2nd Day of Celebration - Kheda Satyagraha - 28-06-1918 | Vithalbhai Patel, Sardar Patel

2nd Day of Celebration - Kheda Satyagraha - 28-06-1918


ખેડા સત્યાગ્રહની સફળતાના બીજા દિવસની ઉજવણી પ્રસંગે તા. ૨૮-૦૬-૧૯૧૮ ના રોજ નડિયાદ પાસે આવેલ કઠલાલ ગામે ગાંધીજીએ આપેલ ભાષણ ના અંશો તથા ખેડા સત્યાગ્રહ વિશે થોડી વાતો

ગાંધીજીનું ભાષણ :

લાંબા સમય સુધી હું ભારતમાં છું, અને ઘણા લોકો માને છે કે મે મારી જાતને ગુરૂ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. મે દક્ષિણ આફ્રિકામાં આની સામે ચેતવણી આપી છે અને ફરીથી તમને અહીં ચેતવણી આપવી જોઈએ. હું જાણુ છુ કે આવી સાવધાનીથી બોલવુ એ પોતાના માટે સન્માન મેળવવાનો માર્ગ બની શકે છે. અને આજ જોખમ ઉપર હું કહુ છુ કે હુ કોઈના માટે ગુરૂ નથી. અને હું તેના માટે યોગ્ય પણ નથી. પણ દક્ષિણ આફ્રિકામાં, જ્યારે હાલના જેવા પ્રવિત્ર પ્રસંગો હતા, ત્યારે મે આ પદવી માટે ના પાડી દીધી હતી અને આજે પણ આમ કર્યુ છે. હું પોતે ગુરૂની શોધમાં છું. જે વ્યક્તિ પોતે ગુરૂની શોધમાં હોય તે પોતે કઈ રીતી કોઈ માણસનો ગુરૂ બની શકે? ગોખલે મારા રાજકીય ગુરૂ હતા, પણ હું બીજા કોઈની સાથે ન હોઈ શકું કારણકે રાજકારણમાં હું હજુ પણ એક બાળક છું. ફરી, જો હું ગુરૂ બનવા સંમત થયો અને મારા શિષ્ય તરીકે કોઈને સ્વીકારી લીધા અને મારે અપેક્ષાઓ સુધી શિષ્ય ન પહોચી શકે અથવા તો તે ભાગી જાય, તો મને ઘણું દુ:ખ થશે.

મને લાગે છે કે કોઈ વ્યક્તિએ કોઈ શિષ્યની જાહેરાત કરતા પહેલાં એક વખત નહી પરંતુ અનેક વાર વિચારવું જોઈએ. એક શિષ્યએ ગુરૂની દરેક આજ્ઞાનું પાલન કરી સાબિત કરવાનું હોય છે કે તે તેમનો અનુયાયી છે નહી કે વેતન પામતો નોકર. જે કાર્ય હું કરૂ છું તેના કારણે હું જાહેર જનતાની નજરમાં આવ્યો છું. જો મે આ સંઘર્ષમાં કોઈ કૌશલ્ય બતાવ્યુ હોય તો, તે માત્ર તેજ દિશામાં જ જોવામાં આવે છે જેમાં લોકપ્રિય લાગણીની શરૂઆત વહેતી હતે જેમાં સારા પરિણામ આવ્યા હતા.

હું સત્યાગ્રહી થવાનો પ્રયત્ન કરૂ છું. અને સત્યાગ્રહી હંમેશા લોકપ્રિય અભિપ્રાય પ્રમાણે કામ કરે છે તેવું પણ નથી હોતું. અને સત્યાગ્રહમાં કોઈ જુઠ્ઠાણા માટે કોઈ જગ્યા નથી. તેને પણ વિરોધ કરવો પડશે. અને દરેકને સત્યાગ્રહમાં ડુબવા માટે સ્વાગત છે. અમારૂ જીવન પ્રયોગોથી ભરપુર છે. આપણે જો હંમેશા પ્રયોગો કરતા રહીશું તો તેમાંથી મેળવતા રહીશું. જેમ ઘઉં સાથે ઘાસના વાવેતરને ઘાસ સાથે મિશ્રિત કરવામાં આવે છે તેવી જ રીતે, દરેક પ્રયાસના બે પરિણામો છે. અને આપણે ઘાસને ફેકી દઈ ઘઉંનો ઉપયોગ કરીએ છે, તેથી જીવનમાં આપણે સત્યને સ્વીકારવું જોઈએ. મારે ઘણું બધુ કરવું છે. મને તમારા મોટા ભાઈ તરીકે સમજો અને તે જ ભૂમિકા તરીકે મારી જાતને સોંપુ છું. અને જો તમને આ ગમે તો હું તેનાથી સંતુષ્ટ છું.

ખેડા સત્યાગ્રહના અંશો :

ખેડા જિલ્લાના ખેડૂતોનો એક સત્યાગ્રહ મંડાયો હતો. તેમાં પણ ગાંધીજીનું માર્ગદર્શન અનિવાર્ય હતું. જિલ્લાના લોકોને ખેડૂતો પર ગુજારવામાં આવતા જુલ્મો અંગે વાકેફ કરવા સારુ પત્રિકાઓ કાઢવા માંડી તેના સામે પ્રતિકાર કરવા સરકારે પોતાના અમલદારોને મહેસૂલ-ઉઘરાણી બાબતે વધુ ને વધુ કડક બનવા માટે પરિપત્રો જાહેર કર્યા. જેમા મામલતદારે જણાવેલ કે ગામડે ગામડે સાદ પડાવીને જાહેર કરવુ કે મહેસૂલ નહી ભરવામાં આવે તો સખતાઈથી પગલાં લેવામાં આવશે. જે આગેવાનો પાક થયો હોવા છતા મહેસૂલ ન ભરે તો તેમની જંગમ મિલ્કત જપ્ત કરવા હુકમ મંગાવવામાં મોડું કરવુ નહી. જે પોલિસ, પટેલ કે મતદારો સરકારધારો ન ભરે તો તેઓ એક અઠવાડિયામાં તેમને નોકરીમાંથી બરતરફ થઈ શકે તથા જો કોઈ મહેસૂલ ન ભરવાની શિખામણ આપતું હોય તો તેની નામ સહિતની નોંધ રાખી એનુ પોતાનુ મહેસૂલ બાકી હોય તેની સાથે ચોથાઈ દંડ વસુલતો પત્રક ભરે મોકલવું.

જાન્યુઆરી ૧૯૧૮ના પહેલા અઠવાડિયામાં ગાંધીજી અમદાવાદ આવ્યા ત્યારે ખેડા જિલ્લાના આગેવાનોએ અને ગુજરાત સભાના સભ્યોએ તેમની સાથે ખેડા બાબતે વિગતવાર ચર્ચા કરી. ગાંધીજીએ ગુજરાત સભામાં સર્વાનુમતિ સધાતી હોય તોજ આ બાબતમાં પડવુ તેવો આગ્રહ રાખ્યો. વલ્લભભાઈ પટેલના ઘરે ઘણા દિવસો ચર્ચાને અંતે સર્વ સભ્યો ખેડાના ખેડુતોને મહેસૂલ ન ભરવાની સલાહ આપવા સહમત થયા. ખેડા જિલ્લાની આ લડત ઉપાડવા માટે પીઢ કાર્યકર્તાઓમાંથી એક એ આ બાબતે તૈયાર થઈ ખેડામાં ધામા નાખવા જોઈએ. આ બાબતે કોઈ તૈયાર ન થયુ પરંતુ વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જવા તૈયાર થઈ ગયા. અને નડિયાદને તેનુ મુખ્ય મથક બનાવ્યું. ગાંધીજીને અવારનવાર બિહાર, મુંબઈ તથા અન્ય સ્થળોએ આવન જાવન રહેવાથી વલ્લભભાઈ એ મુખ્ય જવાબદારી સંભાળી.

ગુજરાત સભાના લોકોએ મુંબઈ રાજ્યના કમિશ્નર મિ. પ્રેટને મળ્યા. મિ. પ્રેટે સંસ્થાના મંત્રીઓ શ્રી માવળંકર અને શ્રી કૃષ્ણલાલ દેસાઈ સાથે જ મુલાકાત કરતા પોતાની તુમાખીભરી અદામાં ટીકા કરતા જણાવ્યુ કે ગુજરાત સભાના લોકોએ ખેડા જિલ્લાની પ્રજા માટે જે પત્રિકા છાપી તેની માટે ફેરવિચારણા કરવી જોઈએ. અને ધમકી સાથે કહ્યુ કે બીજા દિવસે સાંજ સુધી આ પત્રિકાઓ પાછી ખેંચાયાના સમાચાર સરકારને નહી મળે તો સભાને ગેરકાયદે ઠરાવવામાં આવશે. કારોબારીની બેઠકમાં નક્કી થયુ કે પોતે કરેલ નિર્ણય કોઈ પણ હિસાબે ગેરવાજબી, ગેરકાયદે, અયોગ્ય નથી અને આ ઠરાવની નકલ કમિશ્નરને મોકલવામાં આવી. ગાંધીજીએ તારથી સભાને જણાવ્યુ કે જે ગામોમાં જુલ્મ થયા છે તેને રજેરજની વિગત સરકારને લખીને મોકલવી. તથા ભવિષ્યમાં પણ જેમ જેમ જુલ્મ થતા રહે તેની માહિતી પણ આપતા રહો. ગાંધીજીએ જણાવ્યું કે મહેસૂલ વસૂલવાનું મુલતવી રહે તે માટે ચળવળ શરૂ કરવી કમિશ્નરે આપેલ ધમકીનો આ એક જ ઉપાય છે.

ગાંધીજીને દરેક બાબતની માહીતી પહોચાડવામાં આવતી હતી અને તેઓ પણ જરૂર જણાય ત્યારે તારથી વિગતે સલાહ સુચનો આપતા. ગુજરાત સભા તથા શંકરલાલ પરીખે દલીલો સાથે સરકારની યાદીઓના વિસ્તારથી જવાબ આપ્યા. કલેક્ટરે દાવો કર્યો કે મહેસૂલ વસુલવાના હુકમો બારીકાઈ તથા કાળજીપુર્વક તપાસ કર્યા પછી જ કાઢ્યા હતા. આ બાબતે સામે કલેક્ટરને સવાલ કર્યા કે ૧૫મી ડિસેમ્બરે કલેક્ટર સાથે પટેલ તથા પારેખની મુલાકાત થઈ છે, અને ૧૯મી ડિસેમ્બરે તાલુકામાંથી આ બાબતે પત્રકો રવાના કરવામાં આવ્યા આ પછી કલેક્ટર સાહેબે ૨૨મી ડિસેમ્બરે હુકમો બહાર પાડ્યા તો જિલ્લાના ૬૦૦ ગામોની તપાસ ૩ દિવસમાં બારીકાઈથી અને કાળજીપુર્વક કેવી રીતે થઈ?

જ્યારે ગાંધીજીએ સરકારના જોર જુલમ, અમલદારોની જીદ, ખેડુતોને જુઠ્ઠા ઠેરવવામાં આવે છે, ત્યારે તેમણે આ બાબતે સીધો પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો. મુંબઈ આવ્યાના બીજા દિવસે તેમણે સર દીનશા વાચ્છા, પટેલ, તથા પારેખ વગેરે સાથી મિત્રો સાથે મળીને ગવર્નરની મુલાકાત લીધી. આ સમયે રેવન્યુ મેમ્બેર કાર્માઈકલ તથા કમિશ્નર પ્રેટ પણ હાજર હતા. ગાંધીજી તથા દરેક સભ્યોની માંગણી હતી કે આ હકીકતોની તપાસ કરાવવી પરંતુ ગવર્નરે કબુલ ન કરી. બીજા દિવસે જ્યારે ગાંધીજીએ સાબરમતી આશ્રમ પહોચી અને કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ પત્રિકાઓ અને ખેડુતો તથા આગવાનો વિશે વાપરવામાં આવેલ ભાષા વાંચી તેમને આ પસંદ ન પડી. તેમણે ગવર્નર સાથે આ બાબતે પત્રવ્યવહાર કર્યો પરંતુ સરકારનું વલણ તુમાખીભર્યુ જ હતુ.

વલ્લભભાઈના ઘરે મળેલ સભામાં નક્કી કરવામાં આવ્યુ કે આ સત્યાગ્રહમાં વ્યક્તિગત રીતે જેમણે જોડાવું હોય તે જોડાય. અને આ બાબતની જવાબદારી ગાંધીજીએ પોતાને શિરે લીધી તથા વલ્લભભાઈ પટેલે આ ચળવળને પુરેપુરો સમય આપવા જણાવ્યુ. ગાંધીજી ૧૬મી ફેબ્રુઆરીએ નડીયાદ પહોચીને કાર્યકર્તાઓની ટુકડીઓ પાડી, દરેકને ગામોની વહેચણી કરી, વલ્લભભાઈ તથા ગાંધીજીએ ૩૦-૩૦ ગામોની તપાસ કરી. જિલ્લાના ૬૦૦ ગામોમાંથી ૪૨૫ ગામોની તપાસનો અહેવાલ એક અઠવાડિયામાં મળી ગયો. આ તપાસને અંતે ગાંધીજીએ કલેક્ટરને પત્ર દ્વારા જાણ કરીકે અમારી તપાસને અંતે ખાતરીપુર્વક કહી શકીએ કે ખેડુતોની વાત સાચી છે તથા આપ પણ સ્વતંત્ર તપાસ કરાવી શકો છો. આ પત્રના વળતા જવાબમાં કલેક્ટરે ગાંધીજીની પધ્ધતિ ભુલભરેલી છે. અને આથી જ પ્રજા તરફની રજુઆતો અને દલીલો અમલદારો તૈયાર જ નહોતા. આથી ૨૬મી માર્ચ ના દિવસે નડિયાદમાં ખેડુતોની સૌથી મોટી સભામાં સત્યાગ્રહની શરૂઆત થઈ. આશરે ૨૦૦થી વધારે ખેડુતોએ વ્યક્તિગત રીતે જ્યાં સુધી અન્યાય દુર ન થાય ત્યા સુધી મહેસુલ ન ભરવાની કષ્ટો વેઠવા પડેતો વેઠવાની તૈયારી સાથે પ્રતિજ્ઞા લીધી. અને આ દિવસ પછી તો રોજે રોજ લોકો આવી પ્રતિજ્ઞા લઈ જોડાવા લાગ્યા.

એક સ્વંયસેવક ભુલાભાઈ શાહ ઉપર તો લોકોને ખોટી ઉશ્કેરણી બદલ ૧૮૭૯ના લેંડ રેવેન્યુ કોડની કલમ ૧૮૯ મુજબ હાજર થવાનો હુકમ બજાવવામાં આવ્યો. અને તેઓ ૨૬મી માર્ચના રોજ કોર્ટમાં હાજર થયા ત્યારે તેમના વકીલ તરીકે વલ્લભભાઈ પટેલ હાજર હતા. વલ્લભભાઈએ ભુલાભાઈ થકી જવાબ અપાવ્યો કે મે કોઈને ખોટી સલાહ આપી નથી કે કોઈને ખોટા ઉશ્કેર્યા નથી. મારા ગામમાં પાક ચાર આનાથી ઓછો થયો એટલે મહેસુલ મુલતવી રાખવાની માંગણી કરવા પ્રજા હકદાર છે. અને આજ સલાહ ગાંધીજીએ જાહેરમાં આપી અને તેમની સલાહ હું સાચી માનું છુ. અને આથી લોકોને આજ સલાહ આપુ છું અને તેમ છતાં જો કાયદાનો ભંગ થતો હોય તો સજા ભોગવવા તૈયાર છુ. તથા જે કલમને આધારે આપે સમન્સ કાઢ્યો છે તે આ કામને લાગુ પડતી નથી. આ સંભળી મામલતદાર ઠંડા થઈ ગયા અને આમાં ગુનો થતો નથી તેમ જણાવી તેમણે કામ આટોપી લીધુ, વધુમાં વલ્લભભાઈએ ભુલાભાઈ પાસે પુછાવ્યું કે જમીન મહેસૂલ ન ભરશો તેમ કહેવામાં ગુનો તો નથી લાગતોને? મામલતદારે કહ્યુ હા તમને ગમે તે કેહ્જો.

આ સત્યાગ્રહના દિવસોમાં ગાંધીજીને સરદાર પટેલના મૂળ ગામ કરમસદમાં જવાનું થયુ. ત્યાં તેમણે વલ્લભભાઈ વિષે જે ઉદ્ગારો કાઢ્યા તે ભવિષ્યમાં અનેક રીતે સાચા ઠરવાના હતા. તેમણે કહ્યુ કે :

“આ ગામ વલ્લભભાઈનું છે, વલ્લભભાઈ હજી ભઠ્ઠીમાં છે. એમણે સારી રીતે તપવાનું છે. મને લાગે છે કે એમાંથી આપણે કૂંદન કાઢીશું.”

કરમસદમાં જ એક પ્રશ્ન પુછાયો કે ગામના જ કેટલાક લોકો સરકાર અમારી જમીન વેચે તેની રાહ જોઈ બેઠા છે અને સરકારી હરાજીમાં તેઓ તરત તે જમીન ખરીદી લેશે. આ બાબતે ગાંધીજીએ જણાવ્યુ કે “ બદદાનત રાખીને જે આપણી જમીન પર ટાંપીને બેઠા છે તેઓ તે લઈને પચાવી શકવાના નથી. થોડા રુપિયાના મહેસૂલ માટે સરકાર હજારો રૂપિયાની જમીન લેશે તો તેમને એ પચી નહી શકે.”

કમિશ્નર મિ. પ્રેટે ખેડુતોને એક સભા યોજી સમજાવવાનુ નક્કી કર્યુ અને આ બાબતે ગાંધીજીની મદદ માંગી. ગાંધીજીએ પત્રિકા કાઢીને લોકોને કમિશ્નરની સભામાં હાજર રહેવા સલાહ આપી. પરંતુ ગાંધીજી તે સભામાં ન ગયા પણ વલ્લભભાઈ બે-એક હજાર ખેડુતોની સાથે આ સભામાં હાજરી આપી. મિ. પ્રેટે પોતાના ભાષણ દરમ્યાન તેઓ બને એટલી મીઠાશથી વાત કરી પરંતુ તે તેમનો તુમાખી ભર્યો અંદાજ છુપાવી ન શક્યા. તેમણે કહ્યુ કે ગાંધીજી તો એક સંત પુરુષ છે, પણ જમીન વ્યવસ્થા હું તેમનાથી વધારે સમજુ છું અને આથી જ કહુ છું કે મહેસૂલ ન ભરવાની જિદ છોડી દો અને આ પ્રતિજ્ઞાનું કોઈ મહત્વ નથી. સરકાર ગરીબ પરવર છે. તમને બચાવવાની ફરજ એની છે. સરકાર સામે લડત ચલાવશો તો એના પરિણામો સારુ તમેજ જવાબદાર રહેશો અને હોમ રૂલવાળાની  સલાહ નહી માનવા માટે પણ સમજાવ્યા. વધુમાં તેમણે કહ્યુ કે સરકારના મનમાં ગુસ્સો નથી. પોતાના અઠ્ઠાવીસ વર્ષના અનુભવની બડાશો હાંકતા કહ્યુ કે મહાત્માજી તો હમણાં જ આફ્રિકાથી આવ્યા છે એટલે તેમને આ બાબત સમજ ન હોય એમ ઠસાવવાનો પ્રયત્ન કર્યો.

મિ. પ્રેટના ભાષણ બાદ ખેડુતો ગાંધીજીને મળ્યા ત્યારે ગાંધીજીએ ખેડુતોને પ્રતિજ્ઞાનું મહત્વ સમજાવ્યું. અને જણાવ્યુ કે મિ. પ્રેટે વિનયનો, ન્યાયનો, મર્યાદાનો અને મિત્રતાનો ભંગ કર્યો હતો. આ સાથે તેમ પણ કહ્યુ કે પ્રતિજ્ઞા તોડીને મને આઘાત આપે તેના કરતા મારી ગરદન કાપે એ ઠીક કહેવાય. પ્રતિજ્ઞા તોડનાર નથી દેશના કામના, નથી સરકારને કામના કે નથી ઈશ્વરના કામના. હજુ પણ ગાંધીજીએ સમાધાનના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. અને આ પ્રયાસના ભાગ રૂપે ગાંધીજીએ મિ. પ્રેટને મળવા સારુ મીટીંગની માગણી કરેલ જેના વળતા જવાબમાં મિ. પ્રેટે લખ્યુ કે તમારા સઘળા હથિયાર છોડી દઈ મસલત કરવા સારુ જ્યારે આવવું હોય ત્યારે આવો, મારા હાથ તો કાયદા અને વહીવટના નિયમોથી બંધાયેલા છે. આથી ગાંધીજીએ જવાબ આપ્યો કે હુંતો સત્યાગ્રહી છું. મારા હથિયારો તો શું પણ મારુ સર્વસ્વ હું અર્પણ કરી દઉં, પણ સિધ્ધાંતો તો મરણોપર્યત મારાથી ન છોડાય.

મે મહિનામાં તો સરકારે જપ્તીઓ ખુબ જ વધારી દીધી. ઘણા લોકોની જમીનો ખાલસા કરી દેવામાં આવી તેમ છતાં તેમના ઘેર જપ્તી કરીને તેમની પાસે મહેસૂલ વસુલ કરવામાં આવતું હતુ. જે કાયદાકીય રીતે ખોટું હતુ. જેમની જમીનો ખાલસા કરવામાં આવે તેમની પાસેથી મહેસૂલ વસૂલવાનો પ્રશ્ન જ ન રહે. ગાંધીજીને બિહાર જવાનુ થવાથી તેમની ગેરહાજરીમાં ચળવળની લગામ વલ્લભભાઈએ સંભાળી અને લોકોનો જુસ્સો જાળવી રાખ્યો. લોકો પણ એક સરખી જપ્તી છતાં હિમત ટકાવી શક્યા અને ઢોરઢાંખર, રાચરચીલુ, ઘરેણા, વાસણ જપ્ત થવા દેતા હતા. આ ચળવળમાં સ્ત્રીઓએ પણ આગળ પડતો ભાગ ભજવવા માંડ્યો આ જોઈને તો મુંબઈના છાપાઓ ભરાઈ ગયા હતા. ખેડુતોની બહાદુરીના વખાણો કરતા લેખો લખવા માંડ્યા અને એક પ્રસંગે તો કલેક્ટરે ખુદ કહ્યુ કે જે રીતે રૈયત લડી રહી છે તે બહુ બહાદુરીનું કામ છે. બિહારથી ગાંધીજી પાછા આવ્યા અને ૩જી જુને ઉત્તરસંડા હતા તે સમયે નડિયાદ તાલુકાના મામલતદાર ગાંધીજીને ઉતારે જઈને તેમને મળ્યા અને તેમને કહ્યું કે, જે સક્ષમ છે તેઓ જો મહેસૂલ ભરી દે તો ગરીબ ખેડુતોનું મહેસુલ મોકુફ રાખીશું. આ વાતને ગાંધીજીએ લેખિત સ્વરૂપે માંગી અને કલેક્ટરે લખી પણ આપી. અને કલેક્ટરને પત્ર દ્વારા જાણ કરી કે આ જાતનો હુકમ આખા જિલ્લા માટે બહાર પાડવામાં આવે અને ચોથાઈ વગેરે દંડ માફ કરવામાં આવે તો અમારે લડવાનું રહેતુ નથી. ગાંધીજીની વાત કલેક્ટરે માન્ય રાખી. અને તે પ્રમાણેના હુકામો જાહેર થયા અને ૬ઠ્ઠી જુને ગાંધીજી અને વલ્લભભાઈની સહીવાળી પત્રિકાથી લડત બંધ થયેલી જાહેર કરવામાં આવી. આ પત્રિકા કાઢતા પહેલાં ગાંધીજીની કલેક્ટર સાથે એક મુલાકાત થઈ અને આ મુલાકાતમાં જાણ થઈ કે આ રીતની છુટ આપવાનો આદેશ તો ૨૫મી એપ્રિલના રોજ નીકળી ચુક્યો હતો તથા તેનો અમલ થય તેની યાદી પણ ૨૨મી મે ના દિવસે આપવામાં આવી હતી પરંતુ આમ છતાં આ હુકમની પ્રજાને કે કાર્યકર્તાઓને જાણ કરવામાં આવી નહોતી. અને મિલ્કત જપ્તીનું કામ હુકમ પછી પણ ચાલતુ રહ્યુ હતું. પણ આખરે જીત તો પ્રજાની જ થઈ.

આ લડતથી ગાંધીજીને વલ્લભભાઈ સાથે એક અનેરો સંબંધ બંધાયો.

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in