૧૩ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ સરદાર પટેલ મુંબઈ આવ્યા. સરદાર પટેલ બીજા જ દિવસે અમદાવાદ પહોચી ગયા. સરદાર પટેલ તે સમયના પ્રધાન ન્યાયાધીશ સર બેસિલ સ્કોટ સાથે સારો પરિચય હતો, અને એટલે જ તેમણે સરદાર પટેલને મળવા મુંબઈ બોલાવ્યા. સર બેસિલે તેમનું ખુબજ સારી રીતે સ્વાગત કર્યુ અને તેમણે સરદાર સાહેબને દરેક પ્રકારની સહાય કરવાનું વચન આપ્યું. સર બેસિલે ગવર્ન્મેંટ લો સ્કુલમાં સરદાર સાહેબને પ્રોફેસરનું પદ પણ આપવાની ઈચ્છા જાહેર કરી, પરંતુ આ સાથે સાથે સરદાર પટેલે મુંબઈ સ્થાયી રહેવુ પડશે એમ સ્કોટનું માનવુ હતું. પરંતુ સરદાર પટેલ વકીલાતની શરૂઆતના દિવસોમાં મુંબઈ પસંદ નહોતા કરતા એટલે જ અમદાવાદ આવી ગયા. પોતાના અસીલોની સેવા કરવા માટે તેમના મનમાં ખાસ યોજનાઓ બનાવેલી હતી. અને અમદાવાદ રહી તેમને જાહેર જીવનમાં પણ કામ કરવાની ઈચ્છા હતી. ભગવાન પણ જાણે મહાત્માને સરદાર સાથે મેળવવા માટે આતુર હોય તેમ ગાંધીજીએ પણ પોતાના જાહેર જીવનના સામાજીક કાર્યો માટે અમદાવાદ પસંદ કર્યુ. અમદાવાદની જનતાને આ વાતનો ગર્વ હતો.
સરદાર પટેલ એક પ્રતિભા સંપન્નયુવકના રુપમાં અંગ્રેજી પહેરવેશ, માથે એક તરફ ઝુકેલી હેટ લગાવી બાર કાઉંસિલમાં પ્રવેશ કર્યો. એક અલગ પ્રકારનું તેજ તેમની આંખોમાં જોવા મળતું હતુ. તે બહુ ઓછા બોલા પરંતુ જેટલુ બોલતા તે દરેક શબ્દોમાં વજન રહેતુ. વકીલની હેસિયતના કારણે તેમને ફોજદારીના કેસોમાં વધુ રૂચી હતી. તેઓની સામેના વ્યક્તિનો સ્વભાવ એક નજરમાં પારખી લેવાની ક્ષમતાના કારણે પોતાના શબ્દોથી એવો હુમલો કરતા કે તે સમજી જ નહોતો શક્તો કે શુ થઈ રહ્યુ છે અને શુ થશે? અને આ કારણે સામેવાળો પોતાનો બચાવ પણ કરી શક્તો નહોતો.
No comments
Post a Comment