Sardar Vallabhbhai Patel and family | Vithalbhai Patel, Sardar Patel

Sardar Vallabhbhai Patel and family

Sardar Vallabhbhai Patel and family સરદારશ્રી સાધનસંપન્ન ઘરમા‌‌‍‍ જન્મ્યા નહોતા. એમના પિતા ઝવેરભાઈ પાસે આશરે કુલ ૧૦ વિઘા જેટલી જમીન હતી. તેની આવકમાંથી મોટા કુટુંબનું ભરણપોષણ થતું. એક રીતે જોઈએ તો માતાપિતા અને સરદાર પટેલ સહિત પાંચ ભાઈઓ અને બહેન ડાહીબા માટે આજે કપરો સમય હતો. અને પિતા ઝવેરભાઈ નું મન તો સંસાર કરતા પરમાર્થ તરફ ઢળેલું અને પચાસ વર્ષ પૂરા થતાં પહેલાં જ તેમણે વાનપ્રસ્થાન જીવન શરૂ કર્યું હતું. સરદાર સાહેબના માતૃશ્રી ભારે સ્નેહાળ, મોટા મનનાં તથા પરગજુ હતા.

Sardar Vallabhbhai Patel and family

સરદારશ્રી સાધનસંપન્ન ઘરમા‌‌‍‍ જન્મ્યા નહોતા. એમના પિતા ઝવેરભાઈ પાસે આશરે કુલ ૧૦ વિઘા જેટલી જમીન હતી. તેની આવકમાંથી મોટા કુટુંબનું ભરણપોષણ થતું. એક રીતે જોઈએ તો માતાપિતા અને સરદાર પટેલ સહિત પાંચ ભાઈઓ અને બહેન ડાહીબા માટે આજે કપરો સમય હતો. અને પિતા ઝવેરભાઈ નું મન તો સંસાર કરતા પરમાર્થ તરફ ઢળેલું અને પચાસ વર્ષ પૂરા થતાં પહેલાં જ તેમણે વાનપ્રસ્થાન જીવન શરૂ કર્યું હતું. સરદાર સાહેબના માતૃશ્રી ભારે સ્નેહાળ, મોટા મનનાં તથા પરગજુ હતા.


આજથી સો વર્ષ પહેલાં ભારતમાંસાક્ષરતા કેટલી હશેતેનો અંદાજો લગાવી શકાય અને કરમસદ તો એક નાનું ગામ ગણાય, એવામાં કરમસદમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને વિઠ્ઠલભાઈ મામાને ત્યાં નડીયાદ ભણ્યા. ૧૯૪૯માં દીલ્હીના એક બાળકોના વિશેષાંક માટે પોતાના બાલ્ય જીવન બાબતે એક લેખમાં કહેલું કે “મને સ્મરણ છે કે ઠઠ્ઠામશ્કરી કરવમાં કે મોટાઓને પજવવામાં હું કોઈનાથી ઉણો ઊતરુ એવો નહોતો. પરંતુ એ સમયે પણ કંઈક સારુ કરવા માટે જ આવી મસ્તી કરવા પ્રેરાતો. વિદ્યાઅભ્યાસ માટે જેટલી ધગશ હતી તેટલી જ ધગશ રમતમાં હતી. આજે જે હું ઘડાયેલો છું તેનો શ્રેય મારા બાલ્યકાળ ને કેટલો આપુ તે વિષે કહી ન શકું? પરંતુ મારુ શરીર જે રીતે ઘડાયેલ છે તે બાલ્યકાળમાં જેવુ બનેલું તેવુ જ છે. મારુ જીવન ખુલ્લા પુસ્તક જેવુ છે. મને નાનપણ થી ઓળખનારા આજે ગણ્યા ગાંઠયા જ રહ્યા હશે. આજે ૧૯૪૯ના પ્રસાદી વર્ષમાં જીવી રહ્યો છુ તેના કરતા સિત્તેર વર્ષ પહેલા હું જેવો બાળક હતો તે રીતે જીવવાનું વધુ પસંદ કરીશ.


સરદારશ્રીને માતાપિતા પ્રત્યે લાગણી એમના કુટુંબની સંસ્કારીતાને આભારી છે. મહાદેવભાઈ દેસાઈએ તેમની ડાયરીમાં લખેલ કે માતાપિતા વિષે સરદારશ્રી તેમનો પ્રેમ અને ભક્તિભાવ ઘણીવાર વ્યક્ત કરતા. અને દાદીમાં (લાડબાના માતા) પ્રત્યે જે લગાવ હતો તે તો તેમના શબ્દોમાં જાણીએ : “હું જ્યારે નડીયાદમાં રહેતો ત્યારે કોઈક વાર કરમસદ જાઉં, ત્યારે દાદીમા મને નડીયાદ રેલ્વે ક્રોસિંગ ઓળંગાવી થોડેક દુર મુકી આવતા. ત્યારે નડીયાદથી આણંદ રેલ્વે હતી. પરંતુ કરમસદ જવા માટે તેનો ઉપયોગ નહોતા કરતા. ઘેરથી નીકળતી વેળા રસ્તામાં ખાવાનું લેવા બે-ચાર આના ખિસ્સામાં મુકી દે. પરંતુ તે અમે ગાડીભાડામાં ન વાપરી નાખીએ એટલા માટે દાદીમા અમને રેલ્વે ફાટકથી કેટલેક દુર સુધી મુકી જતા.

સરદારશ્રીના પિતા સને ૧૯૧૪માં ૮૫ વર્ષની વયે સ્વર્ગવાસી થયા. તેના એકાદ વર્ષ પહેલા જ સરદારશ્રી વિલાયતથી પરત આવી અમદાવાદમાં વકીલાત શરૂ કરવા માંડી હતી. તેમના પિતા સરદાર્શ્રીમાં થયેલ જીવનપલટાને અને તેમની ઉત્તરોત્તર વધતી યશકિર્તી અને પ્રતિભા જોઈ ન શક્યા. પરંતું આ ભાગ્ય લાડબાને થોડા ઘણાં અંશે મળ્યુ. ૧૯૩૨માં સરદાર સાહેબ જ્યારે ગાંધીજી અને મહાદેવભાઈ સાથે યરવડા જેલમાં હતા તે સમયના અરસામાં લાડબાનું અવસાન થયુ. રાષ્ટ્રભક્તિના જે રંગે સરદાર સાહેબ રંગાયા તેનાથી તો લાડબા પણ વંચિત ન રહ્યા. ૮૦ વર્ષની ઉમરે તેમણે રેંટીયો કાંતતા. લાડબાઈના અવસાન પર કરમસદમાં કંઈક ધર્માદા કામ માટે સરદારશ્રીએ એમની પુણ્યસ્મૃતિમાં ૧૦૦૦.૦૦ પોતાની નજીવી બચતમાંથી મોકલ્યા હતા.


સરદારશ્રીનો મોટા ભાઈઓ પ્રત્યેનો સંબંધ એક આદર્શ હતો. વિઠ્ઠલભાઈ પ્રત્યે તેમના માન અને આદર વિષે આજે કેટલીય વાતો જાણીતી છે. પોતાના ભાઈઓના સુખ ખાતર સરદારશ્રી મોટામાં મોટો ત્યાગ ખચકાયા વગર કરી શકતા. સૌથી મોટા સોમાભાઈ, તે પછી નરસિંહભાઈ પ્રત્યે પણ સરદારશ્રી નો વિઠ્ઠલભાઈ પ્રત્યેની જેમ જ બંધુભાવ હતો. કેટલાક જુના રિવાજો જે સરદારશ્રીને પસંદ નહોતા તે બાબતે પણ તેમણે પોતાના ભાઈઓનું મન સંભાળીને જ સુધારાનું કામ કર્યુ હતુ. નરસિંહભાઈ અને સરદારશ્રી આ બન્ને ભાઈઓએ કુટુંબને ઊંચુ લાવવા હળીમળીને પ્રયત્નો કર્યા હતા અને સરદારશ્રીને રાષ્ટ્રીયતાનો રંગ લાગ્યો ત્યારથી કુટુંબની જવાબદારી નરસિંહભાઈ ઉપર જ આવી. જમીન ખરીદવાની નાની સરખી બાબતે તેમનુ ભેદી રીતે ખૂન થયુ હતુ ત્યારે સરદારશ્રી બારડોલી સત્યાગ્રહના વિજય પછી લોકજાગૃતિ માટે દરેક પ્રાંતમાં ફરી રહ્યા હતા. સરદારશ્રીના શબ્દોમાં મહાદેવભાઈ એ મણીબેનને પત્ર માં લખ્યુ કે “ આ જાહેરજીવનના કારણે ઘર તરફ જરાય ધ્યાન અપાતુ નથી. કેટલાક વર્ષો થયા, ઘરે ગયો જ નથી. સામાન્ય રીતે જમીનની કે કશી તકરાર આટલી હદ સુધી પહોચવાની હોત તો એક દિવસ જઈ આવી અને તકરાર પણ પતાવી આવીએ. અમદાવાદમાં હોત અને ખબર પડત તો પણ જઈ આવત. પણ રોજ રખડતા હોઈએ એટલે શુ થાય? એ ભાઈ જાહેરકામમાં ભાગ લેનાર હતા. શાળાનું મકાન પણ એમણે જ બંધાવેલુ. દાદુભાઈને એમની બહુ મદદ હતી. હવે બધો ભાર કાશીભાઈ ઉપર પડવાનો અને બહુ હેરાન થવાના.”


સરદારશ્રીને તેમના એકમાત્ર સૌથી નાના બહેન ડાહીબા પ્રત્યે સરદારશ્રીને ભારે હેત હતુ. સરદાર વિલાયતમાં હતા તે દિવસોમાં મણીબેનને રજાઓમાં ડાહીબા પાસે જ રહેવાનું કહેતા. યુવાવસ્થામાં જ એમને જીવલેણ રોગ લાગુ પડ્યો હતો. તે વખતે સરદાર અમદાવાદમાં બેરિસ્ટર હતા. પરંતુ તેઓ જીવી શક્યા નહી. આ બહેનના સ્મરણથી સરદારશ્રી ઘણીવાર ભાવુક બની જતા.

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in