કહ્યું કે “મને સાંભરે છે કે કઈ રીતે વર્ષોની યાતના ભોગવીને લાંબી લડત આપ્યા બાદ ભારતે વિદેશી શાસનના પાયા હલાવી દઈને સ્વાતંત્ર મેળવ્યું છે. અમે સહુ જેમણે આ સંગ્રામમાં હિસ્સો લીધો તેમણે એવા વિચાર સાથે ભાગ લીધો હતો કે સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ, ભારતમાં એક સારી સરકાર સત્તાસ્થાને આવશે. જ્યારે અમે ભાગલાનો સ્વીકાર કર્યો, ત્યારે એવી સનિષ્ઠ ઈચ્છાથી કરેલો કે કદાચ તેમ કરવાથી પ્રગતિને અશક્ય બનાવી દેનાર બાબતોથી અવરોધ પામ્યા વિના બન્ને દેશ પોતપોતાની રીતે મુક્તપણે વિકાસ સાધી શકશે. તેની સાથોસાથ, પાકિસ્તાનને અમે શુભેચ્છાઓ પાઠવી હતી અને અમે આશા સેવતા હતા કે પરિસ્થિતિ થાળે પડતાં, જ્યારે તેઓને એમ ખ્યાલ આવે કે આપણે ખરેખર ભાઈઓ છીએ અને ભિન્ન ધાર્મિક વિચારો અને આદર્શોમાં વહેંચાયેલા બે અલગ રાષ્ટ્રો નથી, ત્યારે તેઓ આપણી પાસે પાછા ફરશે.”

NIZAMUDDIN, NEW DELHI
સરદાર હંમેશા કટ્ટરવાદીઓના વિરોધી રહ્યા એ ભલે પછી હિંદુ હોય કે મુસલમાન તેમના માટે કટ્ટરવાદી એટલે બધા સરખા અને દરેક કટ્ટરવાદીઓ કે જેઓએ દેશની શાંતિ ડહોડવાનો પ્રયાસ કર્યો તેનો હંમેશા તેમણે પુરા જોશથી વિરોધ કર્યો. ધર્મઝનૂની હિંદુઓનો શિકાર બનેલા નિર્દોષ અને નિરાધાર મુસ્લિમોને રક્ષણ આપવામાં નિષ્ફળ ગયેલા સરકારી અને પોલીસ અધિકારીઓને પાછળ પડી જઈને સરદારે કામે લગાડ્યા હોય તેવા તો અનેક કિસ્સાઓ છે. વી. શંકરેની નોધ મુજબ દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર જ્યારે તોફાનીઓએ કબ્જો જમાવ્યો ત્યારે તેને બચાવવા સરદાર પોતે ખભે શાલ વીટાળીને પોતાના મદદનીશને કહ્યુ કે, 
સંતનો પ્રકોપ આપણા પર ઊતરે તે પહેલાં જ આપણે એમની પાસે જઈએ.
એમ કહી તેઓ દરગાહ પહોચ્યા હતા. આ પવિત્ર દરગાહ ફરતે તેમણે પૂજ્યભાવ સાથે સઘળું જાતે નિરીક્ષણ કર્યું, આસપાસના લોકો પાસેથી જરૂરી પૂછપરછ કરી ફરજ પરના પોલીસ અધિકારીઓને કડક શબ્દોમાં સાબદા કર્યા કે જો કાંઈ પણ વધુ ગરબડ થઈ તો તેમને ફારેગ કરવામાં આવશે, દરગાહ પર આશરે એકાદ કલાક ગાળ્યો.

સૌજન્ય : સરદાર પટેલ અને ભારતિય મુસલમાનો
ફોટો સૌજન્ય : ફોટો ડીવિઝન - ભારત સરકાર


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in