વીર વિઠ્ઠલભાઈની ગર્જનાઓ પુસ્તકમાં એક રસપ્રદ વાત વાંચી જાણવા જેવી છે.
હું આપણા સરકારી નોકરો, પોલીસ અને લશ્કરના માણસો બીજા જેટલા આપણા, હિંદુ, મુસલમાન, શીખ, પારસી જેઓ સરકારી નોકરીમાં હોય તેમને અપીલ કરૂ છું કે જો તેઓ ભવિષ્યમાં હિંદુસ્તાનની સ્વતંત્રતાની લડતમાં "ટ્રેટર્સ" તરીકે ખપવા ન માગતા હોય તો સ્વદેશીને અનુસરે. હું રાજીનામું આપવાનું કહેતો નથી. પણ જેને ઝાળ લાગી હોય તે તો અલબત તેમ કરે. તેમને અપીલની જરૂર નથી. પેટ લાગ્યું છે એ ભાઈઓને સ્વદેશીની હીલચાલને મદદ કરવા કહું છું. એવો કાયદો નથી કે તેઓ ખાદી ન પહેરે. કોઈ કાયદો નથી કે પરદેશી કાપડ પહેરવાની ફરજ પડે.
હું જાણું છું કે બ્રિટીશ માલની અને વીલાયતી બીડી પીવાની કેટલેક ઠેકાણે ફરજ પડે છે. પણ કાયદેસર તેવી ફરજ પડી શકે નહી. પોતાને હીંમત જોઈએ. સ્વતંત્ર થવા માટે મનમાં ઉદ્વેગ થવો જોઈએ.
સૌજન્ય : વીર વિઠ્ઠલભાઈની ગર્જનાઓ પુસ્તક
No comments
Post a Comment