Problems after Independence
ભારત જ્યારે સ્વતંત્ર થયુ ત્યારે ખરા અર્થમાં તો બ્રિટિશ હકુમતોના પ્રદેશો સ્વતંત્ર બન્યા હતા. ભારતના વિભાજન તથા ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે બ્રિટિશ શાસનમાંથી મુક્તિની મોહર માઉંટબેટને ૩ જુન ૧૯૪૭ના રોજ જાહેર થતાં કરેલ.
મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ અને તે સમયના કોંગ્રેસના પ્રમુખ આચાર્ય જે. બી. કૃપલાણી અને બંધારણ સભાના પ્રમુખ ડો. રાજેંદ્ર પ્રસાદ ભારતના પ્રતિનીધીઓ હતા. સ્વતંત્રતાનો ખરડો જ્યારે જાહેર થયો ત્યારે જ સૌને એક મોટો ઝટકો લાગ્યો અને બ્રિટીશ સરકારે જે રીતે આ ખરડો તૈયાર કરેલ તે મુજબતો ભારત ટુકડાઓમાં વહેચાઈ જાય. આ ખરડા મુજબ બ્રિટિશ પાર્લામેંટૅ બ્રિટીશ તાજે લડાઈ કે કુટનીતી ધ્વારા રજવાડા ઉપર સર્વોપરિત્વ મેળવ્યુ હતુ. અને જ્યારે ભારતને સ્વતંત્રતા આપવાનો સમય આવ્યો ત્યારે રજવાડાના રાજાઓને બ્રિટિશ તાજની વફાદારીના બદલામાં મુક્તિ તથા સર્વભૌમત્વ આપવાનો ઉલ્લેખ હતો.
ભારતને આ રાજ્યો સામે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ તથા આ ખરડા મુજબ ભારત ટુકડાઓમાં વહેચાઈ જાય તેવી યોજના વ્યવસ્થિત રીતે ગોઠવીને રજુ કરેલ હતી. ૧૯૩૫માં ગવર્ન્મેંટ ઓફ ઈંડીયા એક્ટ પસાર થયો. ભારતમાં ૫૫૯ રજવાડા હતા જેમા આશરે ૧૧૮ રજવાડાઓને ૨૧ થી ૯ તોપોની સલામી મેળવવાનું સન્માન ધરાવતા હતા. જેમા હૈદરાબાદ પણ એક હતુ જેનો ૮૨૬૮૯ ચો. માઈલ નો વિસ્તાર હતો. અને ફક્ત ૪૯ ચો. માઈલ ધરાવતું સચીન રાજ્ય પણ હતુ. તોપોની સલામી વિનાના ૪૪૧ નાના મોટા રાજ્યોમાં ૨૩૧ રાજ્યો મુંબઈ પ્રાંતમાં હતા અને લગભગ ૧૮૯ રાજ્યો ઉત્તર ગુજરાત અને કાઠીયાવાડ / સૌરાષ્ટ્રમાં હતા. બાકીના ૧૨૧ રાજ્યો મધ્યપ્રાંત, મધ્ય ભારત, બિહાર, અને ઓરિસ્સામાં હતા.
રજવાડાઓ સિવાય પશ્ચિમ ભારતમાં અસંખ્ય જાગીરદારો પણ હતા. વડોદરા, ગ્વાલિયર, હૈદરાબાદ, કાશ્મીર, મૈસુર, અને સિક્કીમ ભારત સરકાર સાથે રેસીડંટ દ્વારા સીધા સંબંધમાં હતા. સર્વોપરીતાના સિધ્ધાંત મુજબ બ્રિટીશ તાજના પ્રતિનિધી તરીકે વાઈસરોયની આ બધા રાજ્યો ઉપર અબાધિત સત્તા હતી. બ્રિટિશ તાજની સર્વોપરિતાનો અંત આવે એટલે તેની સાથે સાથે રજવાડાઓને બાકીના ભારત સાથે કોઈ બંધારણીય કે કાયદેસરનો સંબંધ ન રહે, તે બધા રાજ્યો સર્વભૌમ રાજ્યો બને.આ રાજ્યોમાં થોડા વારસાગત કુટુંબો દ્વારા શાસિત હતા. ત્રાવણકોર સિવાય ગુહિલપુત્રો અથવા ઘેલોતોનું કુટુંબ મુખ્ય હતું. આ કુટુંબમાંથી જ પ્રતાપગઢ, વાંસવાડા, અને ડુંગરપુરના રાજાઓ આવ્યા હતા. ગુહિલપુત્રો બાપ્પા રાવળના વંશજો હતા અને ગુપ્ત સામ્રાજ્યના વિસર્જન પછી મેવાડને પોતાનું રાજ્ય બનાવ્યુ. પોતાના રાજ્ય માટે સૈકાઓ સુધી લડવાનું સન્માન આ બહાદુર ગુહિલપુત્રોને જાય છે. મહારાણા પ્રતાપ પણ આજ કુટુંબના વંશજ હતા.
આર્યવ્રતના મહારાજાધિરાજ તરીકે કન્નોજમાંથી રાજ્ય કરતા પ્રતિહાર ગોત્રના ગુર્જરોના સેનાપતિઓ તરીકે નવમી અને દસમી સદીમાં કામ કરનારાઓએ જયપુર, જોધપુર, જેસલમેર, સિરોહી, બુંદી, કરૌલી, અલ્વર, બિકાનેર, જેવા રાજ્યો સ્થપાયા. આ રાજ્યકર્તાઓ સાથે મળીને સૈકાઓ સુધી તુર્કીઓ, અફઘાનો, અને મોગલોનો સામનો કર્યો હતો. તેઓના વંશ પરંપરાગત ધર્મનું રક્ષણ કરતા અને ટકી રહ્યા હતા.
આ બધા જ રજવાડાઓને એકત્રિત કરવાનું કાર્ય કોઈ કાચાપોચા હ્રદયના વ્યક્તિ માટે તો શક્ય જ નથી. ભારતના ટુકડાઓ થતા અટકાવવા માટે જ કદાચ સરદાર પટેલનો જન્મ થયો હતો. આ કાર્ય એ સમયના કોઈ વ્યક્તિ દ્વારા થઈ ન શકત એવુ મારુ માનવું છે.
No comments
Post a Comment