સરદાર પટેલ અને મૌલાના વચ્ચે થયેલ અનબન ના કારણે સરદાર પટેલ અને ગાંધીજી વચ્ચે જે ગેરસમજ પેદા થયેલ તે સંદર્ભે સરદાર પટેલે શરતચંદ્ર બોઝ-કલકત્તા ને તા. ૯ ફેબ્રુઆરી ૧૯૪૬ના રોજ લખેલ પત્ર ખુબ જ મહત્વપુર્ણ છે.
પ્રિય શરત,
મને ટુંડલાથી તમે મોકલેલ ૮ જાન્યુઆરીનો તાર મળ્યો, જેમાં પંજાબની મુલાકાત દરમ્યાન તમારા વિચારો પ્રગટ થયેલ છે. જ્યારે મને તમારો તાર મળ્યો, તો તે સમયે પંજાબ પ્રાંતિય કોંગ્રેસ સમિતિના એક મુખ્ય સદસ્ય હાજર હતા અને આ બાબતે વિસ્તારથી વિચારવિમર્શ કરી રહ્યા હતા. મે તમારા વિચારો બાબતે તેમને સલાહસુચન કર્યા. જ્યા સુધી નાણાકિય જરૂરિયાતો નો સંબંધ છે, તે બાબતે સહમતિ નથી થયેલ અને મે તેમને કહ્યુ કે તેઓ કોઈ સહાયતા જોઈએ તો તે બધાએ સાથે મળીને એક સહમતિ થવી જોઈએ.
બીજી બે અન્ય બાબતો છે, જે વિષે મારે તમારી સાથે સમજવી છે. પહલી શમસુદ્દિન વિષે છે, જેના વિષે જાણકારી મળી છે કે તેઓ લીગમાં શામિલ થઈ ગયા છે. જે બાબતે પાછળથી સમાચાર પત્રોમાં પણ પ્રકાશિત થયેલ છે કે તેમના સામે એક બેંકમાં ગેરરીતી આચરવા બાબતે વોરંટ જાહેર થયેલ છે. આ બહુ આશ્ચર્યજનક છે.
મને જાણકારી મળી છે કે મૌલાના ઈચ્છે છે કે શમ્સુદ્દિનની જગ્યાએ અશરફુદ્દિન પ્રભારી બને અને તેઓ તેમને નાણાકીય બાબતોમાં પુરી આઝાદી આપવા માંગે છે. તમને આ વ્યક્તિ માટે ખાતરી નથી અને તમે તેમની ઉપર વિશ્વાસ નથી કરતા, એટલા માટે તમને સભ્ય ચુંટવાની કમિટીમાંથી હટાવવામાં આવ્યા. તે એક કોંગ્રેસી છે તો તેઓ એક સ્વતંત્ર મુસ્લિમ કમિટીની રચના શા માટે કરવા માંગે છે? એવું પ્રતિત થાય છે કે તેઓ એક સ્વતંત્ર સંસ્થાની એટલા માટે સ્થાપના કરવા માંગે છે, કે જેથી તેઓ પોતાની મનમાની કરી શકે, સ્થિતિને પોતાના કાબુમાં કરવાની કોશિષ કરી રહ્યા છે. પ્રફુલ્લબાબુ આ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી અને નથી સીતારામ સેકસરિયા પણ. મૌલાનાની ઈચ્છા છે કે તમારી સમિતિ તેમને ખુબ મોટી માત્રામાં ધન આપે, પરંતુ આ બન્ને આ માટે તૈયાર નથી, જેના કારણે નિર્ણય નથી કરાયો.
તે પછી, મને મૌલાનાનો એક પત્ર મળ્યો, જેમા તેમણે શિકાયત કરી કે મે કલકત્તામાં તેમની સાથે ચર્ચા કર્યા વગર તેમની ગેરહાજરીમાં જાતે જ નાણાકીય સમિતીની રચના કરી અને તેથી તેઓ મુસલમાનોની ચુંટણી બાબતે તેમની યોજના અનુસાર કામ નથી કરી શકતા. આથી જ તેઓ કહે છે કે મામલો બગડે તો તેઓ જવાબદાર નથી. મે તેમને આ બાબતે લખ્યુ છે કે મને એક અલગ નાણાકીય સમિતિ બનાવવા બાબતે કોઈ જ જાણકારી નથી અને મે આ બાબતે કાંઈ સાંભળ્યુ પણ નથી. આ બધુ શુ ચાલે છે તે હું સમજતો નથી. જો તમારી પાસે કોઈ જાણકારી હોય, તો મહેરબાની કરી મને જાણાવો.
તેમણે મને કલકત્તાથી તાર મોકલેલ કે હું સીતારામ ને એક લાખ રૂપિયા મોકલુ અને મે આ બાબતે વ્યવસ્થા કરી દીધી છે.
જો તમે સાવધાન નહી રહો, તો કેંદ્રિય એસેમ્બલીની ચુંટણીનો અનુભવ ફરી થશે અને જો આપણે શમસુદ્દિન અને અશરફુદ્દિન જેવા લોકો સાથે સોદો કરવો પડશે તો ભગવાન જ આપણી સહાયતા કરશે!
તમારે આંતરિયાળ વિસ્તારોમાં જરૂર જવુ જોઈએ, કે જ્યા મુસ્લિમ ચુંટણીઓ માટે જે જીલ્લાઓ આપણા માટે અનુકુળ છે અને સાથે સાથે જે રિપોર્ટ મળે છે, તે સાચા છે કે નહી તેની પણ ખાતરી કરવી.
આજે મૌલાનાનો એક તાર મળ્યો, જેમાં જણાવ્યું છે કે સમિતિની મીટીંગની તારીખ ૧૯ની જગ્યાએ બદલીને ૧૬ કરી રહ્યા છે. તેમણે તારીખ બદલવા માટે કોઈની સલાહ નથી લીધેલ અને જાતેજ આ નિર્ણય લીધેલ છે. તમે મને લખ્યુ હતુ કે તમારે પ્રસ્તાવ મંજુર કરવા માટે તા. ૧૬ સુધી બેસવુ પડશે. એટલે, હુ નથી જાણતો કે તમે ૧૬મી એ દિલ્હી આવી શકશો કે નહી.
મને આશા છે કે તમે તંદુરસ્ત હશો.
આપનો
વલ્લભભાઈ પટેલ.ફોટો સૌજન્ય : વીકીપીડીયા તથા ફોટો ડીવિઝન - ભારત