When we will understand Sardar Patel?
સરદારને સમજવા જરૂરી
વિઠ્ઠલભાઈ પટેલ ન હોત તો સરદાર ગાંધીજીને ન મળ્યાં હોત, ભારત હંમેશા વિઠ્ઠલભાઈ પટેલ નો આભારી રહેશે કે જેમના કારણે આપણને સરદાર જેવા રાજનેતા મળ્યાં, આજના રાજનેતાઓ સરદારની વાત કરતા થાકતા નથી એ સમયે સરદારે જે પરિસ્થિતિમાંથી દેશને ઉગાર્યો તેવી પરિસ્થિતિ જો આજકાલના નેતાઓ સમક્ષ હોત તો કદાચ તેઓ અંદર ખાને અંગ્રેજો સાથે સાંઠગાઠ સાધીને સીધી કે આડકતરી રીતે પોતાનું વર્ચસ્વ બનાવી અને દેશને ઔર ગુલામીમાં ધકેલી દીધો હોત. જોકે આજે પણ કાંઈ નવું નથી. જે રીતે આજકાલના નેતાઓ પોતાના ભથ્થા વધારવા માટે એક થઈ જાય છે અને જ્યારે પ્રજાની પરેશાની દુર કરવાની વાત આવે ત્યારે વિપક્ષ કાંઈ ઔર કહે અને સત્તાપક્ષ કાંઈ ઔર કહે.. પરંતુ પોતાના ભથ્થાં વધારવાની વાત હોય ત્યારે બધાજ નેતાઓની સરગમ એક સરખી ધુન વગાડતી હોય છે.મુળ વાત એ છે કે સરદાર સાહેબ જેવા રાજનેતાઓએ ક્યારેય પોતાના સ્વાર્થ માટે રાજનીતિ નથી કરેલ, પ્રજાના પ્રશ્નોને વાચા આપીને પ્રજાહિતમાંજ કાર્યો કરેલ છે.
જીનીવામાં છેલ્લા સમયે વિઠ્ઠલભાઈએ પોતાનું વસિયતનામું તૈયાર કરાવેલ અને ત્યાર પછી સરદાર સાહેબ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે કડવાશ વધવા પામી, વિઠ્ઠલભાઈએ પોતાની વસિયતમાં આશરે સવા લાખ રુપિયા જેટલી રકમ સુભાષચંદ્ર બોઝને ફાળવેલ હતી જેનો હેતુ ભારત બહાર વસતા ભારતિયોમાં રાજકીય જાગ્રુતિ લાવવાનો હેતુ હતો. જે બાબતે સરદાર સાહેબ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે વિખવાદ થયો અને આ વસિયતનામું કોર્ટમાં ચેલેંજ કરવામાં આવ્યુ અને જે સુપ્રિમ કોર્ટ સુધી ઘસડાયુ અને સરદાર સાહેબ જીત્યા પણ ખરા તે પછી પરિવારના સભ્યો તથા કોંગ્રેસ મહાસભાની સમક્ષ એવી શરત સાથે રકમ સોંપવામાં આવી જેમા વિઠ્ઠલભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટની રચના કરી, આ ટ્રસ્ટ દ્વારા વિઠઠલભાઈના ઉદ્દેશોની પુર્તિ માટે નાણાં વપરાય. આ પ્રસંગે એક વાત સમજવા જેવી છે. કે સરદાર ક્યારેય અન્યાય સહન કરે તેવી વ્યક્તિ નહોતા, સામે ગમે તે વ્યક્તિ હોય તે પોતાનો ગમો અણગમો વ્યક્ત કર્યા વગર રહેતા જ નહી. સરદાર સાહેબને પોતાના માટે નાણાંની જરૂર નહોતી તેમ છતાં વિઠ્ઠલભાઈના વસિયત માટે લડ્યા અને જીત્યા.
શ્રી દિનકર જોશીએ “મહાનાયક સરદાર” માં જણાવેલ પ્રસંગ ખુબ જ સમજવા જેવો છે. ૧૯૪૬ના આરંભમાં મુંબઈ દરિયાકાંઠે લાંગરેલ ભારતીય નૌકાદળોના જહાજોના હિંદી સૈનિકોના બળવાએ જે પરિસ્થિતિ પેદા કરેલ તે શાંત કરવા સરદારે જે ભુમિકા ભજવી તેની નોંધ બહુ લેવાઈ નથી પરંતુ પ્રસંગ તો જાણવા જેવો ખરો. બીજા વિશ્વયુધ્ધની તલવારો થોડા સમય પહેલાં જ મ્યાન થયેલ અને જેમાં વિજેતા થયેલ બ્રિટીશ યુધ્ધજહાજો મુંબઈ તથા કરાંચી બંદરેથી થોડે દુર લાંગરેલ, આ જહાજોમાં રોયલ નેવીનું “તલવાર” નામનુ એક જહાજ પણ હતુ જેમા નૌસૈનિકોની સાથે સાથે તાલીમાર્થીઓ પણ હતા, આ તાલીમાર્થીઓમાં કપ્તાને ગોરા તથા બિનગોરા એમ બે વિભાજન કરેલ જે દેખીતી રીતે બિનગોરા એટલે હિંદુસ્તાનના લોકો જ હોઈ તેવો અર્થ થતો. અને આથી જ ગોરા અને બિનગોરાઓને અપાતી સુવિધાઓમાં ખુબજ અંતર હતુ. આથી બિનગોરા તાલીમાર્થીઓએ ગોરા અફસરોનું ધ્યાન આ બાબતે પહેલા મૌખિક ત્યાર પછી આવેદન પત્ર દ્વારા દોરવામાં આવ્યુ પરંતુ તેનો જવાબ તોછડાઈથી આપવામાં આવ્યો અને તેઓને બહાર હાંકી કાઢવામાં આવ્યા. આથી સમસમીને ભુખ હડતાલ શરૂ કરી અને જહાજ ઉપર રહેલ દરેક હિંદી સૈનિકોને આ બાબતે જોડાવા વિનંતિ કરવામાં આવી, આવામાં કમાંડર ખાન અને કમાંડર દત્ત નામના બંગાળી સૈનિકની સહાયથી જહાજ તલવાર ઉપર રહેલ દરેક સૈનિકને એકત્રિત કરવામાં આવ્યા જેને એક બળવાનું સ્વરુપ ધારણ કરતા વાર ન લાગી. આ દર્મ્યાન બે હિંદી સૈનિકોએ એક ગોરા અફસરને લમણે ગોળી ધરબી દીધી. જે ગોરા ઓફિસરો માટે આ અણધાર્યો હુમલો હતો. અને સરવાળે ગોરા અફસરોની સંખ્યા પણ ખુબ ઓછી હતી. આથી સૈનિકોએ ગોરા અફસરોને કાંતો મારી નાખ્યા કાંતો બંદી બનાવી લીધા. અને જહાજ ઉપરથી બ્રિટિશનો ઝંડો ઉતારી કોંગ્રેસ તથા મુસ્લિમ લીગ એમ બન્ને ઝંડા લગાવવામાં આવ્યા. આ વાત વાયુ વેગે કરાંચી બંદરે પહોચી અને જ્યારે કરાંચી જહાજના નોસૈનિકોએ જાણ્યુ ત્યારે તેઓએ પણ જહાજ કબ્જે કરી લીધું અને ત્યાં પણ ભારે અફડાતફડી થઈ ગઈ.
આ રીતના બળવાને કોઈ પણ સરકાર સહન ન કરી શકે અને આથી જ નૌસનિકોને શસ્ત્રો મ્યાન કરી શરણે થવાના આદેશો આપવામાં આવ્યા પરંતુ અરુણા આસફઅલી અને અચ્યુત પટવર્ધને આગમાં ઘી હોમવાનું કામ કર્યુ અને આ બળવાને પોતાનું સમર્થન જાહેર કર્યુ, સાથે સાથે સરદારને મળીને આ બળવાનું નેતૃત્વ કરવાની વિનંતી સુધ્ધા પણ કરી. આ સમયે સરદાર મુંબઈમાં જ હતા જેથી તેઓ દરેક ઘટનાથી વાકેફ હતા. અને સરદાર સમજતા હતા કે જે બ્રિટિશ સરકાર પોતાના બિસ્ત્રરા પોટલા બાંધીજે દેશ છોડી દેવા તૈયાર થયી છે તે આવા બળૅવા ના કારણે પોતાનો વિચાર માંડી વાળી આ બળવાને પોતાની વિરાટ તાકાતથી કચડી નાંખવા તૈયાર થઈ જશે અને આઝાદી મેળવવાની એક ઔર તક ભારત ગુમાવી દેશે. આથી તેમણે અરુણા આસફઅલી તથા અચ્યુત પટવર્ધનને જણાવ્યુ કે તમે આ બળવાખોર નૌસૈનિકોનું અહિત તો કરી જ રહ્યા છો પરંતુ સાથે સાથે તમે દેશનું પણ અહિત કરી રહ્યા છો. અને આથી જ હું તમારી સાથે નથી અને બ્રિટિશ શાસને આ બળવો દબાવી દેવો જોઈએ તે હું દ્રઢપણે માનું છુ અને આ નૌસિનિકોને મળીને હુ તેઓને પરિસ્થિતિથી વાકેફ કરવા માંગુ છું.
આના જવાબમાં અરુણાએ કહ્યુ કે જો તમે હિંદિ નૌસૈનિકોના અપમાન સામે નેતૃત્વ નહી લો તો મારે ના છુટકે જવાહરલાલને અહી બોલાવવા પડશે. જવાબમાં સરદારે કહ્યુ કે જવાહરલાલને આ બાબતમાં વચ્ચે ન લાવો અને હું પોતે જવાહરલાલને અહીયા ન આવવા માટે તાર કરીશ. પરંતુ અરુણા ન માન્યા અને તેમણે મુંબઈમાં આ બળવાનું સમર્થન કરવા માટે એક જાહેર સભા યોજી અને આ સભામાં ગોળી બાર પણ થયો અને ખુબ જ અરાજકતા સાથે આશરે બસ્સોથી વધારે માણસોનો ભોગ લેવાયો. આ બે દિવસમાં ઘણું બદલાઈ ગયું. અને જવાહરલાલનો તાર પણ આવ્યો અને જે સરદારની સલાહથી એકદમ વિપરીત હતો. અને તેઓ અરુણાના કહેવાથી મુંબહી આવવા તૈયાર થઈ ગયા, સરદારને આ જરાય ગમ્યુ નહી અને જવાહરલાલના આવતા પહેલા આ બળવાને શાંત પાડવાનો નિર્ધાર કર્યો અને આથી તેમણે મુંબઈ ગવર્નરને વિનંતિ કરી કે નૌસૈનિકોને મળવાની મંજુરી આપવામાં આવે મુલાકાત માટે ગોઠવણ કરવામાં આવે. પરંતુ ગવર્નરે આ વિનંતી સ્વીકારી નહી અને જવાબમાં કહ્યુ કે આ વિકટ પરિસ્થિતિમાં સરદારને સુરક્ષા જાળવવી અઘરી બની જાય અને સૈનિકો ભાન ભુલ્યા છે. સરદારને ક્યાક કોઈ નુકસાન કરી બેસે તો મામલો ઔર ઘુચવણમાં મુકાઈ જાય. આના પ્રતિયુત્તરમાં સરદારે જણાવ્યુ કે બળવાખોરોના પ્રતિનિધિને મારી પાસે મોકલવામાં આવે અને જહાજ પરથી તેઓ મને મળે અને મુલાકાત બાદ તેઓને સુરક્ષિત પરત જહાજ ઉપર મોકલી આપવાની વ્યવ્સ્થા કરી આપવામાં આવે. આ વાત સરકારને ગળે ઉતરી અને સરદારે પોતાના વિશ્વાસુ સાથીઓ મારફતે જહાજ ઉપર સંદેશો મોકલ્યો અને બળવાખોરો તો સરદારને મળીને પોતાની રજુઆત કરવા માંગતા જ હતા પરંતુ તેઓને ડર હતો કે સરદારને મળવા જતા બ્રિટિશ સરકારનો શિકાર ન બની જઈએ. પરંતુ સરદારે તેમની સુરક્ષાની બાહેધરી આપી અને કમાંડર ખાન તથા કમાંડર દત્ત સરદારને મળ્યા.
સરદારે જણાવ્યુ કે ૧૮૫૭ના બળવામાં આપણે નિષ્ફળ નિવડ્યા અને જેના પરિણામ સ્વરુપે સૈકાથી પણ વધારે સમયથી ગુલામી સહન કરી રહ્યા છીએ, અને આ ભુલનું પુનરાવર્તન તમારે ફરી કરવુ છે? આવો અણધાર્યો સવાલ સાંભળીને બન્ને કમાંડરો તો હબક રહી ગયા. તેઓને તો એમ હતુ કે સરદાર તેમના સુરમાં સુર પુરાવશે અને કહ્યુ કે સરદાર સાહેબ આ ગોરાઓ યુધ્ધવિજયના મદમાં રાચતા રાચતા ખુબ તુમાખીદાર બન્યા છે તેમને સીધા કર્યા વગર છુટકો જ નથી. સરદારે તેમને ખભે હાથ મુકીને સાંત્વના આપતા કહ્યુ કે વાત સાવ સાચી છે તેમને સીધા કરવા જ જોઈએ પરંતુ શુ આપણે વાંકા થઈને તેમને સીધ કરીશું ? બન્ને કમાંડરે એક સાથે પુછ્યુ કે એટલે?
સરદારે કહ્યુ કે આખા દેશની સહાનુભુતી તમારી સાથે છે પરંતુ એક વાત જરા સમજો કે તમારી લડાઈમાં તમે મુઠ્ઠીભર સૈનિકો છો જેમની પાસે થોડાક શસ્ત્રો છે અને વિરાટ શક્તિ સામે લડવાનું છે. કેટલો સમય તમે ટકી શકશો? આપણા શૌર્યની લડત એવી હોવી જોઈએ કે જેથી દુશ્મન નો નાશ થવો જરૂરી છે. પરંતુ અહીયા આપણો નાશ થશે તો આ લડાઈનું ભવિષ્ય શું? સરદારની ભવિષ્યવાણી અને સચ્ચાઈ સાંભળીને બન્ને કમાંડરને પરિસ્થિતિની ગંભીરતા સમજતા વાર ન લાગી. અંગ્રેજી નૌકાદળતો ઠીક પરંતુ જો વાયુદળ હુમલો કરે તો પળવારમાં આ મામલો નિપટાઈ જશે.
તમે તમારા શસ્ત્રો હેઠા મુકો તમારી સાથે પુરેપુરો ન્યાય થાય અને બળવાખોરો પ્રત્યે ઉદારતા દેખાડવામાં આવે તેવા તમામ પ્રયત્નો હું કરીશ. શસ્ત્રો હેઠા મુકવામાં જ સહું નુ કલ્યાણ સમાયેલ છે. બન્ને કમાંડરોએ સરદારની વાતનો મર્મ સમજીને જણાવ્યુ કે સરદારસાહેબ આપના માર્ગદર્શનનો અમે સ્વીકાર કરીએ છીએ અને આપ અમને પરત જહાજ ઉપર પહોચડવાની વ્યવસ્થા કરો અમે યુનિયન નો દ્વજ ફરકાવી દઈશુ.
સરદાર પોતે લોકોને ગેરમાર્ગે જતા અટકાવવાની સાથે સાથે દેશહિતમાં જે યોગ્ય હોય તેવાજ નિર્ણયો લેતા તેઓ ક્યારેય શેહ શરમ નહોતા ભરતા. પરંતુ પરિસ્થિતિની ગંભીરતા સમજીને શક્ય હોય તે બધુ જ કરી છુટતા.
No comments
Post a Comment