રાસમાં ખેડુતો આગળ
તા : ૦૫-૦૪-૧૯૪૭ના રોજ રાસમાં કસ્તુરબા પ્રસુતિગ્રૃહનું ખાતમુહૂર્ત કરતા આપેલ ભાષણ જ્યારે વાંચીએ તો ખબર પડેકે સરદાર જેવા મહાન વ્યક્તિ એક મહત્વની વાત સહજ રીતે કેવી રીતે કહી શકે છે તે સમજવા જેવુ અને ખાસ કરીને શીખવા જેવુ છે. એક સમયે લોકૌપયોગી કાર્યમાં પોતાના સમયના અભાવે જો વિલંબ થાયતો પોતાની જાતને ગુનેહ્ગાર તરીકે પણ સહજતાથી પ્રસ્તુત કરે આવાતો આપણા સરદાર હતા.
ઘણા વખતથી તમને બધાને મળવાની ઈચ્છા હતી. આ દવાખાનાનું ખાતમુહુર્ત કરાવવા આશાભઈ વારંવાર મારી પાસે આવ્યા. મે પ્રયત્ન કર્યો પરંતુ વહેલો ન આવી શક્યો તે માટે માફી માંગુ છું. આવુ સુંદર કામ મારા લીધે રોકાઈ રહે તો હું ગુનેગાર ગણાઉ. એક વખત અમદાવાદ સુધી આવ્યો પણ માંદો પડ્યો.
આ વખતે પણ ઘણી મુશ્કેલીઓ છતાં દ્રઢ નિશ્ચય કરી નીકળી આવ્યો. ફરી જુના સ્મરણો તાજા થાય છે. ઘણી લડાઈઓ કરી, સુખદુ:ખના ઘણા અનુભવ કર્યા. રાસના બહાદુર લોકોએ ઘણી બહાદુરી બતાવી. કોઈક વાર નિરાશા પણ આવે, મુંઝાયા, જમીનો વેચાઈ ગઈ એ ખેડુત કેમ સહન કરે? પણ જેને વિશ્વાસ હતો એ નિરાંતે સહન કરતા. તેમને કુશળ ખેડુતોને જમીનતો ગમે ત્યા મળે, પરંતુ તમારી જ જમીન તમને પાછી મળી ગઈ છે અને તમે હતી તેવી કરી દીધી છે. હવે મને શ્રધ્ધા બેઠી કે જે કહેતા હતા એ સાચું. તમને પણ મારામાં વિશ્વાસ બેઠો અને હિંદુસ્તાનમાં તમારી આબરૂ વધી.
દાંડીકુચ વખતે પેલા વડ નીચે પોલીસે મને પકડ્યો અને બોરસદમાં મેજિસ્ટ્રેટે મને સજા કરી, અને તમે પ્રતિજ્ઞા કરી કે સ્વરાજ મળતાં સુધી લડવું. એ પ્રતિજ્ઞા તમારી પુરી થઈ. અંગ્રેજો જવાનાએ નક્કી છે. હવે મોડું થાય છે તે આપણી અંદર અંદરની તકરારોને લીધે. અંગ્રેજ વિચક્ષણને ચકોર છે.
આપણે જેને માટે લડત કરી, જમીનો ગુમાવી તે મળી ગયુ. પણ હવેનું કામ એના કરતાં કઠણ છે. મને પકડ્યો, તમને શુર ચઢ્યું, આપણે ઘેર મહેમાન આવે અને પકડે તે જેવું ખરાબ લાગે એવું તમને લાગ્યું. તમે આવેશમાં-- જોશમાં આવી બહાદુરી બતાવી તે બદલ મુબારકબાદી આપુ છુ. કસ્તુરબાએ સ્વરાજ્યમાં પહેલું નામ લખાવ્યુ. તમે તો જમીનો ગુમાવીને પાછી મેળવી. પણ કસ્તુરબાએ તો ત્યાંજ આગાખાન મહેલમાં પથારી કરી. મહાદેવભાઈએ પણ ત્યાં સમાધિ કરી. એ તો જાત્રાનું સ્થાન થઈ ગયું. અમે ગયા ત્યારે ત્યાં પથારી કરીએ કે સ્વરાજ લઈને આવીએ એ પ્રતિજ્ઞા હતી.
ક્રમશ:
No comments
Post a Comment